મુંબઈ : દર વર્ષની જેમ આ વખતે પણ મુંબઈમાં ગણેશ ઉત્સવની ધૂમ છે અને લાલબાગ ચા રાજાનું પણ આગમન થઈ ગયું છે. જ્યાં મોટી-મોટી હસ્તીઓથી લઈને સામાન્ય લોકો સુધી દરેક માથું નમાવવા જાય છે. આ વખતે પણ લાલબાગના રાજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
"લાલબાગ ચા રાજા" નો સોનાનો મુગટ : આ વખતે "લાલબાગ ચા રાજા" ના માથા પર 20 કિલો સોનાનો મુગટ પણ શણગારવામાં આવ્યો છે. જો તમે વિચારી રહ્યા હોવ કે, આ કોની અદ્ભુત ભેટ છે. તો તે બીજું કોઈ નહીં પણ અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી છે. અનંતે લાલબાગ ચા રાજામાં ભગવાન ગણેશની મૂર્તિને 15 કરોડ રૂપિયાની કિંમતનો 20 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો હોવાનું કહેવાય છે.
लालबागचा राजाचे, प्रसिद्धी माध्यमांसाठी फोटो सेशन गुरुवार दिनांक 5 सप्टेंबर 2024 रोजी संध्याकाळी ठिक 7 वाजता करण्यात आले आहे. त्या वेळेची क्षणचित्रे.#lalbaugcharaja
— Lalbaugcha Raja (@LalbaugchaRaja) September 5, 2024
Exclusive live on YouTube :https://t.co/XAHhCLjBM6 pic.twitter.com/fg07hI096z
અનંતે અર્પણ કર્યો 20 કિલો સોનાનો મુગટ : અહેવાલો અનુસાર અનંત અંબાણીએ ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા લાલબાગ ચા રાજાને 20 કિલો સોનું અર્પણ કર્યું હતું. લાલબાગ ચા રાજાનો પહેલો લુક 6 સપ્ટેમ્બરની સાંજે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ભગવાન ગણેશને મરુન રંગના ભરતકામવાળા પોશાક પહેરેલા જોઈ શકાય છે. મૂર્તિના ગળામાં મરૂન અને પીળી માળા પણ છે.
20 કિલો સોનાનો મુગટ : અનંત અંબાણીએ માથા પર મૂકેલો સોનાનો 'મુગટ' આ વર્ષે લાઈમલાઈટ ચોરી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અનંત અંબાણીએ ભેટમાં આપેલો સોનાનો મુગટ બે મહિનામાં તૈયાર કરવામાં આવ્યો હતો. લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ 7 સપ્ટેમ્બર, 2024 થી 17 સપ્ટેમ્બર, 2024 સુધી લાલબાગ ચા રાજા ખાતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યું છે.