હાસન: JD(S) વિધાન પરિષદના સભ્ય સૂરજ રેવન્નાની પોલીસે સૃષ્ટી વિરૂધ્ધના કૃત્ય બદલ ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા એક યુવકે સૂરજ પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ આચર્યુ હોવાનો આરોપ લગાવ્યો હતો. CEN પોલીસ સ્ટેશનમાં તેની પુછપરછ કરવામાં આવી હતી અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ચેતન કે એસ (27)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, હોલેનરસીપુરાના ધારાસભ્ય એચડી રેવન્નાના મોટા પુત્ર સૂરજ રેવન્નાએ 16 જૂનની સાંજે હોલેનારસીપુરા તાલુકાના ઘનીકડા ખાતેના તેના ફાર્મહાઉસમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. ફરિયાદના આધારે, હોલેનારસીપુરા પોલીસે શનિવારે મોડી સાંજે JD(S) MLC વિરુદ્ધ IPC કલમ 377 (અકુદરતી સેક્સ) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો. જોકે, સૂરજ રેવન્ના (37)એ આ આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તેના બદલે તેણે આરોપ લગાવ્યો છે કે ચેતને તેની પાસેથી 5 કરોડ રૂપિયા પડાવવા માટે ખોટી ફરિયાદ નોંધાવી છે.
શુક્રવારે, પોલીસે સૂરજ રેવન્નાના નજીકના સહયોગી શિવકુમારની ફરિયાદ પર ચેતન વિરુદ્ધ છેડતીનો કેસ નોંધ્યો હતો. શિવકુમારે આરોપ લગાવ્યો છે કે ચેતન સૂરજ રેવન્ના સામે જાતીય સતામણીનો ખોટો કેસ દાખલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપ છે કે ચેતને સૂરજ રેવન્ના પાસેથી 5 કરોડ રૂપિયા માંગ્યા હતા અને બાદમાં તેને ઘટાડીને 2 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા હતા.
સૂરજ હાસનના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાનો મોટો ભાઈ છે, જે અનેક મહિલાઓ પર કથિત રીતે જાતીય શોષણ કરવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં છે. હાસન લોકસભા સીટ પરથી હારી ગયેલા પ્રજ્વલની જર્મનીથી પરત ફર્યા બાદ 31 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી, પ્રજ્વલ રેવન્નાની સામે બળાત્કાર અને ધાકધમકીનાં કેસ નોંધાયા બાદ તે છુપાઈ ગયો હતો. તેના પિતા એચડી રેવન્ના અને માતા ભવાની જામીન પર બહાર છે. તેમના પર તેમના પુત્ર પ્રજ્વલના જાતીય શોષણની કથિત પીડિતાનું અપહરણ કરવાનો અને તેને પોતાની સાથે ગોંધી ખવાનો આરોપ છે.