ETV Bharat / bharat

દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર 5 ઉમેદવારો માટે 7મી મેં ના રોજ થશે મતદાન, ભાજપ-કોંગ્રેસ વચ્ચે થશે સીધી ટક્કર - Dadra Nagar Haveli Lok Sabha seat - DADRA NAGAR HAVELI LOK SABHA SEAT

કેન્દ્રશાસિત દાદરા નગર હવેલીમાં 7મી મેં ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે. દાદરા નગર હવેલી બેઠક પર 2024ની લોકસભા ચૂંટણીમાં કુલ 5 ઉમેદવારો મેદાને છે. જો કે, આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટકકર છે. આ બેઠક પર 2014માં ભાજપ, 2019માં અપક્ષ અને 2021ની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર જીત મેળવી ચુક્યા છે.

દાદરા નગર હવેલી લોકસભા બેઠક
દાદરા નગર હવેલી લોકસભા બેઠક (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2024, 11:30 AM IST

દાદરા નગર હવેલી : પ્રવાસન સ્થળો, ઉદ્યોગો માટે જાણીતા દાદરા નગર હવેલી પ્રદેશ આદિવાસી ટેરિટરી તરીકે પણ જાણીતુ છે. લોકસભા બેઠક અહીં રિઝર્વ બેઠક છે. સ્થાનિક અને પરપ્રાંતીય મળી આ બેઠક પર કુલ 2,83,035 મતદારો છે. જે પૈકી 1,48,095 પુરુષ અને 1,34,929 મહિલા મતદારો છે. લોકસભા ચૂંટણી 2024 માટે આ બેઠક પર 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. સામાન્ય રીતે આ બેઠક પર 76 ટકાથી 84 ટકા સુધી મતદાન થાય છે. આ વખતે આ બેઠક પર ઉભા કરેલા 306 પોલિંગ બુથ પર 85 ટકા મતદાન થવાની સંભાવના છે.

દાદરા નગર હવેલી લોકસભા બેઠક (Etv Bharat Gujarat)

દાદરા નગર હવેલી લોકસભા બેઠક: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર 2024 લોકસભા ચૂંટણી માટે 5 ઉમેદવારો મેદાને છે. જેમાં એક અજિત રામજી માહલા કોંગ્રેસના ઉમેદવાર છે, જેમનું નિશાન પંજો છે. બીજા ડેલકર કલાબેન મોહનભાઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, જેમનું નિશાન કમલ છે. ત્રીજા બોરસા સંદીપભાઈ એસ.બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર છે, જેમનું નિશાન હાથી છે. ચોથા કુરાડા દીપકભાઈ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર છે, જેમનું નિશાન હોકી અને બોલ છે. પાંચમાં શૈલેષભાઇ વરઠા અપક્ષ ઉમેદવાર છે, જેમનું નિશાન બેટ્સમેન છે.

દાદરા નગર હવેલી લોકસભા બેઠક
દાદરા નગર હવેલી લોકસભા બેઠક (Etv Bharat Gujarat)

કલાબેન ડેલકર અહીંના સીટીંગ સાંસદ: આ બેઠક પર ભાજપે કલાબેન ડેલકરને મેદાને ઉતાર્યા છે. જેઓ અહીંના સીટીંગ સાંસદ છે. તે શિવસેનાના બેનર હેઠળ 2021ની પેટા ચૂંટણી જીત્યા હતાં. આ વખતે તેમણે શિવસેનાને રામરામ કહી ભાજપનો ખેસ ધારણ કરી ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. આ ચૂંટણીમાં તેઓ જીતના પ્રબળ દાવેદાર છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં અજિત રામજી માહલા નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જેઓ 1980માં સાંસદ બનેલા પૂર્વ સ્વર્ગીય સાંસદ રામજી માહલાના પુત્ર છે.

2024 લોકસભા ચૂંટણી: આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે દરેક વિસ્તારમાં પ્રચાર અભિયાન ચલાવ્યું છે. ભાજપના ઉમેદવાર માટે અમિત શાહે પણ પ્રચાર સભાને સંબોધી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર માટે રાહુલ ગાંધીએ પ્રચાર સભા સંબોધી છે. કોંગ્રેસના ઉમેદવાર માટે રાજ્યસભાના વર્તમાન સાંસદ અને ભારતીય ઉર્દૂ-ભાષાના કવિ અને ઉત્તર પ્રદેશ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી ઇમરાન પ્રતાપગઢીએ પણ દાદરા નગર હવેલીમાં સભા સંબોધી છે. ભાજપના ઉમેદવાર માટે કેન્દ્રીય મંત્રી બી. એલ. સંતોષ પણ અહીં બેઠક કરી ચુક્યા છે.

દાદરા નગર હવેલી: કેન્દ્રશાસિત દાદરા નગર હવેલીમાં વર્ષ 2014ના મતદાનનું વાત કરીએ તો, 2014માં આ બેઠક પર કુલ 84.09 ટકા મતદાન થયું હતું. 2014માં ભાજપના નટુભાઈ પટેલ વિજયી બન્યા હતાં. 2019માં આ બેઠકની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મોહનભાઇ ડેલકર વિજયી બન્યા હતાં. 2019માં કુલ 79.59 ટકા મતદાન થયું હતું. મોહનભાઇ ડેલકરના આકસ્મિક નિધન બાદ આ બેઠક પર 2021માં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ત્રિપાંખીયો જંગ હતો. જેમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના કલાબેન ડેલકર વિજયી બન્યા હતાં.

હાલની સ્થિતિ: દાદરા નગર હવેલીના ઇતિહાસની સાથે હાલની સ્થિતિની વાત કરીએ તો વર્ષ 2024ની બેઠક માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જેમાં મતદારોનો મિજાજ જોતા ભાજપ અહીં હોટ ફેવરિટ છે. કેમ કે, ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર શિવસેનાના સીટીંગ સાંસદ છે. જેઓએ શિવસેના છોડી ભાજપમાં જોડાઈ આ બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

ડૉર ટૂ ડૉર ચૂંટણી પ્રચાર: દાદરા નગર હવેલી બેઠક પર કુલ 2,83,035 મતદારો છે. જે પૈકી 1,48095 પુરુષ અને 1,34929 મહિલા મતદારો છે. દાદરા નગર હવેલીમાં કુલ 306 પોલિંગ બુથ છે. આ તમામ પોલિંગ બુથ પર પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તમામ મતદાન મથકો પર મતદારો માટે પીવાના પાણીની, ટોયલેટની, ગરમીથી બચવા છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેઠક પર દરેક ઉમેદવારોએ મોટેભાગે ડૉર ટૂ ડૉર ચૂંટણી પ્રચાર કર્યો છે. મતદાનનો સમય પણ સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો હોય આ વખતે 85 ટકા મતદાન થવાની સંભાવના છે.

મતદારોને રીઝવવા પ્રયાસ: દાદરા નગર હવેલીની આ લોકસભા ચૂંટણીમાં ભાજપે આ પ્રદેશમાં કરેલા વિકાસ પર મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા છે. આ પ્રદેશમાં આરોગ્ય, શિક્ષણ, રસ્તાઓ, રોજગારી મામલે લોકોને સમૃદ્ધિ બનાવ્યાનો પ્રચાર કર્યો છે. જ્યારે, કોંગ્રેસ દ્વારા આ પ્રદેશમાં કોઈ જ વિકાસ થયો ના હોય આદિવાસીઓની રોજગારી છીનવાઈ છે. મોંઘવારી વધી છે. પ્રશાસનિક તાના શાહી વધી હોવાના મુદ્દે ચૂંટણી પ્રચાર કરી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો છે.

ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત: દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વિશેષ દળ અને પોલીસ જવાનોની ટીમ ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ચેકપોસ્ટ અને અન્ય સ્થળોએથી કુલ 35.24 લાખ રોકડ તેમજ 16.84 લાખનો દારૂ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાદરા નગર હવેલી આદિવાસી બાહુલ વિસ્તાર: દાદરા નગર હવેલી ઉદ્યોગોથી ધમધમતો વનરાજીથી ઘેરાયેલો આદિવાસી બાહુલ વિસ્તાર છે. 1967થી અહીં લોકસભાની ચુંટણી યોજાતી રહી છે. પેટા ચૂંટણી સહિત 2024ની લોકસભા સામાન્ય ચૂંટણી 16મી ચુંટણી છે. 1961માં દાદરા નગર હવેલી આઝાદ થયા બાદ 1967થી 2019 સુધી યોજાયેલી લોકસભાની 14 ચૂંટણીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટી, ભાજપ, શિવસેના અને અપક્ષ ઉમેદવાર વિજય મેળવતા આવ્યા છે.

આ પ્રદેશને પછાત વિસ્તાર જાહેર કરી રિઝર્વ કોટા હેઠળ લોકસભાની એક સીટ ફાળવવામાં આવી છે. સંઘ પ્રદેશના દરજ્જા સાથે દાદરા નગર હવેલીમાં સૌ પ્રથમ સનજીભાઈ ડેલકરને નોમિનેટ સભ્ય તરીકે નિમ્યા હતા.

ચૂંટણીનો ઇતિહાસ: 1967 માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં સનજી ભાઈ રૂપજીભાઈ ડેલકર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 1971માં યોજાયેલ લોકસભાની સામાન્ય ચુંટણીમાં સમાજવાદી પાર્ટીના રામુભાઈ રવજીભાઈ પટેલ વિજય થયા હતાં. સાંસદ ની સીટ માટે તે બાદ 1977માં પણ રામુભાઈ રવજીભાઈ પટેલ ફરી ચૂંટાયા, 1980માં પણ કોંગ્રેસના માહલા રામજી પોટલા સાંસદ બન્યા હતાં. 1984ની ચૂંટણીમાં સીતારામ ગવળી સાંસદ બન્યા 1989માં મોહનભાઇ ડેલકર અપક્ષ ચૂંટણી લડ્યા અને જીત્યા. જે બાદ સતત 2004 સુધીની દરેક ચૂંટણી મોહન ડેલકર જીતતા રહ્યા અને સાંસદ તરીકેની ગરીમાં જાળવતા રહ્યા. મોહન ડેલકર પ્રથમ ચૂંટણી અપક્ષમાં રહીને જીત્યા હતાં. જ્યારે, 1991ની ચૂંટણી કોંગ્રેસના બેનર હેઠળ જીત્યા હતાં. 1996ની ચૂંટણી કોંગ્રેસમાં રહીને જીત્યા હતાં. 1998ની ચૂંટણી મોહન ડેલકર ભાજપમાં રહીને જીત્યા અને સાંસદપદ જાળવી રાખ્યું, જો કે, 1999માં અપક્ષ ચુંટણી લડ્યા અને જીત્યા તે બાદ 2004ની ચૂંટણી તેમણે પોતે રચેલા BNP ભારતીય નવશક્તિ પાર્ટીના બેનર હેઠળ લડ્યા અને જીત્યા હતા. 1989થી 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ, ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો.

વોટ માર્જીન: 2009માં ભાજપે તેના પર બ્રેક લગાવ્યો, 2009માં ભાજપે નટુભાઈ પટેલને ટીકીટ આપી જેની સામે કોંગ્રેસે મોહન ડેલકરને ટીકીટ આપી આ ચૂંટણીમાં મોહન ડેલકર ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ સામે 618 મતથી મોહન ડેલકરની હાર થઈ. 2014ની ચૂંટણી દરમ્યાન પણ ભાજપે નટુભાઈ પટેલને રિપીટ કર્યા તો કોંગ્રેસે પણ મોહન ડેલકરને ટીકીટ આપી આ ચૂંટણીમાં પણ મોહન ડેલકર સામે 6214 મતથી ભાજપમાં નટુભાઇ પટેલ વિજય બન્યા અને 2જી વખત સાંસદ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.

ભાજપે નટુભાઈ પટેલને રિપીટ કર્યા: 2019માં મોહન ડેલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું. આ વખતે ભાજપે નટુભાઈ પટેલને જ રિપીટ કર્યા જેને મોહન ડેલકરે હારનો સ્વાદ ચખાડી 7મી વખત સાંસદ બની રેકોર્ડ સર્જ્યો. 2019ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર ભાજપના નટુભાઈ પટેલ સામે માત્ર 9001 મતની લીડથી વિજેતા બન્યા હતાં.

ડેલકરે ઐતિહાસિક જીત મેળવી ઇતિહાસ રચ્યો: 7મી વખત સાંસદ બનેલા મોહન ડેલકરે વર્ષ 2021માં અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી એટલે એ જ વર્ષે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. શિવસેનાએ સ્વર્ગીય સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ટીકીટ આપી જેની સામે ભાજપે મહેશ ગાંવીતને, કોંગ્રેસે પ્રભુ ટોકિયા નામના ઉમેદવારોને મેદાને ઉતાર્યા. આ પેટા ચૂંટણીમાં 51,269 મતની લીડથી કલાબેન ડેલકરે ઐતિહાસિક જીત મેળવી નવો ઇતિહાસ રચ્યો હતો.

લોકોમાં પ્રશાસન સામે નારાજગી: દાદરા નગર હવેલીમાં સેલવાસ એક માત્ર શહેર અને મુખ્ય પાટનગર છે. સમગ્ર પ્રદેશમાં ઉદ્યોગો હોય મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો સ્થાયી થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. દાદરા નગર હવેલી આદિવાસી બાહુલ વિસ્તાર છે. કુલ અંદાજિત 2.83 લાખ મતદારો છે. હાલમાં દમણ દિવ સાથેના એકીકરણ બાદ પણ બન્ને પ્રદેશમાં કાયદાઓ જુદા છે. લોકોમાં પ્રશાસન સામે નારાજગી છે. અનેક સમસ્યા છે. જેનું નિરાકરણ થતું નથી.

ચૂંટણી વર્ચસ્વ: દાદરા નગર હવેલીમાં કોકણા, ધોડિયા અને વારલી જાતિના મતદારોનું પ્રભુત્વ છે. જેમાં વારલી સમાજના મતદારો સૌથી વધુ છે. અને સત્તા માટે નિર્ણાયક મતદારો સાબિત થતા રહ્યા છે. એક તરફ ગ્રામીણ એરીયા છે તો બીજી તરફ શહેરી વિસ્તાર છે. શહેરી વિસ્તારમાં મોટેભાગે પરપ્રાંતિય લોકોની વસ્તી છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટેભાગે સ્થાનિક આદિવાસી સમાજની વસ્તી છે. એટલે જે પણ ઉમેદવાર બંને તરફના સમાંતર મતદારોનો વિશ્વાસ જીતે છે તે જ ઉમેદવાર તરીકે અહીં વિજેતા બને છે.

મેરૂ ગઢવી, ઇટીવી ભારત, દાદરા અને નગર હવેલી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.