ગુવાહાટી: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શનિવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં આધાર કાર્ડ માટે નવા અરજદારોએ ફરજિયાતપણે તેમનો NRC અરજી રસીદ નંબર (ARN) આપવો પડશે. સીએમએ શનિવારે કહ્યું કે આસામના ચાર જિલ્લાઓમાં તેમની અંદાજિત વસ્તી કરતા વધુ આધાર કાર્ડ ધારકો છે.
Yesterday, we took key decisions
— Himanta Biswa Sarma (@himantabiswa) September 8, 2024
👉Aadhar issuance to be strictly regulated in Assam – a first in the country. Only applicants who applied for NRC can procure Aadhar; a blow to illegal immigrants
👉 New Nagarik Samitis will strengthen community policing
Highlights | Sep 7 pic.twitter.com/66jI5yVbcZ
મુખ્યમંત્રીએ કહ્યું કે, બરપેટા, ધુબરી (બંને નીચલા આસામમાં), મોરીગાંવ અને નાગાંવ (બંને મધ્ય આસામમાં) તેમની અંદાજિત વસ્તી કરતાં વધુ આધાર કાર્ડ ધારકો છે. તેમણે કહ્યું કે, 'આ હેતુ માટે વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે અને તેને 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.'
સીએમએ કહ્યું કે NRC માટે અરજી કરવી ફરજિયાત છે, પછી ભલે તમે NRCમાં જોડાયા હોય કે ન હોય. સરમાએ કહ્યું, 'જો તમે NRC માટે અરજી કરી નથી, તો તમને આસામમાં આધાર કાર્ડ નહીં મળે. અમે દરેક વસ્તુની નજીકથી તપાસ કરીશું અને પ્રક્રિયાને કડક અને સખત બનાવીશું.
બરપેટા, ધુબરી મોરીગાંવના ત્રણ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અંદાજિત વસ્તીના આંકડા મુજબ, જારી કરાયેલા આધાર કાર્ડની ટકાવારી અનુક્રમે 103 ટકા, 103 ટકા અને 101 ટકા છે. આ જિલ્લાઓમાં આધારકાર્ડ ધરાવતા શંકાસ્પદ વિદેશીઓ હોવાની શક્યતા નકારી શકાતી નથી.
મુખ્યમંત્રીએ ખાતરી આપી કે, અમે રાજ્યમાં ગેરકાયદેસર વસાહતીઓને ઓળખવા અને તેમની સમસ્યાઓના નિવારણ માટેના પ્રયાસો પણ વધારીશું. તેમણે કહ્યું, '2019માં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા 9.35 લાખથી વધુ લોકોના બાયોમેટ્રિક્સને બ્લોક કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરની અંદર તેમને તેમના આધાર કાર્ડ મળી જશે. UIDAI આગામી એકથી બે દિવસમાં પ્રોટોકોલ સાથે આવશે.
આ પણ વાંચો: