નવી દિલ્હીઃ ભારતે મંગળવારે જનરલ એટોમિક્સથી 31 પ્રીડેટર લોન્ગ-એંડ્યોરન્સ ડ્રોન ખરીદવા માટે અમેરિકા સાથે એક ઐતિહાસિક ડીલ પર હસ્તાક્ષર કર્યા છે, જેની અંદાજીત પડતર કિંમત લગભગ 4 બિલિયન અમેરિકી ડોલર છે. વિદેશી સૈન્ય વેચાણ માર્ગ અંતર્ગત આખરીઓપ અપાયેલા આ કરારનો ઉદ્દેશ્ય ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતાઓને મહત્વપૂર્ણ રૂપથી વધારવાનો છે, ખાસ કરીને ચીન સાથે વધતા સીમા વિવાદોને જોતા.
આ કરારને નવી દિલ્હીમાં ઔપચારિક રુપ અપાયું, અને તેમાં મુખ્ય રક્ષા અધિકારીઓ અને રાણનૈતિક નેતાઓએ ભાગ લીધો, જે બંને દેશોના વચ્ચે સૈન્ય સહયોગમાં ઉલ્લેખનીય પ્રગતિને દર્શાવે છે. આ ખરીદી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીથી થોડા જ અઠવાડિયા પહેલા થઈ છે, જેની રણનૈતિક ટાઈમિંગને ઉજાગર કરે છે.
પછલા અઠવાડિયે, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા કેબિનેટ સમિતિએ MQ-9B હંટર-કિલર ડ્રોનના સંપાદનને મંજુરી આપી હતી. જનરલ એટોમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના સીઈઓ વિવેલ લાલે વાતચીતમાં મહત્વની ભૂમિકા નિભાવી અને હસ્તાક્ષર સમારંભ દરમિયાન તે હાજર પણ રહ્યા હતા.
ડ્રોન ભારતી સશસ્ત્ર દળોની દેખરેખની ક્ષમતાને વધારશે, ખાસ કરીને ચીન સાથે વધતા તણાવ વાળા ક્ષેત્રોમાં. MQ-9B ડ્રોન, MQ-9 રીપરનો એક પ્રકાર છે, જે પોતાના પરિચાલન પ્રભાવશીલતાને કારણે જાણીતું છે, ખાસ કરીને, રીપર સંસ્કરણનો ઉપયોગ જુલાઈ 2022માં કાબુલમાં અલકાયદા નેતા અયમાન અલ-જવાહિરીને ઠાર કરવાના સફળ ઓપરેશનમાં કરવામાં આવ્યો હતો.
આ ખરીદીમાં નૌસેના માટે 15 સી ગાર્જિયન ડ્રોન શામેલ છે, જ્યારે ભારતીય વાયુ સેના અને આર્મીને આઠ-આઠ સ્કાઈ ગાર્જિયન ડ્રોન મળશે. આ ઉચ્ચ ઉંચાઈ વાળા, લાંબા સમય સુધી ટકી રહેનારા ડ્રોન 35 કલાકથી વધુ સમય સુધી હવામાં રહી શકે છે, જે ચાર હેલફાયર મિસાઈલ્સ અને લગભગ 450 કિલો બોમ્બ લઈ જઈ શકે છે.
સી ગાર્જિયન વેરિએંટ બહુમુખી છે, અને સમુદ્રની દેખરેખ, સબમરીન સામે યુદ્ધ અને ક્ષિતિજ પર લક્ષ્યીકરણ કરવામાં સક્ષમ છે, જે મહત્વપૂર્ણ વિસ્તારોમાં ભારતની રક્ષા ક્ષમતાઓને મહત્વપૂર્ણ રૂપથી વધારે છે.