ETV Bharat / bharat

મનીષ સિસોદિયાએ ED અને CBIના બંને કેસમાં વચગાળાના જામીન માંગતી અરજી કરી - Manish Sisodia - MANISH SISODIA

તિહાર જેલમાં બંધ મનીષ સિસોદિયાએ આગામી લોકસભા ચૂંટણી પ્રચાર માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરી છે. AAP નેતાની અરજી પર આજે સુનાવણી થશે. Manish Sisodia Interim Bail Petition ED CBI Rouse Avenue Court

મનીષ સિસોદિયાએ ED અને CBIના બંને કેસમાં વચગાળાના જામીન માંગતી અરજી કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 3:38 PM IST

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને દારૂ કૌભાંડ કેસમાં આરોપી AAP નેતા મનીષ સિસોદિયાએ શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરી છે. જેમાં મુખ્ય કારણ લોકસભા ચૂંટણી પ્રચાર રજૂ કરાયું છે. સિસોદિયાએ ED અને CBI બંને કેસમાં વચગાળાના જામીન માંગ્યા છે. AAP નેતાની અરજી પર આજે બપોરે સુનાવણી થશે.

24 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈઃ મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. 10 એપ્રિલે તેમની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થતાં સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી હતી. દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત CBI કેસની સુનાવણી કરતી વખતે, રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 24 એપ્રિલ સુધી લંબાવી છે.

વીડિયો કોન્ફરન્સથી રજૂ કરાયાઃ ઉપરાંત, કોર્ટ એ જ દિવસે ચાર્જશીટમાં કરાયેલા તમામ આરોપો પર દલીલો સાંભળશે. આજે, સીબીઆઈ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી, ત્યારબાદ તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

જામીન અરજી પેન્ડિંગઃ સિસોદિયાએ કોર્ટમાં નિયમિત જામીન અરજી પણ કરી છે જે હાલ પેન્ડિંગ છે. રેગ્યુલર જામીન અરજી પર 15 એપ્રિલે સુનાવણી થવાની છે. 10 એપ્રિલના રોજ નિયમિત જામીન અરજી પર સુનાવણી દરમિયાન, EDએ કહ્યું હતું કે અદાલતે નક્કી કરવાની જરૂર છે કે શું કેસ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે? EDએ કહ્યું હતું કે કોર્ટ હજુ એ નિષ્કર્ષ પર પહોંચી શકતી નથી કે સિસોદિયા દોષિત નથી.

  1. Sisodia Custody Extended: મનીષ સીસોદીયા સાથે થેયલા દુર્વ્યવહાર મામલે 'આપ' અને ભાજપ નેતા આમને-સામને, દિલ્હી પોલીસનો ખુલાસો
  2. કંચન જરીવાલાનો કિડનેપ મામલે નનૈયો, આપે લગાવ્યો હતો ભાજપ પર આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.