દિલ્હીઃ આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થવાનું છે. જે સંદર્ભે મતગણતરી ચાલી રહી છે. રાજકીય દિગ્ગજોના ભાવિ આજે નક્કી થવાના છે. કોની સરકાર બનશે તે યક્ષ પ્રશ્ન છે. આ યક્ષ પ્રશ્નનો જવાબ આખા દેશને આજે મળશે.
1.20 PM
કન્નૌજમાં સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યકરો ઉજવણીના મૂડમાં: સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યકરો ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ઉજવણી કરી રહ્યા છે, કારણ કે ચૂંટણી પંચના સત્તાવાર વલણો મુજબ પક્ષ 36 બેઠકો પર આગળ છે. ઉજવણી દરમિયાન, પાર્ટીના વડા અખિલેશ યાદવને 'ભાવિ વડાપ્રધાન' તરીકે દર્શાવતું પોસ્ટર જોવા મળ્યું હતું. ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, કન્નૌજમાં અખિલેશ યાદવ 78,627 મતોથી આગળ છે.
1:07 PM
આસનસોલમાં TMC ઉમેદવાર શત્રુઘ્ન સિંહા આગળ: TMC કાર્યકરો પશ્ચિમ બંગાળના આસનસોલમાં ઉજવણી કરી રહ્યાં છે. વલણો અનુસાર, પાર્ટીના ઉમેદવાર શત્રુઘ્ન સિંહા મતવિસ્તારમાં આગળ છે.
12:49 PM
સીતા મુર્મુ ઝારખંડની દુમકા સીટથી 12,249 વોટથી આગળ: ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ભાભી સીતા મુર્મુ ઝારખંડની દુમકા સીટ પરથી 12,249 વોટથી આગળ છે.
12:43 PM
પ્રજ્વલ રેવન્ના હસન લોકસભા મતવિસ્તારમાં 23418 મતોથી પાછળ: સસ્પેન્ડેડ JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્ના હાસન લોકસભા મતવિસ્તારમાં 23418 મતોથી પાછળ છે.
12:32 PM
અખિલેશ યાદવ 64,511 મતોથી આગળ: સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા સીટથી 64,511 મતોથી આગળ છે. ભાજપના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા 41,622 મતોથી પાછળ છે. ભાજપના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા ઝારખંડના ખુંટી મતવિસ્તારમાંથી 41,622 મતોથી પાછળ છે.