નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચ (ECI) એ છ રાજ્યો ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગૃહ સચિવ તેમજ મિઝોરમ અને હિમાચલમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને દૂર કરવાના આદેશો બહાર પાડ્યાં છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને પણ હટાવવા માટે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી છે અને તેમના સ્થાને ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને પશ્ચિમ બંગાળના નવા ડીજી બનાવવામાં આવ્યાં છે.
આ સિવાય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવો, જેઓ પોતપોતાના મુખ્યમંત્રી કાર્યાલયમાં ચાર્જ સંભાળી રહ્યા હતા, તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી નિરીક્ષકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે કેટલાક વધારાના કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવવાની કાર્યવાહી કરી છે.વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા જાળવી રાખીને નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાના ચૂંટણી પંચના પ્રયાસોના ભાગરૂપે આ ફેરફાર અને બદલીની પ્રક્રિયા કરવામાં આવી છે.
ગુજરાતના ગૃહ સચિવને પણ હટાવાયા: ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી સહિત છ રાજ્યના ગૃહ સચીવોને હટાવ્યા છે. બધા જ ગૃહ સચીવો પાસે વધારાનો ચાર્જ હતો. તેમના સ્થાને કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને ગુજરાતના અધિક ગૃહ સચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.લોકસભા ચુંટણી તટસ્થ અને ન્યાયી કરવા માટે ચુંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચીવને હટાવવામાં આવ્યા છે. આ રાજ્યોમાં ચુંટણી દરમિયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પંચ દ્વારા ગૃહ સચીવને હટાવવામાં આવ્યા છે. ગુજરાતના ગૃહ સચીવ પંકજ જોશીને પણ હટાવવાનો આદેશ પંચે કર્યો છે.
કોણ છે પંકજ જોશી: તેઓ વર્ષ 1989 બેચના આઇએએસ અધિકારી છે. તેમણે અગાઉ નાણા, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગમાં પણ સચીવ તરીકે ફરજ બજાવી છે. પંકજ જોશી અધિક ગૃહ સચીવ તરીકે કાર્યરત હતા. ગૃહ સચીવ તરીકે મુકેશ પુરી નિવૃત થયા બાદ તેમના સ્થાને પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પકજ જોશી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયના એસીએસ તરીકે પણ કાર્યરત છે. જે સાત રાજ્યના ગૃહ સચીવને હટાવવામાં આવ્યા તેની પાસે જે તે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયનો પણ ચાર્જ હતો. બેવડા ચાર્જને કારણે ગૃહ સચીવોને હાટવવામાં આવવવાની સંભાવના છે.
પશ્વિમ બગાળના ડીજીપીની બદલી: પશ્વિમ બગાળના ડીજીપી રાજીવ કુમારને પણ હટાવવાાં આવ્યા છે. ચુંટણી પંચે બંગાળના ડિજીપીને ત્રીજી વાર હટાવ્યા છે. તેમને 2016 બંગાળ વિધાનસભા અને 2019 લોકસભા ચુંટણી સમયે પણ હટાવવામાં આવ્યા હતાં. હાલમાં 2024 લોકસભા ચુંટણી પહેલા ત્રીજીવાર હટાવવામાં આવ્યા છે. સીબીઆઇની ટીમ કૌભાંડ અંગે રાજીવ કુમારના ઘરે પુછપરછ કરવા ગઇ ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ ધરણા પર બેઠા હતા. રાજીવ કુમાર તેસમયે કોલકાતા શહેરના પોલીસ કમિશ્નર હતા. કોર્ટના આદેશ બાદ શારદા ચીટ ફંડ કેસમાં સીબીઆઇએ તેમની પુછપરછ કરી હતી.
લોકસભા ચુંટણીની તારીખો જાહેર થયા બાદ ચુંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. લોકસભાની 543 સીટો માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન થશે. જ્યારે 4 જૂનના રોજ પરિણામ આવશે. લોકસભાની સાથે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશ, સિક્કીમ વિધાનસભા ચુંટણી પણ યોજાશે. તે ઉપરાંત ગુજરાતમાં ખંભાત, વિજાપુર, પોરબંદર, વોઘોડીયા અને માણાવદર વિધાસભાની પેટા ચુંટણી પણ યોજાશે. વિસાવદર ચુંટણી પરિણામ કોર્ટમાં પડકારવામાં આવ્યા હોવાથી ત્યા પેટા ચુંટણી જાહેર થઇ નથી.