ગુવાહાટી: આ મહિનાની શરૂઆતમાં મણિપુરમાં હિંસાનો ભોગ બનેલા 12 કુકી અને હમર કામદારોના અંતિમ સંસ્કાર 5 ડિસેમ્બરે કરવામાં આવશે. જ્યારે 'ઇન્ડિજીનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમ' (ITLF) એ મૃતકોના સન્માનમાં આ દિવસે સંપૂર્ણ રાજ્યમાં બંધનું એલાન કર્યું છે.
ITLF નેતૃત્વએ શનિવારે આ વાત કહી અને કહ્યું કે, ITLF દ્વારા શહીદ જાહેર કરાયેલા મૃતકોના સન્માનમાં એક મૌન રેલી પણ કાઢવામાં આવશે. 11 નવેમ્બરના રોજ મણિપુરના જીરીબામ જિલ્લાના બોરોબેકરા અને જાકુરધોર વિસ્તારોમાં એન્કાઉન્ટર દરમિયાન સીઆરપીએફ દળો દ્વારા માર્યા ગયેલા 10 લોકોનો સમાવેશ થાય છે. રાજ્યના જીરીબામ જિલ્લામાં તાજેતરની હિંસા દરમિયાન એક મહિલા સહિત અન્ય બે મૃતકોની અજાણ્યા બદમાશો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
12 મૃતકોના મૃતદેહોને પહેલા આસામના કચર જિલ્લાની સિલચર મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને બાદમાં ચુરાચંદપુર પરત લઈ જવામાં આવ્યા હતા. ત્યારથી મૃતદેહોને ચુરાચંદપુર સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા. ITLFએ શનિવારે જણાવ્યું હતું કે, "અમારા બાર શહીદોને 5 ડિસેમ્બર, 2024 ના રોજ સંપૂર્ણ આદર અને સન્માન સાથે દફનાવવામાં આવશે. શોક કાર્યક્રમ તુઇબુઓંગના શાંતિ મેદાનમાં યોજાશે. શહીદોની અંતિમ વિદાય તેમના પરિવારો દ્વારા કરવામાં આવશે. 4 ડિસેમ્બરની બપોરે શહીદો માટે વિશાળ મૌન રેલી કાઢવામાં આવશે."
શહીદોના મૃતદેહને સાર્વજનિક મેદાન હિયાંગતમ લામકા ખાતે લઈ જવામાં આવશે, જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. ત્યાર બાદ લોકો સાથે મૌન રેલીમાં મૃતદેહોને શાંતિ મેદાનમાં લઈ જવામાં આવશે. ITLFએ વધુમાં જણાવ્યું હતું કે, ફોરેન્સિક અને કાનૂની નિષ્ણાતો દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટની એકસાથે તપાસ કરવામાં આવી હતી. ITLF એ કહ્યું હવું કે, "વધુ કાનૂની બાબતો ITLFના કાનૂની સેલ દ્વારા લેવામાં આવશે." તેમણે કહ્યું કે, "અમારા શહીદોના સન્માનના ચિહ્ન તરીકે 5 ડિસેમ્બરે સંપૂર્ણ બંધ રહેશે."
આ પણ વાંચો: