ETV Bharat / bharat

ઈન્ડિયા હાઉસ ઓલિમ્પિક મૂવમેન્ટમાં ભારતનું યોગદાન દર્શાવશે-નીતા અંબાણી - India House - INDIA HOUSE

રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પેરિસ 2024 ઓલિમ્પિક્સ ખાતેના સૌપ્રથમ ઈન્ડિયા હાઉસની જાહેરાત કરી છે. નીતા અંબાણીએ જણાવ્યું છે કે, ઈન્ડિયા હાઉસ એથ્લેટ્સ અને ચાહકો માટે ઘરથી દૂરનું એક ઘર બની રહેશે અને વિશ્વને ભારતની ભવ્ય ઝાંખી કરાવશે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 10:16 PM IST

મુંબઈ: આગામી મહિને પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં અનેક ઘટનાઓ પહેલી વખત બનશે. જેમાં ભારત માટે સૌથી વધુ મહત્વની ઘટના સૌપ્રથમ કન્ટ્રી હાઉસ એટલે - ઈન્ડિયા હાઉસ છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈ.ઓ.એ.) સાથેની ભાગીદારી ઈન્ડિયા હાઉસ આપણા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક અને રમતગમતના વારસાની ઉજવણી સમાન રહેશે.

ઈન્ડિયા હાઉસઃ પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં ઈન્ડિયા હાઉસ ભારતના ભવ્ય ભૂતકાળ, વૈવિધ્યપૂર્ણ વર્તમાન અને રોમાંચકારી ભવિષ્યની સાથે ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રની પ્રગતિની ઝાંખી કરાવશે. વિશ્વભરના રમતવીરો, મહાનુભાવો અને રમતપ્રેમીઓ માટે પોતાના દ્વાર ખોલવા ઈન્ડિયા હાઉસ સજ્જ થઈ રહ્યું છે. તે એકતા, વિવિધતા અને શ્રેષ્ઠતાની ભાવનાને મૂર્તિમંત કરશે.

શું કહે છે નીતા અંબાણી?: ઈન્ડિયા હાઉસના મહત્વ વિશે ઉલ્લેખ કરતા આઈઓસીના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર તથા ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ખાતે સૌપ્રથમ વખત સ્થપાનારા ઈન્ડિયા હાઉસની ઘોષણા કરતાં હું અત્યંત આનંદ અને રોમાંચ અનુભવું છું. ગતવર્ષે ભારતમાં 40 વર્ષમાં પ્રથમ વખત યોજાયેલું આઈ.ઓ.સી. સત્ર અને આપણી ઓલમ્પિક સફરમાં એક મહત્ત્વનું સીમાચિહ્ન હતું. અમે ઈન્ડિયા હાઉસને લોંચ કરવા સાથે આનંદ અનુભવીએ છીએ કારણ કે, આ એક એવું સ્થળ હશે જ્યાં આપણે આપણા એથ્લીટ્સને વધાવીશું, આપણી જીતની ઉજવણી કરીશું, આપણી વાતો એકબીજાને કહીશું અને ભારતમાં વિશ્વનું સ્વાગત કરીશું.

પી.ટી.ઉષાનું નિવેદનઃ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ પી.ટી.ઉષાએ જણાવ્યું હતું કે, "રિલાયન્સ ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં સૌપ્રથમ ઈન્ડિયા હાઉસ પેરિસ ઓલિમ્પિક્સ ખાતે ભારતીય ચાહકો અને એથ્લીટ્સ માટેના મુખ્ય આકર્ષણોમાંનું એક બની રહેશે. ભારત વિશે વધુ જાણવા અન્ય દેશોના લોકો માટે માટે પણ તે એક અદભુત માધ્યમ બની રહેશે. ભારતે મોટી ઈવેન્ટ્સના યજમાન બનવા માટેની પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. ઈન્ડિયા હાઉસ એ રમતગમત ક્ષેત્રમાં તેમજ ઓલિમ્પિક મૂવમેન્ટમાં આપણા રાષ્ટ્રએ જે કાઠું કાઢ્યું છે તેને પ્રતિબિંબિત કરશે. આ પહેલ બદલ હું આઈઓસી મેમ્બર નીતા અંબાણીનો આભાર માનું છું.

  1. રીલાયન્સ ઝૂમાં જિરાફની એન્ટ્રી, 3 જિરાફ કાર્ગો વિમાનથી અમદાવાદ પર લવાયા
  2. 5Gની હોડમાં હવે રીલાયન્સ સાથે ભારતની આ બે કંપની પણ મેદાનમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.