ETV Bharat / bharat

PM Modi: વડા પ્રધાન મોદી રામસેતુ પહોંચ્યા, પુષ્પો અર્પિત કર્યા

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અગાઉ વડા પ્રધાન મોદી રામાયણ સાથે સંકળાયેલ તમિલનાડુ મંદિરોનો પ્રવાસ ખેડી રહ્યા છે. આ સંદર્ભે વડા પ્રધાન રવિવારે તમિલનાડુના અરિચલ મુનાઈ પહોંચ્યા છે. તેમણે સમુદ્ર તટ પર પુષ્પ અર્પિત કર્યા હતા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. PM Modi Arichal Munai Tamilnadu Offered Flowers 22 January Atodhya Mahotsav

વડા પ્રધાન મોદી રામસેતુ પહોંચ્યા, પુષ્પો અર્પિત કર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 21, 2024, 7:48 PM IST

રામેશ્વરમઃ વડા પ્રધાન મોદી રવિવારે તમિલનાડુના અરિચલ મુનાઈમાં પહોંચી ગયા છે. તેમણે સમુદ્ર તટ પર પુષ્પો અર્પિત કર્યા છે. વડા પ્રધાને અહીં પ્રાણાયમ પણ કર્યા હતા. તેમણે દરિયાના પાણીને હાથમાં લઈ અર્ધ્ય પણ આપ્યું હતું. વડા પ્રધાને રાત્રી પ્રવાસ રામેશ્વરમનો કર્યો અને તેઓ અરિચલ મુનાઈ પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અરિચલ મુનાઈ એ સ્થળ છે કે જ્યાં રામસેતુનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

  • Will never forget yesterday’s visit to the Arulmigu Ramanathaswamy Temple. There is timeless devotion in every part of the Temple. pic.twitter.com/bXgbz4VBtm

    — Narendra Modi (@narendramodi) January 21, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રામસેતુને એડમ બ્રિજના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે રામ રાવણ યુદ્ધ માટે લંકા જવા વાનર સેનાએ આ રામસેતુનું નિર્માણ કર્યુ હતું. રવિવારે વડા પ્રધાન મોદીએ સમુદ્ર કિનારે પુષ્પો અર્પિત કર્યા અને આ સ્થળ પર બનેલ રાષ્ટ્રીય પ્રતીક સ્તંભ પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

રામાયણ સાથે સંકળાયેલા તમિલનાડુના મંદિરોનો વડા પ્રધાન પ્રવાસ કરી રહ્યા છે. તેઓ અયોધ્યા રામ મહોત્સવ અગાઉ આ પ્રવાસ કરી રહ્યા છે. વડા પ્રધાન શનિવારે શ્રીરંગમ અને રામેશ્વરમમાં ક્રમશઃ શ્રી રંગાનાથસ્વામી અને અરુલમિગુ રામનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. રામનાથસ્વામી મંદિરના મુખ્ય દેવતા ભગવાન શિવ છે. તેમજ આ મંદિર વિશે એક વ્યાપક માન્યતા છે કે ભગવાન રામ અને સીતા માતાએ અહીં પૂજા કરી હતી.

વડાપ્રધાન મોદીએ તિરુચિરાપલ્લીથી હેલીકોપ્ટરમાં અમૃતાનંદ સ્કૂલ પરિસર, રામેશ્વરમ પહોંચ્યા હતા. તેમણે અગ્નિતીર્થમમાં પવિત્ર સ્નાન કર્યુ હતું. પીએમ મોદીએ મંદિરમાં ભજન સંધ્યામાં ભાગ લીધો હતો. તેમણે તમિલ પરંપરા અનુસાર વેષ્ટિ પોશાક ધારણ કર્યો હતો. રામેશ્વર ચારધામોમાંથી એક છે. જ્યારે અન્ય ત્રણ ધામ બદ્રીનાથ, જગન્નાથ પુરી અને દ્વારકા પુરી છે. તમિલનાડુ પોલીસ દ્વારા રામેશ્વરમમાં ત્રણ સ્તરીય સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર હતા. જ્યારે ધનુષકોડીમાં તટરક્ષક દળ પણ દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. વડા પ્રધાને શુક્રવારે ચેન્નાઈમાં ખેલો ઈન્ડિયા ગેમ્સ 2023નું ઉદ્દઘાટન કર્યુ હતું.

  1. PM Modi Share Audio: PM મોદીના જનતાને 'રામ રામ', આજથી 11 દિવસ રાખ્યું વિશેષ અનુષ્ઠાન
  2. PM Modi Kerala Visit : PM મોદીએ કેરળના ગુરુવાયુર મંદિરમાં પૂજા અને દર્શન કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.