ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ કેજરીવાલની વચગાળાના જામીન લંબાવવાની સુનાવણી નકારી - Kejriwals Interim Bail Extension - KEJRIWALS INTERIM BAIL EXTENSION

કેજરીવાલની કાનૂની ટીમે ત્રણ ડોકટરો દ્વારા નિર્ધારિત પરીક્ષણોને મૂકીને કેજરીવાલની તબીબી જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો. તેમણે કેજરીવાલની અગાઉની જેલની મુદત દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને વચગાળાની જામીન વધુ સાત દિવસ લંબાવવા દલીલ કરી. Kejriwals Interim Bail Extension

સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ કેજરીવાલની વચગાળાના જામીન લંબાવવાની સુનાવણી નકારી
સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ કેજરીવાલની વચગાળાના જામીન લંબાવવાની સુનાવણી નકારી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 29, 2024, 8:09 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન લંબાવવાની તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની માંગને નકારી કાઢી છે. કેજરીવાલ વર્તમાન લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 10 મેના રોજ વચગાળાના જામીન પર મુક્ત થયા હતા.

જામીન 1 જૂન સુધી મર્યાદિત હતી: કેસ સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, કોર્ટ રજિસ્ટ્રીએ કહ્યું છે કે, કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી રાખવા યોગ્ય નથી, અગાઉના આદેશને ધ્યાનમાં રાખી તો તેના પ્રમાણે કેજરીવાલની વચગાળાની જામીન 1 જૂન સુધી મર્યાદિત હતી. રજિસ્ટ્રીએ જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે કેજરીવાલને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાની સ્વતંત્રતા પહેલેથી જ આપી દીધી છે. કેજરીવાલને 10 મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચમાંથી વચગાળાના જામીન મળી હતી. ત્યારબાદ કોર્ટે તેને 2 જૂને તિહાર જેલના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.

17 મેના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર ઘટના સંબંધિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કેસમાં તેમની ધરપકડની કાયદેસરતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પડકારવા પર તેમના ચુકાદોને અનામત રાખ્યો હતો.

મંગળવારે, સુપ્રીમ કોર્ટે સુનાવણીની તારીખ નક્કી કરવા માટે વચગાળાના જામીન સાત દિવસ વધારવાની માંગ કરતી, જેમાં કેજરીવાલની અરજી મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને મોકલી હતી.

આ દિલ્હીના મુખ્ય મંત્રીનો કેસ છે: કેજરીવાલનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ એ.એમ. સિંઘવીએ જસ્ટિસ જેકે મહેશ્વરી અને કે.વી.વિશ્વનાથનની બેન્ચ સમક્ષ વાડી વિશે વાત કરી હતી જેમાં તેમણે યાદીની સુનાવણી માટે કની તારીખ નક્કી કરવા કહ્યું હતું. તેમણે બેંડચ સમક્ષ દલીલ કરતાં કહ્યું હતું કે, “આ દિલ્હીના મુખ્ય મંત્રીનો કેસ છે, જ્યાં તેમના માટે પરીક્ષણો નક્કી થયેલ છે. અમે સાત દિવસના હજુ વધારવા માટે કહી રહ્યા છીએ",

ચીફ જસ્ટિસ જ આના પર નિર્ણય લેશે: તેના વળતાં જવાબ તરીકે જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, આ કેસની સુનાવણી 17 મેના રોજ થઈ છે અને કોર્ટે ચુકાદો બાકી રાખ્યો છે. સિંઘવીએ કહ્યું કે, આજ બાબત પર બહાર મુકતા તેમણે કહ્યું કે, આ મુખ્ય કેસ છે અને તે એક અરજીનો ઉલ્લેખ કરી રહ્યો હતો જે વચગાળાના જામીન લંબાવવા માટે દાખલ કરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું, "અમે આ મેમોરેન્ડમ ચીફ જસ્ટિસને મોકલીશું. અને ચીફ જસ્ટિસ જ આના પર નિર્ણય લેશે."

દલીલ કરતાં સિંઘવીએ કહ્યું કે, આ એક અરજેન્ટ બાબત છે, તેમના ક્લાયન્ટને પ્રચાર માટે વીસ દિવસનો સમય મળ્યો હતો, પરંતુ હવે કેજરીવાલની તબિયત સારી નથી જેથી અમે વધુ સાત દિવસની બૈલ વધારવા માંગીએ છીએ. પરંતુ બેંચનો જવાબ સરખો જ રહ્યો.

બેન્ચે સિંઘવીને પૂછ્યું કે ગયા અઠવાડિયે વેકેશન બેન્ચમાંથી એકનો ભાગ રહેલા જસ્ટિસ દીપાંકર દત્તા સમક્ષ આ અરજીનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો. જસ્ટિસ વિશ્વનાથને સિંઘવીને પૂછ્યું કે તેમણે ગયા અઠવાડિયે આ બાબતનો ઉલ્લેખ કેમ ન કર્યો.

CJI ને નિર્ણય લેવા દો: સિંઘવીએ દલીલ કરી હતી કે, આ ત્રણ ડોકટરો પાસેથી પ્રિસ્ક્રિપ્શન ટેસ્ટ લેવામાં આવ્યા હતા. "બેંચના એક વિદ્વાન સભ્યએ કોર્ટમાં આ મામલાની સુનાવણી કરી હતી" બેન્ચે કહ્યું. સિંઘવીએ કહ્યું કે, બે ન્યાયાધીશો સમક્ષ પણ વર્ચ્યુઅલ રીતે કેસ ચલાવવામાં તેમને કોઈ સમસ્યા નથી. બેન્ચે કહ્યું, "સાંભળેલી અને અનામત રાખવામાં આવેલી મામલામાં આપણે કશું કરવું જોઈએ નહીં... CJI ને નિર્ણય લેવા દો."

સ્વાસ્થ્યના કારણોને ધ્યાનમાં રાખીને કેજરીવાલે વચગાળાના જામીન વધુ સાત દિવસ લંબાવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી લિકર પોલિસી મુદ્દા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

PET-CT સ્કેન અને અન્ય ટેસ્ટ કરાવવાના છે: નવી અરજીમાં, AAP નેતાએ સ્વાસ્થ્યના કારણોને મૂકીને વચગાળાના જામીન વધુ સાત દિવસ લંબાવવાની માંગ કરી છે. અને એમ પણ કહ્યું છે કે, તેમનું વજન સાત કિલો ઘટી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને PET-CT સ્કેન અને અન્ય ટેસ્ટ કરાવવાના છે. કેજરીવાલની અરજીમાં જણાવાયું છે કે તેઓ તેમના વચગાળાના જામીનને એક સપ્તાહ સુધી લંબાવવા માંગે છે જે દરમિયાન તેઓ સુનિશ્ચિત તપાસમાંથી પસાર થઈ શકે છે અને તેના પરિણામો મેળવી શકે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેજરીવાલ આ તમામ તપાસ 3 જૂનથી 7 જૂન સુધીના અઠવાડિયામાં કરાવશે અને પછી 9 જૂને આત્મસમર્પણ કરશે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 21 માર્ચથી 10 મે સુધીના જેલમાં રોકાણ દરમિયાન મુખ્યમંત્રીને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ હતી, જે "જેલ સત્તાવાળાઓની બેદરકારી અને ઉદાસીન વર્તનને કારણે" પણ હતી.

AAP એ દાવો કર્યો છે કે, કેજરીવાલે જેલમાં છ થી સાત કિલો વજન ઘટાડ્યું હતું અને છૂટ્યા પછી પણ તે પાછું મેળવી શક્યા નથી.

લોહીમાં ગ્લુકોઝનું સ્તર અસાધારણ રીતે વધ્યું: દરમિયાન, તાજેતરના પરીક્ષણ અહેવાલો પુષ્ટિ કરે છે કે, અરજદારના લોહીમાં ગ્લુકોઝનું સ્તર અસાધારણ રીતે વધ્યું છે. અને પેશાબમાં કેટોનનું સ્તર પણ વધ્યું છે, જે લોહીમાં શર્કરાનું ઉચ્ચ સ્તર સૂચવે છે, અરજદારે જણાવ્યું હતું કે, કિડની સંબંધિત મુશ્કેલીથી કિડનીને નુકસાન પણ થાય છે. કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપ લગાવ્યો છે કે, કેજરીવાલ કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઈન્ડ હતા. ચૂંટણી પ્રચાર હેતુ માટે EDએ તેમના વચગાળાના જામીનનો સખત વિરોધ કર્યો હતો. આ મામલો 2021-22 માટે દિલ્હી સરકારની હવે સમાપ્ત થઈ ગયેલી આબકારી નીતિના અમલ સાથે સંબંધિત છે.

  1. દિલ્હીના તાપમાનમાં વિસંગતી !!! પહેલીવાર તાપમાન 52 ડિગ્રીને પાર જ્યારે સાંજે ઝરમર વરસાદ - 52 degrees mungeshpur
  2. દેશમાં ઈન્ડિયા ગઠબંધનની લહેર, ઝારખંડમાં તમામ 14 બેઠકો જીતીશું : CM ચંપાઈ સોરેન - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.