ETV Bharat / bharat

Maharashtra Gram Panchayat: વૃદ્ધોની સંભાળ નહિ રાખનારાઓને પંચાયતની સુવિધાઓ નહીં મળે, મહારાષ્ટ્ર ગ્રામ પંચાયતનો આવકારદાયક નિર્ણય - દરેક પંચાયતી સુવિધાથી વંચિત

મહારાષ્ટ્રમાં ડારિયા ગ્રામ પંચાયતે વૃદ્ધોની તરફેણમાં એક આવકારદાયક પગલું ભર્યું છે. પંચાયતે નિર્ણય લીધો છે કે જે લોકો તેમના વૃદ્ધ માતા-પિતાની સેવા નહિ કરે તેમને એક પણ પંચાયતીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે. Maharashtra Gram Panchayat Passes Resolution

વૃદ્ધોની સંભાળ નહિ રાખનારાઓને પંચાયતની સુવિધાઓ નહીં મળે

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2024, 9:10 PM IST

કોલ્હાપુર: ડારિયા ગામની પંચાયતે વૃદ્ધોની તરફેણમાં નિર્ણય લીધો છે. જેમાં સ્પષ્ટ સૂચના છે કે સરકારી કે ખાનગી કર્મચારી, વેપારી કે ખેડૂત વગેરે એ તેમના વૃદ્ધ માતા-પિતાની જ કાળજી લેવી જ પડશે. જો કાળજી નહિ લેતા ઝડપાશો તો એક પણ પંચાયતીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે.

વર્તમાન સમયમાં બદલાતી ન્યૂકલિયર ફેમિલી સીસ્ટમ સમાજમાં જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકોમાં તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવાની માનસિકતા નથી, જેના કારણે ઘરે ઝઘડાને કારણે માતા-પિતાને અલગ રાખવા અથવા વૃદ્ધાશ્રમમાં મોકલવાના કિસ્સાઓ વધી રહ્યા છે. માતા-પિતા માટે દુઃખની વાત છે કે તેમણે જેમને ઉછેર્યા હતા તેઓ વૃદ્ધાવસ્થામાં અલગ થઈ ગયા છે.

કોલ્હાપુર જિલ્લાની કરવીર તાલુકાના ડારિયાની ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે. જે બાળકો તેમના માતા-પિતાની કાળજી લેતા નથી તેમને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ બંધ કરવામાં આવશે.

ગામની તાજેતરમાં મળેલી ગ્રામસભામાં આ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય માટે ગામના શાસકો અને વિરોધીઓ સહમત થયા છે. આ નિર્ણયનો અસરકારક અમલ પણ કરવામાં આવશે. જો આ નિયમને તોડતા કોઈ પકડાશે તો ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠો બંધ કરવા તેમજ જરૂરી દસ્તાવેજો ઈશ્યૂ ન કરવા જેવી સજા કરાશે.

તાજેતરમાં યોજાયેલી ગ્રામસભામાં પૂર્વ સરપંચ સાહુ ચવ્હાણે આ દરખાસ્ત મૂકી હતી. શાસક પક્ષે આ દરખાસ્તને તાત્કાલિક મંજૂર કરવાનો નિર્ણય લીધો હતો. ડારિયાની ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલ આ નિર્ણય ગામના અનેક પરિવારો માટે રાહતરૂપ બનશે. આ નિર્ણયથી ઘણા વૃદ્ધ માતા-પિતાના દુઃખનો અંત આવશે. શાસક અને વિપક્ષને સાથે મળીને લીધેલ આ નિર્ણય અનુકરણીય છે.

  1. જાહેરમાં કચરો ફેંકતા પહેલા ચેતી જજો; સાયણ ગ્રામ પંચાયતે કચરો ફેંકતા બે લોકોને 500નો દંડ ફટકાર્યો
  2. આ ગ્રામ પંચાયતે ટેકનોલોજીના ઉપયોગથી શરૂ કરી ફરિયાદ 'સેવા', ગ્રામજનોને ધક્કા ખાવા માંથી મળશે મુક્તિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.