અમદાવાદ: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) માં 2,236 એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે. આ ભરતીની સત્તાવાર સૂચના ongcindia.com પર જાહેર કરવામાં આવી છે. અરજીની પ્રક્રિયા 5 ઓક્ટોબર 2024થી શરૂ થઈ ગઈ છે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવી છે. નોટિફિકેશનની સાથે પરિણામ અને મેરિટની તારીખ પણ બહાર પાડવામાં આવી છે.
ONGC Recruitment 2024 Notification: ખાલી જગ્યાની વિગતો
ONGC ની આ ખાલી જગ્યામાં લાઇબ્રેરી આસિસ્ટન્ટ, ફ્રન્ટ ઓફિસ આસિસ્ટન્ટ, ડોટ્સમેન, ઇલેક્ટ્રિશિયન, ફિટર, મિકેનિસ્ટ, સ્ટેનોગ્રાફર, એકાઉન્ટ એક્ઝિક્યુટિવ, વેલ્ડર સહિત વિવિધ વિભાગમાં ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.
કોણ-કોણ કરી શકે અરજી?
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ધો.10/12 સંબંધિત ટ્રેડમાં ITI/બેચલર ડિગ્રી/બીએસસી/બીબીએ/બી.ટેક/ડિપ્લોમા વગેરેની યોગ્યતા હોવી જોઈએ. પાત્રતા સંબંધિત વિગતવાર માહિતી જોવા માટે, ઉમેદવારો ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે છે.
ભરતીનું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો...
પગાર ધોરણ અને ઉંમર મર્યાદા:
- વય મર્યાદા- આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે, ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 25મી ઓક્ટોબર 2024ના રોજ કરવામાં આવશે. એટલે કે, ઉમેદવારોની જન્મતારીખ 25 ઓક્ટોબર 2000 થી 25 ઓક્ટોબર 2006 સુધીની હોવી જોઈએ. જો કે આરક્ષિત વર્ગોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
- પગાર- પસંદ કરેલ ઉમેદવારને એપ્રેન્ટીસ કેટેગરી મુજબ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. સ્નાતક એપ્રેન્ટિસ માટે રૂ. 9000/-, ત્રણ વર્ષના ડિપ્લોમા માટે રૂ. 8050/-, 10મા/12મા ટ્રેડ એપ્રેન્ટિસ માટે રૂ. 7000/-, એક વર્ષના ITI ટ્રેડ એપ્રેન્ટિસ માટે રૂ. 7700/- અને બે વર્ષ ITI ટ્રેડ એપ્રેન્ટિસને રૂ. 8050/- સ્ટાઇપેન્ડ નક્કી કરવામાં આવ્યું હતું.
- પસંદગી પ્રક્રિયા- ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા વિના મેરિટના આધારે સીધા કરવામાં આવશે.
- અરજી ફી- ફ્રી
અરજી ક્યાંથી કરવાની રહેશે?
(https://apprenticeshipindia.gov.in) અને NATS (https://nats.education.gov.in) પર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા કરવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અન્ય કોઈપણ માહિતી માટે, ઉમેદવારો ONGCની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચો: