ETV Bharat / bharat

લોકસભા ચૂંટણીને લઈને પૂર્વોત્તર રાજ્યોમાં ધુંઆધાર મતદાન, પ્રથમ તબક્કામાં 21 રાજ્યો સામેલ - Lok Sabha election 2024 - LOK SABHA ELECTION 2024

આજથી લોકસભા ચૂંટણી 2024 નો પ્રારંભ થયો છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થશે. પૂર્વોત્તર રાજ્યોમાં ધુંઆધાર મતદાન નોંધાઈ રહ્યું છે. ઉપરાંત આજે બિહાર રાજ્યની ચાર અને ઉત્તરપ્રદેશ રાજ્યની આઠ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જુઓ લોકસભા ચૂંટણી 2024 ની લાઈવ અપડેટ

લોકસભા ચૂંટણીને લઈને પૂર્વોત્તર રાજ્યોમાં ધુંઆધાર મતદાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 19, 2024, 12:05 PM IST

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024 આજથી શરૂ થઈ રહી છે. મજબૂત વ્યવસ્થા વચ્ચે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થશે. મળતી માહિતી મુજબ પહેલા તબક્કામાં લગભગ 1600 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં નવ કેન્દ્રીય મંત્રીઓ અને બે પૂર્વ મુખ્યપ્રધાનો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પૂર્વોત્તર રાજ્યોમાં શાંતિપૂર્ણ માહોલ જોરદાર મતદાન થઈ રહ્યું હોવાની માહિતી સામે આવી છે.

પૂર્વોત્તર રાજ્યોમાં મતદાન : લોકસભા ચૂંટણી 2024 પ્રથમ તબક્કામાં અરુણાચલ પ્રદેશની બે બેઠક અરુણાચલ પશ્ચિમ અને અરુણાચલ પૂર્વ તથા આસામની પાંચ બેઠક પર મતદાન થશે, જેમાં કાઝીરંગા, સોનિતપુર, લખીમપુર, ડિબ્રુગઢ અને જોરહાટનો સમાવેશ થાય છે. આ સિવાય આજે મણિપુરની બે લોકસભા બેઠક ઇનર મણિપુર અને આઉટર મણિપુર પર પણ મતદાન થશે. મેઘાલયની શિલોંગ અને તુરા અને ત્રિપુરા પશ્ચિમ બેઠક પર પણ મતદાન થશે. આ તબક્કામાં મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં પણ મતદાન થશે.

વિધાનસભા ચૂંટણી 2024 : અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં લોકસભા સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન શરૂ થઈ ગયું છે. અરુણાચલ પ્રદેશની તમામ 60 વિધાનસભા બેઠકો અને સિક્કિમની 32 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે.

ત્રિપુરાના સીએમ સાહાએ વોટ આપ્યો : ત્રિપુરાના મુખ્યપ્રધાન માણિક સાહાએ અગરતલામાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો. વોટ આપ્યા બાદ સાહાએ કહ્યું કે, વોટ આપ્યા બાદ મને ખૂબ સારું લાગે છે. દરેકે મતદાન કરવું જોઈએ અને વિકાસ વિશે વિચારતી હોય તેવી સરકાર સત્તામાં આવવી જોઈએ. લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજવી જોઈએ.

મેઘાલયમાં સાંસદ લાઈનમાં ઉભા રહ્યા : મેઘાલયમાં NPP સાંસદ અને તુરા બેઠકના ઉમેદવાર અગાથા સંગમા વોલબકગ્રેએ સામાન્ય નાગરિક જેમ વોટ આપ્યો હતો. તેઓ મતદાન મથકની બહાર લાઈનમાં ઉભા રહીને પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સના તુરામાં મતદાન મથકની બહાર મોટી સંખ્યામાં મતદારો કતારમાં ઉભા છે. તે જ સમયે રાજ્યના સીએમ કોનરાડ સંગમા પણ મતદાન કરવા માટે અહીં પહોંચ્યા હતા.

અરુણાચલ પ્રદેશમાં મતદાન : અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુએ તવાંગમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યા બાદ કહ્યું કે, આજે લોકશાહીનો મહાપર્વ અને લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મને આશા છે કે આ વર્ષે મતદારોની સંખ્યા 2019 ના મતદારો કરતાં વધી જશે. ભાજપ રાજ્યમાં ઇતિહાસ રચવા જઈ રહી છે. અમે બંને લોકસભા બેઠક પણ જીતીશું. ગત ચૂંટણીમાં ભાજપને 41 બેઠકો મળી હતી. અમને આશા છે કે આ વખતે ભાજપને 60 માંથી 60 બેઠક મળશે.

બિહારમાં લોકસભા ચૂંટણી 2024 : બિહારમાં 4 લોકસભા બેઠક પર સવારે 11 વાગ્યા સુધી 16.63 ટકા મતદાન થયું છે. લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કા હેઠળ બિહારની ચાર બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં ઔરંગાબાદ, નવાદા, ગયા અને જમુઈ સીટનો સમાવેશ થાય છે. 2019માં તમામ બેઠક પર NDA નો વિજય થયો હતો. નક્સલ પ્રભાવિત વિસ્તારમાં સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલશે.

બિહારમાં 11 વાગ્યા સુધીમાં મતદાન : બિહારમાં સવારે 11 વાગ્યા સુધીમાં 7.88 ટકા મતદાન થયું છે. જેમાં જમુઈમાં 9.12 ટકા, ગયામાં 14.50 ટકા, નવાદામાં 6.15 ટકા અને ઔરંગાબાદમાં 15.04 ટકા મતદાન થયું છે.

ઉત્તરપ્રદેશની આઠ બેઠકો પર મતદાન : લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કા હેઠળ ઉત્તરપ્રદેશની આઠ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં રામપુર, પીલીભીત, સહારનપુર, કૈરાના, નગીના, મુઝફ્ફરનગર, બિજનૌર અને મુરાદાબાદ બેઠકનો સમાવેશ થાય છે. સવારે 11 વાગ્યા સુધીમાં બિજનૌરમાં 25.50 ટકા, કૈરાનામાં 25.89 ટકા, મુરાદાબાદમાં 23.35 ટકા, મુઝફ્ફરનગરમાં 22.62 ટકા, નગીનામાં 26.89 ટકા, પીલીભીતમાં 26.94 ટકા, રામપુરમાં 20.71 ટકા અને સહારનપુરમાં તે 29.84 ટકા મતદાન નોંધાયું છે.

  1. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ, બે રાજ્યમાં ચૂંટણી હિંસાના અહેવાલ મળ્યાં
  2. ભારતમાં આજે લોકસભા ચૂંટણી 2024 પહેલા ચરણનું મતદાન, ગૂગલ ડૂડલની નોંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.