ETV Bharat / bharat

જોશીમઠમાં ગેરકાયદે બાંધકામને પરિણામે ભુસ્ખલન અને તિરાડોની આફત - illegal construction in Joshimath - ILLEGAL CONSTRUCTION IN JOSHIMATH

ગયા વર્ષે જોશીમઠ શહેરમાં ભૂસ્ખલન અને તિરાડોના કારણે મોટું સંકટ સર્જાયું હતું. આ પછી પણ પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે બાંધકામ અટકી રહ્યું નથી. સરકાર અને વહીવટીતંત્રની તમામ કડકાઈ છતાં કેટલાક લોકો છુપાઈને ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે. આ ગેરકાયદે બાંધકામો ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે. illegal construction in Joshimath

પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે બાંધકામ અટકી રહ્યું નથી.
પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે બાંધકામ અટકી રહ્યું નથી. (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 3:35 PM IST

પ્રતિબંધ પછી પણ જોશીમઠમાં ગેરકાયદે બાંધકામ ચાલુ છે, જે ભૂસ્ખલન અને તિરાડોની આફતનો સામનો કરી રહ્યું છે. 6 લોકોને નોટિસ મળી છે

ઉત્તરાખંડ: હિમાલયના ઉચ્ચ પ્રદેશમાં સ્થિત સુંદર ઐતિહાસિક નગર જોશીમઠમાં જમીન ધસી જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. અને સંપૂર્ણ દેશ અને દુનિયાએ આ ઘટનાને જોઈ છે. ઉચ્ચ હિમાલયના પ્રદેશમાં થયેલા આ ભયાનક દુર્ઘટનાનું દ્રશ્ય એક નવા પ્રકારની દુર્ઘટનાનો સંકેત આપતું હોય એવું જણાય છે. ઉત્તરાખંડમાં આવું પહેલીવાર થયું છે કે, જ્યારે કુદરતે ચેતવણી આપી હોય અને આખું શહેર જોખમમાં મુકાયેલ જોવા મળ્યું હોય.

જોશીમઠમાં ગેરકાયદે બાંધકામને પરિણામે ભુસ્ખલન અને તિરાડોની આફત (etv bharat)

સ્થિતિને સુધારવા સંસ્થાઓની રાત-દિવસ મહેનત: જોશીમઠમાં અસંગઠિત બાંધકામ પર પ્રતિબંધ છે. આ જ કારણ હતું કે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર સુધી દરેક જોશીમઠની સ્થિતિને લઈને ખૂબ જ ગંભીર બની ગયા હતા. અહીં મહિનાઓ સુધી કેન્દ્ર અને રાજ્યની તમામ ટેકનિકલ એજન્સીઓએ જોશીમઠ શહેરની સ્થિતિ સુધારવા માટે રાત-દિવસ મહેનત કરી રહી છે. જોશીમઠમાં થઇ રહેલી આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતાં અનેક ટેકનિકલ સંસ્થાઓએ જોશીમઠ શહેરને બચાવવા પ્રયાસો શરૂ કર્યા છે. આ સમગ્ર કામગીરી પરથી એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, જોશીમઠ શહેરમાં હાલના તબક્કે કોઈપણ પ્રકારના અસંગઠિત બાંધકામ પર પ્રતિબંધ રહેશે. અહીં, શહેરનો પુનઃવિકાસ કરવાની યોજના NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) અને રાજ્યની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીની મંજૂરી પર શરુ કરવામાં આવશે.

જોશીમઠમાં થઈ રહ્યું છે ગેરકાયદે બાંધકામ: જોશીમઠ નગરપાલિકામાં કુલ 9 વોર્ડ છે. આ બધા નવ વોર્ડમાં બાંધકામના કામ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરની થયેલી ઘટના કંઈક બીજું જ કહી રહી છે. તાજેતરની તસવીરોમાં જોશીમઠ શહેરમાં ચાલી રહેલું બાંધકામ સ્પષ્ટ જોઈ શકાય છે. જોશીમઠ શહેરમાં થઈ રહેલું આ બાંધકામ જોશીમઠ નગરપાલિકાના સુનિલ વોર્ડનું છે. આ બાંધકામની તસવીરો અંગે અમે જોશીમઠના એસડીએમ ચંદ્રશેખર વશિષ્ઠ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, હાલમાં જોશીમઠ નગરપાલિકાના તમામ વોર્ડમાં બાંધકામ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વહીવટીતંત્રની ટીમ શહેરમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખે છે. આ સમયગાળા દરમિયાન જો કોઈ ગેરકાયદેસર બાંધકામ કરતું જોવા મળે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે.

જોશીમઠના એસડીએમ ચંદ્રશેખર વશિષ્ઠે કહ્યું કે, "આ પ્રકારનું ગેરકાયદે બાંધકામ કરનારા લોકો સામે સતત નોટિસ જારી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 6થી વધુ લોકો સામે નોટિસ ફટકારવામાં આવી છે."

  1. AIIMS માં AAP સાંસદ સ્વાતિ માલીવાલનું કરાયું મેડિકલ ચેકઅપ - SWATI MALIWAL ASSAULT CASE
  2. ગુમ થયેલા ચાર વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ શાળાની ગટરમાંથી મળ્યો, રોષે ભરાયેલા લોકોએ કરી આગચંપી - PATNA STUDENT BODY FOUND

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.