ETV Bharat / bharat

રોબર્ડ વાડ્રા અમેઠીથી ચૂંટણી લડે તેવા એંધાણ, થઈ શકે છે સ્મૃતિ ઈરાની સાથે સીધી ટક્કર - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં 17 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની છે. જો કે કૉંગ્રેસે હજુ સુધી રાયબરેલી અને અમેઠી બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા નથી. કૉંગ્રેસના રાષ્ટ્રીય મહા સચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ અમેઠીની જનતા વચ્ચે જઈને તેમના માટે કામ કરવાની ઈચ્છા વ્યકત કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024

રોબર્ડ વાડ્રા અમેઠીથી ચૂંટણી લડે તેવા એંધાણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 9:02 PM IST

લખનઉઃ દેશની સૌથી હાઈ પ્રોફાઈલ બેઠકો પૈકીની 2 બેઠકો ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી છે. આ બેઠકો પર કોણ ઉમેદવાર હશે તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આ દરમિયાન રોબર્ટ વાડ્રાએ અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમના એક નિવેદન અનુસાર જનતા ઈચ્છે છે કે હું રાજકારણમાં આવું. જો મને તક મળશે તો હું અમેઠીની જનતા વચ્ચે જઈને તેમના માટે વિકાસકાર્યો કરવા ઈચ્છીશ. તેમણે કહ્યું કે, મેં પ્રિયંકા ગાંધી સાથે પહેલીવાર 1999માં અમેઠીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

સતત સક્રિયા હોવાનો દાવોઃ રોબર્ટ વાડ્રાએ જણાવ્યું કે, હું અમેઠી, રાયબરેલી, જગદીશપુર અને સુલતાનપુરમાં સતત સક્રિય રહ્યો છું. આજે પણ અમેઠીની જનતા મારી સાથે જોડાયેલા છે. મારા જન્મદિવસ પર તીજના તહેવાર પર જનતા મને શુભેચ્છા પાઠવે છે. જનતાની ઈચ્છા અનુસાર હું રાજકારણમાં પહેલું પગલું ભરીને સાંસદ માત્ર અમેઠીમાંથી જ બનીશ. રોબર્ટ વાડ્રાના આ નિવેદન બાદ ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.

વર્તમાન સાંસદ પર વાકપ્રહારઃ રોબર્ટે ANIને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, હું ચોક્કસ અમેઠી અને રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ આ વિસ્તારની પ્રગતિ વિશે વાત કરે તેવું ઈચ્છું છું. વર્તમાન સાંસદે જનતા ભલાઈ અને સુરક્ષાની વાત કરવી જોઈએ અને ભેદભાવનું રાજકારણ ન કરવું જોઈએ. અમેઠીની જનતા વર્તમાન સાંસદથી ખૂબ નારાજ છે. જનતાને લાગે છે કે તેમણે ભૂલ કરી છે, કારણ કે સાંસદ આ વિસ્તારની વધુ મુલાકાત લેતા નથી. તેઓ કોઈ પ્રગતિ વિશે વિચારતા નથી, તેઓ માત્ર એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગાંધી પરિવાર સામે કોઈ પણ મૂળભૂત પ્રશ્નને કેવી રીતે કરી શકાય. ફક્ત અવાજ કરો અને તમારી સ્થિતિનો દુરુપયોગ કરો. તેથી હું જોઉં છું કે મોટાભાગે વર્તમાન સાંસદ આમાં વ્યસ્ત છે. જ્યારે ગાંધી પરિવારે વર્ષોથી અમેઠી, રાયબરેલી, સુલતાનપુર, જગદીશપુર અને તમામ વિસ્તારોમાં સખત મહેનત કરી છે.

સ્મૃતિ ઈરાનીને મત આપ્યાનો અફસોસઃ રોબર્ટ વાડ્રાએ અમેઠીની જનતાએ સ્મૃતિ ઈરાનીને મત આપીને ભૂલ કરી હોવાનો અહેસાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હું ફરીથી કહીશ કે જ્યારે અમેઠીની જનતાને લાગે છે કે સ્મૃતિજીને જીતાડીને તેમણે ભૂલ કરી છે. રાહુલને ત્યાંથી બીજો મતવિસ્તાર શોધવો પડ્યો. જનતા ઈચ્છે છે કે ગાંધી પરિવારના કોઈપણ સભ્ય પાછા ફરે. ગાંધી પરિવારનો સભ્યને જંગી બહુમતીથી જનતા જીતાડશે. જો હું રાજકારણમાં મારું પહેલું પગલું ભરીશ અને સાંસદ બનવાનું વિચારીશ તો હું માત્ર અમેઠીનું પ્રતિનિધિત્વ કરીશ કારણ કે, મેં પ્રિયંકા ગાંધી સાથે પહેલીવાર 1999માં અમેઠીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

જન્મ દિવસની ઉજવણીઃ રોબર્ટ વાડ્રાએ પોતાનો જન્મ દિવસ અમેઠીની જનતા ઉજવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મારા જન્મ દિવસ પર અમેઠીની જનતા કેક કાપીને લંગર પીરસે છે. તેઓ જાણે છે કે હું લોકોની વચ્ચે રહું છું અને વિકલાંગ લોકો અને અંધ બાળકો માટે હું અનેક સેવાકાર્યો કરું છું. જો કે યુ પી કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ સી પી રાયે આ અંગે કોઈ નિવેદન આપવાનો ઈનકાર કર્યો હતો.

  1. Robert Vadra: હરિયાણાના CMના OSDનું નિવેદન - રોબર્ટ વાડ્રાને કોઈ કૌભાંડમાં ક્લીનચીટ નથી મળી
  2. વાડ્રાનું વિધ્ન વધ્યું, ધરપકડ પર સ્ટે આપવાની અરજી કોર્ટે ફગાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.