ETV Bharat / bharat

બીજાપુરના તરરેમમાં IED બ્લાસ્ટ, 2 STFના જવાનો શહીદ, સર્ચ ઓપરેશન શરૂ - IED blast in Tarrem of Bijapur - IED BLAST IN TARREM OF BIJAPUR

બીજાપુરના તરરેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઓવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા IED સાથે અથડાતા બે જવાનો શહીદ થયા હતા. બોમ્બ વિસ્ફોટ બાદ ચાર સૈનિકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને હેલિકોપ્ટરની મદદથી રાયપુર પહોંચાડવામાં આવી રહ્યાં છે. IED blast in Tarrem of Bijapur

બીજાપુરના તરરેમમાં IED બ્લાસ્ટ
બીજાપુરના તરરેમમાં IED બ્લાસ્ટ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 9:48 AM IST

Updated : Jul 18, 2024, 10:55 AM IST

બીજાપુરઃ ફરી એકવાર માઓવાદીઓનો રાક્ષસી ચહેરો સામે આવ્યો છે. નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા ઘાતક બોમ્બનો ભોગ બનતા બે જવાનો શહીદ થયા છે. આ ઘટનામાં ચાર જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઘાયલ જવાનોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ઘાયલ જવાનોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક એરલિફ્ટ કરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. આ ઘટનાની પુષ્ટિ ખુદ પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે કરી છે.

નક્સલવાદીઓના IED બ્લાસ્ટમાં 2 જવાનો શહીદઃ કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકો નિયમિત સર્ચિંગ ઓપરેશન પર નીકળ્યા હતા. સર્ચ દરમિયાન, ફોર્સ જેવી જ તરરેમ વિસ્તારમાં પહોંચી, ત્યાં જોરદાર વિસ્ફોટ થયો. સૈનિકો કંઇક સમજી શકે ત્યાં સુધીમાં બે સૈનિકો બોમ્બનો ભોગ બનીને શહીદ થઇ ચૂક્યા હતા. નક્સલવાદી ઘટના પછી, સૈનિકોએ તરત જ તેમના ચાર ઘાયલ સાથીઓને બચાવ્યા અને તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. ઘાયલ જવાનોની હાલત નાજુક છે. ચારેય ઘાયલ સૈનિકોને સારી સારવાર માટે ટૂંક સમયમાં જ રાયપુર લઈ જવામાં આવશે. નક્સલવાદીઓના ઘાતકી હુમલામાં શહીદ થયેલા બે જવાનો એસટીએફના છે.

" જિલ્લા બીજાપુર, દંતેવાડા અને સુકમાના સરહદી વિસ્તારમાં દરભા ડિવીઝન, પશ્ચિમ બસ્તર ડિવીઝન અન મિલેટ્રી કંપની નંબર-2માં માઓવાદીઓ હોવાની બાતમી મળી હતી. જાણકારી મળતાની સાથે જે એસટીએફ, ડીઆરજી, કોબ્રા, સીઆરપીએફની સંયુક્ત ટીમ 16મી જુલાઈએ મોકલવામાં આવી હતી. તમામ સૈનિકો સ્પેશિયલ ઓપરેશનમાં સામેલ હતા. ઓપરેશન પછી પરત ફરતી વખતે 17મી જુલાઈના રોજ તરરેમ વિસ્તારમાં IED બ્લાસ્ટ થયો હતો. જેના કારણે બે જવાનો શહીદ થયા હતા. ચાર જવાનો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને સારવાર માટે રાયપુર લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. વધારાના જવાનોને તપાસ માટે સ્થળ પર મોકલવામાં આવ્યા છે. શહીદ જવાન કોન્સ્ટેબલ ભરત સાહુ રાયપુરના રહેવાસી છે. શહીદ કોન્સ્ટેબલ સતેર સિંહ નારાયણપુરના રહેવાસી છે. સૈનિકો કેમ્પમાં પરત ફર્યા બાદ વધુ માહિતી બહાર આવશે. - સુંદરરાજ પી. બસ્તર આઈજી

નક્સલી ષડયંત્રનો શિકાર બન્યા જવાનો: ફોર્સને સમાચાર મળ્યા હતા કે બીજાપુર અને સુકમાના સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ એક મોટી બેઠક યોજી રહ્યા છે. મોટી સંખ્યામાં નક્સલવાદીઓ એકઠા થયાના સમાચાર મળતા, ફોર્સ ઘટનાસ્થળે ધસી ગઈ. જ્યારે સૈનિકો તરરેમ વિસ્તારમાં પહોંચ્યા તો ત્યાં પહેલાથી જ લગાવેલ IED બોમ્બ વિસ્ફોટ થયો. સૈનિકો વિસ્ફોટની લપેટમાં આવી ગયા. નક્સલવાદીઓને પકડવા માટે આ વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

  1. જમ્મુ-કાશ્મીર: ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફરી અથડામણ - doda encounter
  2. જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 જવાન શહિદ, સેનાએ હેલીકોપ્ટર દ્વારા ડોડાના જંગલોમાં હાથ ધર્યુ સર્ચ - jammu kashmir doda encounter

Last Updated : Jul 18, 2024, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.