ETV Bharat / bharat

ભારતીય કોસ્ટ ગાર્ડના ડીજી રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન, રક્ષા મંત્રી રાજનાથે શોક વ્યક્ત કર્યો - Coast Guard DG Rakesh Pal Death - COAST GUARD DG RAKESH PAL DEATH

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ડીજી રાકેશ પાલનું ચેન્નાઈમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. પાલે ગયા વર્ષે 19 જુલાઈના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડના 25મા મહાનિર્દેશક તરીકે ચાર્જ સંભાળ્યો હતો. COAST GUARD DG RAKESH PAL DEATH

ભારતીય કોસ્ટ ગાર્ડ ડીજી રાકેશ પાલ
ભારતીય કોસ્ટ ગાર્ડ ડીજી રાકેશ પાલ (FILE PHOTO)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 18, 2024, 10:45 PM IST

ચેન્નાઈ: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના મહાનિર્દેશક (DG) રાકેશ પાલનું રવિવારે ચેન્નાઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પાલે ગયા વર્ષે 19 જુલાઈના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડના 25મા મહાનિર્દેશક તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મળતી માહિતી મુજબ, પાલને ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે તેમના પાર્થિવ દેહને દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાકેશ પાલનીના અકાળે નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, આજે ચેન્નાઈમાં ભારતીય કોસ્ટ ગાર્ડના ડીજી રાકેશ પાલના અકાળે અવસાનથી ખૂબ જ દુઃખી છું. તેઓ એક સક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારી હતા, જેમના નેતૃત્વમાં ICG ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવામાં ઘણી પ્રગતિ કરી રહ્યું હતું. તેમના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ચેન્નાઈમાં રાકેશ પાલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

રાજનાથ સિંહ રવિવારે ચેન્નાઈમાં હતા. અહીં તેમણે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ કરુણાનિધિની જન્મ શતાબ્દી નિમિત્તે સ્મારક સિક્કાના વિમોચન સમારોહમાં ભાગ લીધો હતો. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તેમને આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું.

  1. મૃતક ડોક્ટરની માતાએ સીએમ મમતા પર લગાવ્યા મોટા આરોપ, પોલીસની કાર્યવાહી પર પણ ઉઠાવ્યા સવાલ - RG KAR MEDICAL COLLEGE RAPE CASE
  2. સુપ્રિમ કોર્ટે કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં સુઓ મોટો લીધો, મંગળવારે થશે સુનાવણી - SC ON KOLKATA RAPE MURDER

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.