મુંબઈ: NCP (અજિત પવાર જૂથ)ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની શનિવારે મુંબઈમાં અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ ઘટના બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે બની હતી. ઘટના બાદ તેમને ઇજાગ્રસ્ત હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે બાંદ્રામાં બાબા સિદ્દીકી પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના પર બે-ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. હુમલાખોરોએ બાબા સિદ્દીકીની ઓફિસની બહાર હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફાયરિંગ દરમિયાન બાબા સિદ્દીકીને પેટમાં બે-ત્રણ ગોળી વાગી હતી.
#UPDATE | Senior NCP leader Baba Siddique passes away: Lilavati Hospital https://t.co/P0VWePWldd
— ANI (@ANI) October 12, 2024
પોલીસે ત્રણ શકમંદોની અટકાયત કરી હતી
દરમિયાન પોલીસે આ કેસમાં ત્રણ શકમંદોની અટકાયત કરી છે. હાલ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કરી હુમલાખોરોની ઓળખ કરવામાં વ્યસ્ત છે.
બાબા સિદ્દીકી લાંબા સમય સુધી કોંગ્રેસમાં હતા, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ કોંગ્રેસ છોડીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વમાં એનસીપીમાં જોડાયા હતા. અહેવાલ મુજબ, શનિવારે તેઓ તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ ગયા હતા ત્યારે હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા હતા.