ETV Bharat / bharat

Loksabha Election 2024: પંજાબમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે-ભગવંત માન

author img

By ANI

Published : Jan 24, 2024, 9:44 PM IST

પંજાબ મુખ્ય પ્રધાન ભગવંત માને જણાવ્યું કે, પંજાબની 13 લોકસભા બેઠકો આમ આદમી પાર્ટી જીતશે અને સમગ્ર દેશમાં પંજાબ નાયક તરીકે ઉભરી આવશે. પંજાબમાં પંજાબમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024 Punjab AAP Congress 13 Seats

પંજાબમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે

ચંદીગઢઃ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને બુધવારે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 2024માં આમ આદમી પાર્ટી પંજાબમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. ભગવંત માને દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી પંજાબની 13 લોકસભા બેઠકો પણ વિજય મેળવશે. ભગવંત માનના આ નિવેદન અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી પણ પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસ સાથેના ગઠબંધનને નકારી ચૂક્યા છે.

  • #WATCH | On TMC leader Mamata Banerjee saying "Will fight alone" during Lok Sabha polls in Bengal, Punjab CM & AAP leader Bhagwant Mann says, "...In Punjab, we will not do anything (alliance with Congress) like that, we have nothing with Congress." pic.twitter.com/JVBY8FtjJV

    — ANI (@ANI) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

#WATCH | On TMC leader Mamata Banerjee saying "Will fight alone" during Lok Sabha polls in Bengal, Punjab CM & AAP leader Bhagwant Mann says, "...In Punjab, we will not do anything (alliance with Congress) like that, we have nothing with Congress." pic.twitter.com/JVBY8FtjJV

— ANI (@ANI) January 24, 2024

આમ આદમી પાર્ટી 28 પક્ષોના ગઠબંધન એવા ઈન્ડિયા અલાયન્સનું સભ્ય છે. જેમાં કૉંગ્રેસ, ટીએમસી, માર્ક્સવાદી કોમ્યૂનિસ્ટ પાર્ટી, નીત વામ મોર્ચા વગેરે જેવા કુલ 28 પક્ષ સામેલ છે. પંજાબના મુખ્ય પ્રધાને આ નિવેદન એવા સમયે આપ્યુ છે કે જ્યારે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં પંજાબ ઉપરાંત દિલ્હી, હરિયાણા, ગોવા અને ગુજરાતમાં બેઠક ફાળવણીને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જો કે આમ આદમી પાર્ટીએ ચંદીગઢ મહાપૌર ચૂંટણીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ છે.

ભગવંત માનને કૉંગ્રેસ સાથેના ગઠબંધન વિષયક સવાલ પુછવામાં આવ્યો હતો. તેમણે આ સવાલના જવાબમાં જણાવ્યું કે, પંજાબની 13 લોકસભા બેઠકો આમ આદમી પાર્ટી જીતી રહ્યું છે, અને પંજાબ સમગ્ર દેશમાં નાયકની જેમ ઉભરી આવશે. પંજાબમાં ભગવંત માટે લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો નનૈયો ભણી દીધો છે. ભગવંત માને 13 લોકસભા બેઠકો પર સંભવિત ઉમેદવારના નામોની ચર્ચા થઈ ચૂકી હોવાનું જણાવ્યું હતું. માને જણાવ્યું કે, અમે કુલ 40 ઉમેદવારોના નામોની ચર્ચા કરી છે.

ભગવંત માને કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ પત્રકારોને કહ્યું કે, દરેક લોકસભા ક્ષેત્રમાં 3થી 4 સંભવિત ઉમેદવારો છે. સર્વેક્ષણ કર્યા બાદ કયો ઉમેદવાર કઈ બેઠક પર સક્ષમ હરિફાઈ પૂરી પાડી શકશે તેના આધારે બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવશે. ભગવંત માન સિવાય પણ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ કૉંગ્રેસ સાથે સમજૂતિ કરવાનો વિરોધ કરી રહ્યા છે.

  1. Gurpatwant Singh Pannu: SFJ ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના CM ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી
  2. Chhattisgarh Assembly Election 2023: છત્તીસગઢને ડબલ એન્જિન નહીં, નવા એન્જિનની જરૂર છે- ભગવંત માન

ચંદીગઢઃ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને બુધવારે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 2024માં આમ આદમી પાર્ટી પંજાબમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. ભગવંત માને દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી પંજાબની 13 લોકસભા બેઠકો પણ વિજય મેળવશે. ભગવંત માનના આ નિવેદન અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી પણ પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસ સાથેના ગઠબંધનને નકારી ચૂક્યા છે.

  • #WATCH | On TMC leader Mamata Banerjee saying "Will fight alone" during Lok Sabha polls in Bengal, Punjab CM & AAP leader Bhagwant Mann says, "...In Punjab, we will not do anything (alliance with Congress) like that, we have nothing with Congress." pic.twitter.com/JVBY8FtjJV

    — ANI (@ANI) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આમ આદમી પાર્ટી 28 પક્ષોના ગઠબંધન એવા ઈન્ડિયા અલાયન્સનું સભ્ય છે. જેમાં કૉંગ્રેસ, ટીએમસી, માર્ક્સવાદી કોમ્યૂનિસ્ટ પાર્ટી, નીત વામ મોર્ચા વગેરે જેવા કુલ 28 પક્ષ સામેલ છે. પંજાબના મુખ્ય પ્રધાને આ નિવેદન એવા સમયે આપ્યુ છે કે જ્યારે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં પંજાબ ઉપરાંત દિલ્હી, હરિયાણા, ગોવા અને ગુજરાતમાં બેઠક ફાળવણીને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જો કે આમ આદમી પાર્ટીએ ચંદીગઢ મહાપૌર ચૂંટણીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ છે.

ભગવંત માનને કૉંગ્રેસ સાથેના ગઠબંધન વિષયક સવાલ પુછવામાં આવ્યો હતો. તેમણે આ સવાલના જવાબમાં જણાવ્યું કે, પંજાબની 13 લોકસભા બેઠકો આમ આદમી પાર્ટી જીતી રહ્યું છે, અને પંજાબ સમગ્ર દેશમાં નાયકની જેમ ઉભરી આવશે. પંજાબમાં ભગવંત માટે લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો નનૈયો ભણી દીધો છે. ભગવંત માને 13 લોકસભા બેઠકો પર સંભવિત ઉમેદવારના નામોની ચર્ચા થઈ ચૂકી હોવાનું જણાવ્યું હતું. માને જણાવ્યું કે, અમે કુલ 40 ઉમેદવારોના નામોની ચર્ચા કરી છે.

ભગવંત માને કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ પત્રકારોને કહ્યું કે, દરેક લોકસભા ક્ષેત્રમાં 3થી 4 સંભવિત ઉમેદવારો છે. સર્વેક્ષણ કર્યા બાદ કયો ઉમેદવાર કઈ બેઠક પર સક્ષમ હરિફાઈ પૂરી પાડી શકશે તેના આધારે બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવશે. ભગવંત માન સિવાય પણ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ કૉંગ્રેસ સાથે સમજૂતિ કરવાનો વિરોધ કરી રહ્યા છે.

  1. Gurpatwant Singh Pannu: SFJ ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના CM ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી
  2. Chhattisgarh Assembly Election 2023: છત્તીસગઢને ડબલ એન્જિન નહીં, નવા એન્જિનની જરૂર છે- ભગવંત માન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.