ETV Bharat / bharat

જગદીપ ધનખર સામે અવિશ્વાસની દરખાસ્ત, વિરોધ પક્ષોએ કર્યો પક્ષપાતનો આક્ષેપ - NO CONFIDENCE MOTION

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ પર 60 જેટલા સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. જાણો સમગ્ર વિગત

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 10, 2024, 8:24 PM IST

નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્રમાં ફરી ફરી હોબાળાનું ઘી હોમાઈ રહ્યું છે. બંને ગૃહોની કાર્યવાહી દરરોજ સ્થગિત કરવામાં આવી રહી છે. આ વચ્ચે વિપક્ષી પાર્ટીના સભ્યો રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરના વિરોધમાં ઊભા થયા છે. વિપક્ષી પાર્ટી જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. વિરોધ પક્ષોએ આ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપલા ગૃહના મહાસચિવને સુપરત કર્યો છે.

જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ : કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, ભારત ગઠબંધન રાજ્યસભાના અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે ઔપચારિક રીતે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી રહ્યું છે. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મળતી માહિતી મુજબ આ પ્રસ્તાવ બપોરે 1.37 વાગ્યે રાજ્યસભાના મહાસચિવને સોંપવામાં આવ્યો હતો.

60 સાંસદોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા : તમને જણાવી દઈએ કે વિપક્ષી પાર્ટીઓના લગભગ 60 સાંસદોએ આ અવિશ્વાસ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. તે જ સમયે આ પ્રસ્તાવ પર સોનિયા ગાંધી સહિત પાર્ટીના કોઈપણ નેતાના હસ્તાક્ષર નથી. કોંગ્રેસની વાત કરીએ તો જયરામ રમેશ ઉપરાંત પ્રમોદ તિવારી અને TMC ના નદીમ ઉલ હક અને સાગરિકા ઘોષે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

રાજ્યસભા અધ્યક્ષ પર શું આરોપ લાગ્યા ? અધ્યક્ષ પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું કે, તેઓ અમને બોલવા દેતા નથી. પક્ષપાતી વલણ રાખે છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાગરિકા ઘોષે કહ્યું કે, TMC રાજ્યસભામાંથી વોકઆઉટ કરી ચૂકી છે. આપણા બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા, બંધારણીય સંસદીય લોકશાહીના રક્ષણ માટે અમે અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો છે. મોદી સરકાર સંસદની હત્યા કરી રહી છે. વિપક્ષને લોકોના મુદ્દા ઉઠાવવા દેવામાં આવી રહ્યા નથી. TMC સાંસદ સુષ્મિતા દેવે કહ્યું કે, રાજ્યસભા અધ્યક્ષ વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ બંધારણ હેઠળ યોગ્ય છે.

જાણો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા : ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોની સહી જરૂરી છે. આ કલમ 67-બી હેઠળ થાય છે. તે જ સમયે નિયમો અનુસાર આ પ્રસ્તાવ 14 દિવસ અગાઉ ગૃહના મહાસચિવને સુપરત કરવામાં આવે છે. જો તે રાજ્યસભામાં પસાર થાય, તો તેને લોકસભામાં મોકલવામાં આવે છે. તમને જણાવી દઈએ કે લોકસભાની સહમતી જરૂરી છે.

  1. શિયાળુ સત્ર 2024: લોકસભામાં પ્રશ્નકાળ ચાલુ, રેલવે (સુધારા) બિલ પર ચર્ચા
  2. પીએમ મોદીએ જોઇ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ, પ્રિયાંક ખડગે એ માર્યો ટોણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.