નવી દિલ્હી: જંગપુરા વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદિયાએ જંગપુરાથી પોતાનો ચૂંટણી પ્રચારની શરુઆત કરી દીધી છે. તેઓએ ચૂંટણી અભિયાનની શરુઆત ભગવાન રામના આશિર્વાદની સાથે કરી. મનીષ સિસોદિયા પોતાની પત્ની સાથે મંદિર દર્શનાર્થે પહોંચ્યા. ત્યાં તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવવા માટે જંગપુરાથી ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો હતો. તેઓ ભગવાન રામ અને ભગવાન હનુમાનના દર્શનાર્થે આવ્યા હતા. સિસોદિયાએ કહ્યું કે, 'ભાજપવાળા મકાન શોધી રહ્યા છે. અમે રામ શોધી રહ્યા છીએ'.
તેમણે વિશ્વાસ દર્શાવ્યો કે, આ સીટ પર ફરી એક વાર AAPની જીત થશે, તેઓએ ચૂંટણી પ્રચારની શરુઆત મંદિર દર્શનની સાથે કરી હતી. તેઓએ સવારે સવારે ભગવાન શ્રી રામ અને બજરંગબલીના દર્શન કર્યા હતા અને આશિર્વાદ પણ લીધા હતા. પટપડગંજથી ધારાસભ્ય મનીષ સિસોદિયા આ વખતે જંગપુરાથી ચૂંટણી મેદાને ઉતર્યા છે. પાર્ટીએ આ વખતે સીટ બદલી નાખી છે.
મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, આજે જંગપુરા વિધાન સભાથી અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રીના સંકલ્પ સાથે ચૂંટણી પ્રચાર શરુ કરી રહ્યો છું. આજે મારી સાથે ધારાસભ્ચ પ્રવિણકુમારના પરિવાર સાથે મારી પત્ની સીમા સિસોદિયાએ ભગવાન શ્રી રામના આશિર્વાદ લીધો હતો. સીટ બદલાવ પર તેમણે જણાવ્યું કે, હું જ બદલાઇ રહ્યો છું, જંગપુરાના કાર્યકરો પહેલાથી જ ચૂંટણી લડી રહ્યા છે. જંગપુરાના લોકો અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી આ વિધાનસભાથી હંમેશા જીતતી રહી છે. આ વખતે આશા છે કે, આ વિધાનસભા સીટ પરથી પાર્ટી ચૂંટણી જીતશે. જંગપુરા સીટ પર હાલના ધારાસભ્ય પ્રવિણ કુમાર છે.
#WATCH दिल्ली: जंगपुरा से अपनी उम्मीदवारी पर AAP नेता मनीष सिसोदिया ने कहा, " मैंने अरविंद केजरीवाल को मुख्यमंत्री बनाने के लिए जंगपुरा निर्वाचन क्षेत्र से चुनाव प्रचार शुरू कर दिया है..." pic.twitter.com/xEAMLGhnhg
— ANI_HindiNews (@AHindinews) December 10, 2024
સિસોદિયાએ કહ્યું કે, "ભાજપને આ સમસ્યા થઇ ગઇ છે કે, તેમની પાસે દિલ્હીમાં ચૂંટણી લડવા માટે કોઇ કામ નથી. લોકો તેમની પાસે હરિયાણા અને ઉત્તર પ્રદેશની શાળાઓને મળતા પૈસાનો હિસાબ માંગી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, શાળા અને હોસ્પિટલોને મળતા પૈસા ક્યાં ગયા. લોકો હોસ્પિટલ વિશે પૂછે છે તો, આ જવાબમાં કેજરીવાલના બંગલાનો જવાબ આપે છે, લોકો કહે છે કે, કેજરીવાલે શાળાઓ બનાવી. તો ભાજપ વાળા કહે છે કે, કેજરીવાલે બંગલો બનાવ્યો છે. ભાજપની ઘણા રાજ્યોમાં સરકાર છે. દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બની ધમકીના કોલ્સ આવી જાય છે."
શીશમહેલના સવાલ પર સિસોદિયાએ શું કહ્યું.
વિપક્ષનો સતત તેમના આવાસને લઇને ઉઠાવેલા સવાલો પર સિસોદિયાએ કહ્યું કે, આ લોકો કેજરીવાલના બંગલા-બંગલાની રાડો પાડી રહ્યા છે. આ લોકોમાં થોડી શરમ બચી છે. તો આ લોકો દિલ્હીના લોકોને જણાવે અને માફી માંગે કે, દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા કેમ કથળી ગયા છે? કાયદા અને વ્યવસ્થા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપે જવાબ આપવો જોઇએ. મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયાએ કહ્યું કે, દરેક ચૂંટણી પડકારજનક હોય છે. ભગવાનનો આશિર્વાદ છે. કાર્યકરો દરેક વિધાનસભા પર મહેનત કરી રહ્યા છે. અહીં પણ કરીશું અને જંગપુરાથી ચૂંટણી જીતીશું.
આ પણ વાંચો: