ETV Bharat / bharat

Kerala Crime : કેરળમાં પુપ્પારા ગેંગ રેપ કેસમાં ત્રણ આરોપીઓને 90 વર્ષની સજા, એક છૂટી ગયો, બે પર હજુ કેસ ચાલુ - ગેંગ રેપ

કેરળમાં પુપ્પારા ગેંગ રેપ કેસમાં ત્રણ આરોપીઓને 90 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. એક આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યો છે. આ કેસ સાથે જોડાયેલા બે આરોપીઓ સગીર છે, જેનો કેસ જુવેનાઈલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

Kerala Crime : કેરળમાં પુપ્પારા ગેંગ રેપ કેસમાં ત્રણ આરોપીઓને 90 વર્ષની સજા, એક છૂટી ગયો, બે પર હજુ કેસ ચાલુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 7:53 PM IST

ઇડુક્કી (કેરળ): કેરળના ઇડુક્કી જિલ્લાના પુપ્પારામાં ગેંગ રેપ કેસમાં આરોપીઓને 90 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. દેવીકુલમ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ પોક્સો કોર્ટે પુપ્પારાના વતની સુગંધ, શિવકુમાર અને સેમ્યુઅલને સજા ફટકારી હતી. આ કેસમાં છ પૈકી એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. બે આરોપીઓ સગીર છે, જેનો કેસ થોડુપુઝા કોર્ટમાં ચાલી રહ્યો છે.

ક્યારે બની હતી ગેગ રેપની ઘટના : ગેંગ રેપની આ ઘટના મે 2022ની છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક સગીર પરપ્રાંતીય યુવતી તેના મિત્ર સાથે ઇડુક્કીના પુપ્પારામાં ચાના બગીચામાં આવી હતી. અહીં પુપ્પારાના વતની આરોપીઓએ તેની છેડતી કરી હતી. યુવતીના સાથીદારને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે સગીર સહિત છ આરોપીઓ હતાં. કોર્ટે એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યો હતો.

90 વર્ષની જેલની સજા : દેવીકુલમ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટના જજ પીએ સિરાજુદ્દીને કેસમાં સુગંધ, શિવકુમાર અને સેમ્યુઅલને 90 વર્ષની જેલની સજા સંભળાવી છે. સખત કેદની સજા ઉપરાંત તેમને 40-40 હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. કોર્ટે આ રકમ યુવતીને સોંપવાનો પણ નિર્ણય કર્યો છે. જો તે દંડ ન ભરે તો તેને વધુ આઠ માસની કેદની સજા ભોગવવી પડશે. આ કેસ સાથે સંબંધિત બે આરોપીઓ સગીર છે, જેમનો કેસ થોડુપુઝા જુવેનાઈલ કોર્ટમાં પેન્ડિંગ છે.

25 વર્ષની સજા એક સાથે થઈ શકે : કોર્ટના ચૂકાદા બાદ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP) સ્મિજુ કે. દાસે જણાવ્યું હતું કે યુવકોને IPC અને POCSOની વિવિધ કલમો હેઠળ 90 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેમને 25 વર્ષની સજા એક સાથે થઈ શકે છે. વળતરની રકમ યુવતીના પરિવારજનોને સોંપવામાં આવે અને જો આરોપી દંડ ન ભરે તો તેમને વધુ આઠ મહિનાની જેલની સજા ભોગવવી પડશે. જજ પી.એ. સિરાજુદ્દીને સોમવારે ચુકાદો સંભળાવ્યો હતો જેમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેઓ તમિલનાડુના રહેવાસી સુગંદ (20) અને શિવકુમાર (21) અને પુપારા નિવાસી શ્યામ (21) છે.

  1. Gorakhpur Gang Rape Case : ગોરખપુરમાં પરિણીતા સાથે દુષ્કર્મના ત્રણ દોષિતોને 30 વર્ષની સજા ફટકારતી કોર્ટ
  2. Gang Rape Of A Minor : સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, ગંગધાર પોલીસે પાંચમાંથી બે આરોપીને પકડ્યાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.