ઝારખંડ - ખુંટી : પ્રેમ પૂરબહારમાં ખીલ્યો હતો. મોબાઈલ ફોનથી પર રહી તેઓ પત્રો દ્વારા એકબીજા સાથે વાત કરતા હતાં. વાત લગ્ન સુધી પણ પહોંચી ગઈ હતી. યુવકને યુવતી તરફથી લગ્નનો પ્રસ્તાવ પણ મળ્યો હતો. લગ્નને લઈને યુવકના મનમાં કોઈ સંકોચ નહોતો. પરંતુ તે યુવતીને તે જે કામ કરી રહ્યો હતો તેના વિશે આશ્વસ્ત કરવા માંગતો હતો.
અધૂરી લવસ્ટોરીની જાણ થઇ : યુવકે એટલા માટે લગ્ન માટે એક વર્ષનો સમય માંગ્યો હતો. પરંતુ તેના દ્વારા લખાયેલા આ શબ્દો તેની પ્રેમિકા સુધી પહોંચે તે પહેલા તેનો એન્કાઉન્ટરમાં સફાયો થઇ ગયો હતો. પ્રમિકા સુધી પહોંચવાના બદલે પત્રો પોલીસ સુધી પહોંચ્યા અને પછી દુનિયાને તેની અધૂરી લવસ્ટોરીની ખબર પડી. આ વાર્તા છે નક્સલવાદી એરિયા કમાન્ડર બુધરામ મુંડાની.
બૂરે કામ કા બૂરા નતીજા : બુધરામ અને તેની પ્રેમિકા એક વર્ષ પછી લગ્ન કરવા જઈ રહ્યા હતા. પરંતુ ખરાબ કર્મોનું પરિણામ પણ ખરાબ આવે છે. ગત ગુરુવારે ચાઈબાસા જિલ્લાના કરાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીષણ એન્કાઉન્ટર દરમિયાન, પોલીસે નક્સલવાદી બુધરામ મુંડાને મારી નાખ્યો હતો.
ખિસ્સામાંથી લવ લેટર મળી આવ્યો : પોલીસને નક્સલવાદી બુધરામ મુંડાના ખિસ્સામાંથી એક પ્રેમપત્ર મળી આવ્યો હતો. જેમાં તેણે તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે એક વર્ષનો સમય માંગ્યો હતો. પોલીસના હાથમાં પત્રના માત્ર થોડા જ પાના આવ્યાં, બાકીના પાના જંગલમાં ક્યાંક ખોવાઈ ગયા. આ પેજ દ્વારા જ એક નક્સલવાદીની લવ સ્ટોરી સામે આવી હતી. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલી બુધરામ મુંડાની ઉંમર માત્ર 25 વર્ષ હતી. તે ખુંટીના અડકી પોલીસ સ્ટેશન વિસ્તારના ચારિસુદ હેમબ્રમ ગામના રહેવાસી આશિમ મુંડાનો પુત્ર હતો.
ગામની એક યુવતીને પ્રેમ કરતો હતો : પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બુધરામ મુડાનેને તે જ ગામની એક યુવતી સાથે પ્રેમ હતો. નક્સલવાદી સંગઠનમાં જોડાતા પહેલાંથી જ તે આ યુવતીના પ્રેમમાં હતો, પરંતુ કેટલાક કારણોસર તે માઓવાદ તરફ આગળ વધ્યો હતો. ધીમે ધીમે તે અમિત મુંડા અને બાદમાં ઇનામી નક્સલવાદી પ્રભાત મુંડા સાથે જોડાયો. છેલ્લા સાત વર્ષથી તે વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધિઓને અંજામ આપી રહ્યો હતો. નક્સલવાદી સંગઠને તેને એક વર્ષ પહેલાં વિસ્તારનો એરિયા કમાન્ડર બનાવ્યો હતો.
બુધરામ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો : ઉલ્લેખનીય છે કે પોલીસને બાતમી મળી હતી કે માઓવાદીઓ અમિત મુંડા ઉર્ફે લંબુ, પ્રભાત મુંડા ઉર્ફે મુખિયા તેમની ટુકડીના સભ્યો સાથે ખુંટીને અડીને આવેલા ગાઢ જંગલોને પોતાનું ઠેકાણું બનાવી ગુનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. આ માહિતી બાદ ગુરુવારે બપોરે માહિતીના આધારે કાર્યવાહી કરીને કોબ્રા 209, ખુંટી અને ચાઈબાસા જિલ્લા પોલીસે નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં નક્સલવાદી બુધરામ મુંડાને સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો.
- છત્તીસગઢમાં નક્સલવાદી એન્કાઉન્ટર, 21 કલાકમાં 8 નકસલીનો ખાત્મો, મૃતદેહ અને હથિયારો મળી આવ્યાં - ANTI NAXAL CAMPAIGN
- ઝારખંડમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ, એક નક્સલીનું એન્કાઉન્ટર - Jharkhand Naxalite Encounter