નવી દિલ્હી : સંસદના ચોમાસુ સત્ર 2024 માં જમ્મુ-કાશ્મીરનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. આ સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટ પર ઝાટકણી કાઢ્યાના એક દિવસ બાદ, નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે પણ લોકસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો.
રાહુલના આક્ષેપોનો જવાબ : રાહુલ ગાંધીએ કહ્યું કે, આ માત્ર પસંદગીના કેટલાક લોકો માટે છે. આમાં ભારતમાં પછાત જાતિઓની અવગણના કરવામાં આવી છે. રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ સત્તાધારી પક્ષના અનુરાગ ઠાકુરે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. આજનો દિવસ સંસદમાં વધુ એક સંભવિત હંગામો ભર્યો દિવસ રહેવાની અપેક્ષા છે.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, " my condolences to the bereaved families... i want to clarify something for the country... they kept on talking about early warning. i want to clarify that on july 23, the government of india gave an early warning to the… pic.twitter.com/pyi8WCFPq2
— ANI (@ANI) July 31, 2024
વાયનાડ ભૂસ્ખલન પર ચર્ચા : રાજ્યસભામાં વાયનાડ ભૂસ્ખલન પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. તેઓ પૂર્વ ચેતવણીની વાત કરી રહ્યા છે. હું સ્પષ્ટ કરવા માંગું છું કે ભારત સરકારે કેરળ સરકારને 23મી જુલાઈએ પૂર્વ ચેતવણી આપી હતી, જે ઘટનાના 7 દિવસ પહેલા હતી. ત્યારબાદ 24 અને 25 જુલાઈએ પણ ચેતવણી આપી હતી. 26 જુલાઈના રોજ ચેતવણી આપી હતી કે, 20 સેમીથી વધુ ભારે વરસાદની અપેક્ષા છે. સાથે જ ભૂસ્ખલન, માટી પ્રવાહ અને જાનહાનિ થવાની સંભાવના છે.
ચેતવણી આપી હતી : અમિત શાહે વધુમાં કહ્યું કે, સરકારની અર્લી વોર્નિંગ સિસ્ટમ પર સવાલો ઉઠી રહ્યા છે. સરકારે અર્લી વોર્નિંગ સિસ્ટમ માટે 2014 થી અત્યાર સુધીમાં 2000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આગોતરી ચેતવણી આપવામાં આવી હતી. તેથી જ 23 જુલાઈએ અમે NDRFની 9 ટીમો મોકલી હતી અને ગઈકાલે વધુ ત્રણ ટીમ મોકલી હતી. NDRF ટીમો જે દિવસે ઉતારી, તે દિવસે જ સતર્ક થઈ હોત તો ઘણું બચાવી શકાયું હોત.
Congress MP Charanjit Singh Channi moves a Privilege Motion notice in Lok Sabha, against Prime Minister Narendra Modi over expunged portions of BJP MP Anurag Thakur's remarks tweeted by him on X along with the whole speech video. pic.twitter.com/pBUlWREFQg
— ANI (@ANI) July 31, 2024
PM સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ : કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, મેં વડાપ્રધાન સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. મેં લોકસભા સ્પીકરને પત્ર લખ્યો છે કે જ્યારે વડાપ્રધાને X પર પોસ્ટ કરીને અનુરાગ ઠાકુર દ્વારા કરવામાં આવેલી કેટલીક વાંધાજનક ટિપ્પણીઓને સદનના રેકોર્ડમાંથી હટાવ્યા બાદ જાહેર કરી હતી. આ ગૃહની અવમાનના છે.