ગુવાહાટી: મણિપુરના કુકી ઝો સમુદાયના આદિવાસી નેતાઓએ મણિપુરના જીરીબામમાં તાજેતરની હિંસા દરમિયાન CRPF જવાનો દ્વારા ગોળી મારવામાં આવેલા 10 'ગ્રામીણ સ્વયંસેવકો'ના મૃત્યુની વિગતવાર તપાસની માંગ કરી હતી. કુકી સમુદાયના લોકોએ ગુરુવારે ચુરાચંદપુરના લામકા ખાતે શોક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને હિંસા દરમિયાન માર્યા ગયેલા 12 નાગરિકોને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
આ 12 લોકોમાં 11 નવેમ્બરે CRPF સાથેના એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયેલા 10 યુવાનોનો સમાવેશ થાય છે. અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા અન્ય બે લોકોની હત્યા કરવામાં આવી હતી. એન્કાઉન્ટર બાદ તેમના મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યા હતા. બુધવારે સાંજે મૃતદેહોને શબગૃહમાંથી તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા. આ પછી, તેમને લામકામાં અંતિમયાત્રામાં લાવવામાં આવ્યા હતા. તમામ આદિવાસી આગેવાનોએ તેમના શબપેટીઓને પરંપરાગત શાલ ઓઢાડીને શ્રદ્ધાંજલિ આપી હતી.
મિઝોરમના એક પ્રતિનિધિમંડળે, જેમાં પડોશી રાજ્ય મિઝોરમના યુથ મિઝો એસોસિએશન (CYMA) ના નેતાઓ અને મિઝોરમના મુખ્યમંત્રીના સલાહકાર, પુ ગિંજલાલ હૌઝેલ, પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે શબપેટી પર પરંપરાગત શાલ ઓઢાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પછી, મૃતદેહોને બપોરે કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મૃતકોના પરિવારજનોએ વક્તવ્ય આપ્યું હતું અને ગામના સ્વયંસેવકો દ્વારા બંદૂકની સલામી આપવામાં આવી હતી.
દરમિયાન, ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF) એ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લખેલા પત્રમાં 10 કુકી યુવાનોની હત્યાની ન્યાયિક તપાસની માંગ કરી છે. ITLF એ મણિપુરમાં કુકી ઝો લોકો માટે અલગ વહીવટનો પાયો નાખવાની પણ વિનંતી કરી છે.
ITLFએ કેન્દ્ર સરકારને યાદ અપાવ્યું કે, મણિપુરમાં છેલ્લા 19 મહિનાથી જાતીય સંઘર્ષ ચાલી રહ્યો છે. સામાન્ય સ્થિતિ પાછા ફરવાના કોઈ ચિહ્નો દેખાતા નથી અને લઘુમતી કુકી સમુદાય મૈતેઈ ઉગ્રવાદિયો, સાંપ્રદાયિક રાજ્ય સરકાર અને હવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના હાથે પીડાય છે.
આ પણ વાંચો: