નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં એક ભયાનક ટ્રેન દૂર્ઘટના સર્જાય છે. ગુરુવારે ગોંડા જિલ્લામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 3 મુસાફરોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેનના 10થી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં, જ્યારે બે-ત્રણ ડબ્બા પલટી ગયા હતાં. ટ્રેન દુર્ઘટનાના પગલે મુસાફરોમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
#WATCH उत्तर प्रदेश: गोंडा में उस स्थान पर बहली का काम चल रहा है जहां चंडीगढ़-डिब्रूगढ़ एक्सप्रेस पटरी से उतर गई थी। इस दुर्घटना में 3 लोगों की मौत हो गई और 30 लोग घायल हुए हैं। pic.twitter.com/Z2bgDUeCnl
— ANI_HindiNews (@AHindinews) July 18, 2024
ચંદીગઢથી ડિબ્રુગઢ જતી એક્સપ્રેસ ટ્રેન ગોંડા રેલ્વે સ્ટેશનથી આગળ અને માનકાપુર પહેલા ઝિલાહી રેલ્વે સ્ટેશન નજીક ગઈકાલે ગુરૂવારે પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનમાં 22 ડબ્બા હતા, જેમાંથી 19 પાટા પરથી ઉતરી ગયા હતા અને 7 કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા. જ્યારે બે કોચ પલટી ગયા હતા. નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના જીએમએ જણાવ્યું કે આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 31 મુસાફરો ઘાયલ થયા છે. જ્યારે ટ્રેનના લોકો પાયલોટે અધિકારીઓને કહ્યું છે કે ટ્રેન પાટા પરથી ઉતરતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. લોકો પાયલોટના આ નિવેદન બાદ હવે રેલવે પ્રશાસને પણ આ એંગલને પોતાની તપાસમાં સામેલ કર્યો છે. સાથે જ અકસ્માતનો ભોગ બનેલા લોકોએ જણાવ્યું કે અકસ્માત સમયે તેઓને કેવું લાગ્યું હતું.
ઉત્તર પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી પંકજ સિંહે કહ્યું કે રેલવે સુરક્ષા કમિશનર આ સમગ્ર મામલાની તપાસ કરશે. ટ્રેન પાટા પરથી ઉતરતા પહેલા કોઈ વિસ્ફોટ થયો હતો કે કેમ તે તપાસથી જ જાણવા મળશે. જો લોકો પાયલોટ આવું કહેતો હોય તો તેને નકારી શકાય નહીં. તેમણે કહ્યું કે અત્યાર સુધી અકસ્માતમાં ત્રણથી ચાર લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. અડધો ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.
ગોંડાના ઝિલાહી રેલવે સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. ટ્રેન બુધવારે રાત્રે 11:39 વાગ્યે ચંદીગઢથી નીકળી હતી. ગુરુવારે બપોરે જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તી વચ્ચે ઝિલાહી સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક જોરદાર અવાજ આવ્યો. ત્યાર બાદ ટ્રેન ધ્રૂજવા લાગી અને થોડી જ વારમાં ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ટ્રેન પાટા પરથી ઉતરતાની સાથે જ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. ટ્રેન રોકાતાની સાથે જ મુસાફરો કોચમાંથી કૂદી પડ્યા હતા. રેલવેએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
લોકો પાયલોટે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો
દુર્ઘટના બાદ ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓએ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેન દુર્ઘટના પહેલા લોકો પાયલોટે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના લોકો પાયલટે આ દાવો કર્યો હતો.