કાંકેરઃ ગુજરાત અને છત્તીસગઢ આ બંને રાજ્ય જો કે દૂર તો છે, અને એક રાજયથી બીજા રાજ્યએ પહોંચવું મુશ્કેલ પણ પડે છે. પરંતુ સુરતના યુવાને આ પ્રવાસ લાંબો લાગતો નથી. આ વાત છે, ઓનલાઈન ગેમિંગ દ્વારા શરૂ થયેલા ગુજરાત અને છત્તીસગઢના યુવાઓની. 24 મેના રોજ બોયફ્રેન્ડ અને તેના મિત્ર છોકરીને ભગાડવા માટે ગર્લફ્રેન્ડના ગામ પહોંચ્યા હતા, અને ગર્લફ્રેન્ડને મળ્યા બાદ ત્રણેય બાઇક પર ભાગ્યા. પરંતુ ગ્રામજનો તેમજ પરિવારજનોને આ વાતની જાણ થતા તેઓએ ભાગી રહેલા પ્રેમીનો પીછો શરૂ કર્યો. આ દરમિયાન ચરામા પોલીસ સ્ટેશનના નજીકના વિસ્તારમાં ભાગતા સમયે ત્રણેય બાઇક પરથી પડી ગયા હતા. પ્રેમિકાના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા, અને તેને પોતાની સાથે લઈ ગયા. ઈજાગ્રસ્ત પ્રેમી અને તેના મિત્રને એમ્બ્યુલન્સ દ્વારા સીધા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
ઈન્સ્ટાગ્રામ દ્વારા બંને વચ્ચે ચેટિંગ શરૂ થઈ: આ વાત છે, ગુજરાતના સુરતમાં રહેતા યુવા ઉમેશ ભામરે નામના યુવકની. જેને ઓનલાઈન ગેમિંગનો શોખ છે. એક દિવસ રમત રમતા તે કાંકેર જિલ્લાના પોટગાંવની એક છોકરીના સંપર્કમાં આવ્યો. ત્યારબાદ એકબીજાના આઈડી લઈને ઈન્સ્ટાગ્રામ દ્વારા બંને વચ્ચે ચેટિંગ શરૂ થઈ હતી. પહેલા મિત્રતા પછી ધીરે-ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. વીડિયો કોલમાં જ બંને એકબીજા સાથે જીવવા અને મરવાના સોગંદ લેવા લાગ્યા હતા. 11 મહિનાના આ રિલેશનશીપ પછી પ્રેમિકાએ બોયફ્રેન્ડને તેના ગામ બોલાવ્યો હતો.
ગર્લફ્રેન્ડ સાથે બાઇક પર ભાગી ગયા: પ્રેમિકાએ બોલાવ્યા બાદ પ્રેમી ઉમેશ ભામરે તેના મિત્ર ક્રિષ્ના ભીસ સાથે બાઇક પર ગુજરાતથી 1400 કિમી દૂર કાંકેરના પોટગાંવ જવા નીકળ્યો હતો. આ પ્રવાસ માટે ઉમેશ ભામરે તેના પરિવારને કહ્યું હતું કે, તે કુળ દેવીના દર્શન કરવા ઉજ્જૈન જઈ રહ્યો છે. પરંતુ પરિવારના સભ્યો તેમના એકમાત્ર પુત્રને બાઇક ટ્રીપ પર મોકલવા તૈયાર ન હતા, પણ અંતે તેમને પુત્રની વાત માનવી જ પડી, અને પ્રેમી પહેલા ઉજ્જૈન પહોંચ્યો. ત્યારબાદ તે 24મી મેના રોજ બપોરે કાંકેર જિલ્લાના પોટગાંવ પહોંચી, ઉમેશ અને તેનો મિત્ર તેની ગર્લફ્રેન્ડ સાથે બાઇક પર ભાગી ગયા.
ત્રણેય રોડ અકસ્માતનો ભોગ બન્યા: અને અહીં આવે છે વાર્તામાં ટ્વિસ્ટ, પરિવારના સભ્યો અને ગ્રામજનોને યુવતીના ભાગી જવાની વાત મળતા તેમણે આ ત્રણેય યુવાનોનો પીછો કર્યો. અને આખી ઘટના કોઈ ફિલ્મનું સીન હોય તેવું જણાય આવતું હતું. કારણ કે પ્રેમી તેની પ્રેમિકા અને મિત્ર સાથે બાઇક પર ગામની ગલીઓમાં આમ તેમ દોડી રહ્યા હતા, અને ગામના લોકો અને તેમના પરિવારજનો આ ત્રણેયની પાછળ દોડતા હતા. આ ત્રણેય જણા ચારમાના લીલેઝર પાસે પહોંચ્યા ત્યારે ત્રણેય રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા.
પ્રેમી બેભાન થઇ ગયો હતો: બાઈક પરથી પડતા માથાના ભાગે ઇજા થતાં પ્રેમી બેભાન થઇ ગયો હતો, જ્યારે મિત્રના પગમાં બે જગ્યાએ ફ્રેકચર થયું હતું. આ દરમિયાન યુવતીના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી જતા તેઓ યુવતીને સાથે લઈ ગયા હતા. ગર્લફ્રેન્ડ ત્યાંથી જવા તૈયાર ન હતી. તે બોયફ્રેન્ડને જગાડવાનો પ્રયાસ કરતી રહી. પરંતુ તેનો બેભાન પ્રેમી અને ઘાયલ મિત્ર તેની મદદ કરી શક્યો નહીં.
પરિવારજનો પ્રેમીને હોસ્પિટલ લઈ ગયા બાદ ગામલોકોએ સંજીવની એમ્બ્યુલન્સને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. એમ્બ્યુલન્સની મદદથી બંનેને ચારમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી બંનેને કાંકેર મોકલવામાં આવ્યા છે. પ્રેમીના માથામાં ટાંકા આવ્યા હતા. અને મિત્રના પગમાં પ્લાસ્ટર હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બંને યુવકોને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરંતુ ગભરાટના કારણે, બંનેએ લડાઈનો ઇનકાર કર્યો અને તેઓ અકસ્માતમાં ઘાયલ થયા છે તેમ જણાવ્યું.
પોલીસ આ ઘટના અંગે મૌન છે: આ અકસ્માતની જાણ હોસ્પિટલમાંથી ચરામા પોલીસને કરવામાં આવી હતી. પોલીસ પ્રેમીનો મોબાઈલ અને બાઇક ચરામા પોલીસ સ્ટેશન લઇ આવી હતી. પરંતુ પોલીસ આ ઘટના અંગે મૌન છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રેમીના મોબાઈલમાં ઘણી અશ્લીલ સામગ્રી મળી આવી છે. મિત્રના મોબાઈલમાં અન્ય યુવતીઓના ફોટા અને નંબર પણ છે, જે આ ઘટનાને ખૂબ જ શંકાસ્પદ બનાવે છે.
"માર્ગ અકસ્માતમાં બે યુવકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે તપાસ કરવામાં આવશે." - દિલેશ્વર ચંદ્રવંશી જે ચરામા પોલીસ સ્ટેશનમાં ટીઆઈ છે તેમણે જણાવતા કહ્યું.
હું મારી ગર્લફ્રેન્ડને સુરત લઈ જઈશ: હોસ્પિટલમાં ઘાયલ પ્રેમી ઉમેશનું કહેવું છે કે, તેની પ્રેમિકાને તેના પરિવારના સભ્યો દ્વારા ખૂબ ત્રાસ આપવામાં આવે છે. તેથી જ હું તેને લેવા આવ્યો છું. જો હું તેને નહીં લઈને જઈશ, તો તેઓ તેને મારી નાખશે. કોઈ પણ સંજોગોમાં હું મારી ગર્લફ્રેન્ડને સુરત લઈ જઈશ."
24 કલાક બાદ પણ પોલીસે ગુનો નોંધ્યો નથી: હવે જોવાનું એ રહે છે કે, આ ઘટના અંગે પોલીસ આગળ શું પગલા ભરે છે. ઘટના બાદ ચરામા પોલીસે યુવકના પરિવારજનોને પણ તપાસ દરમિયાન પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. અને બાદમાં તેમને જવા દીધા હતા. ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસે ગુનો નોંધ્યો નથી. બીજી તરફ આ સમગ્ર ઘટના બાદ પ્રેમિકાના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા નથી. તેઓ પણ આ સમગ્ર ઘટના અંગે મૌન સેવી રહ્યા છે.