ETV Bharat / bharat

સુરતમાં દરજી કામ કરતો ઇસમ કરી રીતે બન્યો દેશના અર્થતંત્રનો દુશ્મન, જોવો આ ખાસ રિપોર્ટમાં - Counterfeit currency notes - COUNTERFEIT CURRENCY NOTES

સુરતના ઓલપાડમાં નકલી ચલણી નોટો સાથે એક ઈસમ ઝડપાયો છે. દરજી કામ કરતો ઇસમ દેશના અર્થતંત્રનો દુશ્મન બન્યો છે. ઓલપાડ પોલીસે બાતમીના આધારે નકલી નોટો છાપતા ઇસમની ધરપકડ કરી છે. નકલી નોટો છાપવા પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો. દેવુ વધી જતા ઈસમ નકલી ચલણી નોટો છાપવા લાગ્યો હતો. આખરે દેશના અર્થતંત્રને નુકશાન પહોચાડનાર ઈસમને ઓલપાડ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે.

નકલી ચલણી નોટો સાથે એક ઈસમ ઝડપાયો
નકલી ચલણી નોટો સાથે એક ઈસમ ઝડપાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 5:10 PM IST

Updated : Jul 16, 2024, 5:40 PM IST

સી આર જાદવ (Etv Bharat Gujarat)

સુરત: ઓલપાડ પોલીસના જાપ્તામાં ઉભેલા અલ્તાફ દીવાન, પહેલી નજરે તો આ ઈસમ માસૂમ દેખાશે પણ તેની કરતૂત સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો..જીહા..પોલીસ ગીરફ્ત ઉભેલા અલ્તાફ દીવાન ઉપર એક ગંભીર ગુનો નોંધાયો છે અને એ ગુનો છે નકલી ચલણી નોટો છાપવાનો,ઓલપાડ પોલીસે અલ્તાફ દીવાનને નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડયો છે.આખી ઘટના ઉપર નજર કરીએ તો ઓલપાડ પોલીસની મહિલા ટીમને બાતમી મળી હતી કે ઓલપાડના પરા વિસ્તારથી ઓલપાડ તરફ આવતા મેઈન રોડ ઉપર સેના ખાડીના બ્રિજ પાસે અલ્તાફ દીવાન નામનો ઇસમ જેણે વાદળી કલરનો શર્ટ અને ભૂરા ક્લરનું પેન્ટ પહેરેલ છે. તે કથ્થઈ કલરના લેધર બેગમાં નકલી ચલણી નોટો લઇને આવી રહ્યો છે. અને ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. બાતમીના આધારે વોચમાં રહેલ ઓલપાડ પોલીસે બાતમી વર્ણન મુજબનો ઇસમ આવતા જ તેને દબોચી લીધો હતો અને તેઓનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ અલ્તાફઅહેમદ દીવાન હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલ બેગ ચેક કરવામાં આવતા બેગમાંથી 100 ના દરની 97 નોટો મળી આવી હતી જે નોટો સાચી છે કે ખોટી એ તપાસ કરવા સાયન્ટીફિક ઓફિસરની મદદ લેવાઇ હતી. જેમાં આ તમામ 97 નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું ત્યાર બાદ પોલીસે નકલી નોટો,મોબાઈલ,બેગ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નકલી ચલણી નોટો
નકલી ચલણી નોટો (Etv Bharat gujarat)

દેવાદાર બનતા છાપવા લાગ્યો 100 ની નકલી નોટો: આરોપીની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને આરોપી અલ્તાફ દીવાનના નામદાર કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી અલ્તાફ દિવાનની પૂછપરછ કરતાં આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આરોપી થોડા સમય પહેલા જ જામનગર થી કામ અર્થે સુરત ના ઓલપાડ ખાતે રહેવા માટે આવ્યો હતો,અલ્તાફ દીવાન પરિવાર સાથે ઓલપાડ વિસ્તારમાં રહે છે અને તે દરજી કામ સાથે જોડાયેલો છે,અલ્તાફ દીવાન ને દેવું થઈ ગયું હતું,બેંકમાં હપ્તા ભરવા માટે અલ્તાફ પાસે પૈસા ન હતા આવા સમયે અલ્તાફ ને નકલી નોટો છાપવાનો આઈડિયા આવ્યો અને તે ઘરમાં જ પ્રિન્ટર માં 100 ના દરની નકલી નોટો છાપવા લાગ્યો હતો.

નકલી ચલણી નોટો
નકલી ચલણી નોટો (Etv Bharat gujarat)

બજારમાં જઈને નાની નાની ખરીદી કરતો: આરોપી અલ્ફત પાસે નકલી નોટો છાપવાનો આઈડિયા તો હતો પણ નકલી નોટો છપાઈ કેવી રીતે તે બુદ્ધિ ન હતી. આ આખા આઈડિયાને સફળ બનાવવા માટે અલ્તાફે યુટ્યુબનો સહારો લીધો હતો, યુટ્યુબમાં નકલી ચલણી નોટો બનાવવાનો વિડિઓ જોઇ તેણે 100 ના દરની નકલી ચલણી નોટો બનાવી હતી. નકલી ચલણી નોટો બનાવી તે બજારમાં વટાવતો હતો. દુકાનદારોને ડુપ્લીકેટ 100 ની નોટો આપી 20 રૂપિયાની ખરીદી કરતો હતો અને 80 રૂપિયા પરત લેતો હતો. આમ અલ્તાફ નકલી નોટના બદલામાં અસલી નોટો ખંખેરતો હતો. અલ્તાફ દરરોજ 1500 રૂપિયાની નોટો છાપતો હતો અને દુકાનોમાંથી નાની નાની વસ્તુઓની ખરીદી કરતો હતો.

આખરે અલ્તાફ આવી ગયો પોલીસ પકડમાં: આરોપી અલ્તાફ દીવાનનો નકલી આપી અસલી લેવાનો મનસૂબો વધુ દિવસો ન ચાલી શક્યો,આખરે ઓલપાડ પોલીસે અર્થતંત્રને નુકશાન પહોચાડનાર ભેજાબાજ અલ્તાફ દીવાનને ઝડપી જેલ હવાલે કરી દિધો છે,ઓલપાડ પોલીસની સતર્કતા ને લઈ દેશના અર્થતંત્ર ને નુકશાન થતું અટક્યું છે ત્યારે ઓલપાડ પોલીસની આ સરાહનીય કામગીરીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે,પોલીસે ડુપ્લીકેટ નોટો છાપનાર અલ્તાફ દીવાન ની ધરપકડ કરી પ્રિન્ટર,પેપર,બેગ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.

  1. મધ્ય ભારત પર સ્થિર ચોમાસુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લાવી શકે છે વરસાદ - WEATHER RAIN FORECAST
  2. બે દાયકાથી આ વ્યક્તિ "તંદુરસ્તી"નો ખજાનો વહેંચે છે, જાણો શું છે આ ખજાનો? - Vegetable juice business

Last Updated : Jul 16, 2024, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.