ETV Bharat / bharat

Parliament Budget Session: સંસદમાં આજે શ્વેતપત્ર પર થશે ચર્ચા, હોબાળાના અણસાર

બજેટ સત્ર 2024 અંતિમ પડાવ પર છે, ત્યારે આજે ગૃહમાં કેન્દ્રની યુપીએ સરકાર સામેના શ્વેતપત્ર પર આજે ચર્ચા થવાની છે. આ દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થવાની સંભાવના છે.

Parliament Budget Session
Parliament Budget Session 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2024, 9:43 AM IST

નવી દિલ્હી: બજેટ સત્ર 2024 તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે આજે બજેટ સત્ર દરમિયાન યુપીએ સરકાર વિરુદ્ધ NDA દ્વારા લાવવામાં આવેલા શ્વેતપત્ર પર ગૃહમાં ચર્ચા થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે સંદનમાં ભારે હોબાળો થવાના અણસાર છે. ગુરૂવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં શ્વેત પત્ર રજૂ કરશે. આ શ્વેત પત્રમાં યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા તમામ કૌભાંડનો ઉલ્લેખ હતો જેના પર આજે ચર્ચા થવાની છે.

બીજી તરફ આજે બજેટ સત્રમાં, કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા રાજ્યસભામાં બંધારણ (જમ્મુ અને કાશ્મીર) અનુસૂચિત જનજાતિ ઓર્ડર (સુધારા) બિલ, 2024 ને વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી વીરેન્દ્ર કુમાર બંધારણ (જમ્મુ અને કાશ્મીર) અનુસૂચિત જાતિ ઓર્ડર (સુધારા) બિલ, 2024 પણ રજૂ કરશે. તો કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પણ સદનમાં જમ્મુ અને કાશ્મીર સ્થાનિક સંસ્થા કાયદો (સંશોધન) બિલ, 2024ને પણ વિચારણા અને પસાર કરવા માટે ગૃહમાં રજૂ કરશે.

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપ સરકાર કમર કસી રહી છે. આ સંબંધમાં કેન્દ્ર દરેક રાજ્યમાં આ શ્વેતપત્ર રજૂ કરશે. આ રિપોર્ટમાં યુપીએ સરકારના 10 વર્ષના કુશાસનનો પર્દાફાશ કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકાર વિપક્ષને ઘેરવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. આ કારણોસર તે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે.

  1. Modi Cabinet: મોદી મંત્રીમંડળે ભારતીય રેલવેમાં 6 મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, 3 કરોડ રોજગારી સર્જનનો દાવો
  2. White Paper: UPAના ગેરવહીવટ પર નાણામંત્રીએ લોકસભામાં શ્વેતપત્ર રજૂ કર્યું, જાણો શું કહ્યું

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.