ETV Bharat / bharat

Future Technology Risk: આવનારા સમયમાં કેટલીક ટેકનોલોજી જોખમી બની શકે છે !!! - નિષ્ણાંતોના અભિપ્રાય

કોમ્પ્યૂટર ટેકનોલોજીમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. નિષ્ણાતોએ AI અને કનેક્ટેડ સિસ્ટમમાં પ્રગતિની ભવિષ્યવાણી કરી છે. સુરક્ષિત ભવિષ્ય માટે કોમ્પ્યૂટર સેક્ટરમાં કેવા પગલા લેવા જોઈએ તેનું અનુમાન કરીને ઝડપથી તેનું સમાધાન લાવવું રહ્યું. Future Technology Risk

આવનારા સમયમાં કેટલીક ટેકનોલોજી જોખમી બની શકે છે !!!

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 5:29 PM IST

લૈંકેસ્ટરઃ કોમ્પ્યૂટર સિસ્ટમની ટેકનોલોજીમાં આશ્ચર્યજનક અને ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યું છે. AIમાં નાના નાના પરસ્પર સંકળાયેલા ઉપકરણોના સમૂહ જેને આપણે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહીએ છીએ અને વાયરલેસ કનેક્ટિવિટીમાં રોમાંચક પ્રગતિ થઈ છે. કમનસીબી એ છે કે, આ સુધારો લાભ સાથે જોખમ પણ લાવે છે. એક સુરક્ષિત ભવિષ્ય મેળવવા માટે કોમ્પ્યૂટર સેક્ટરમાં શું થઈ શકે છે તેનું અનુમાન લગાડવું આવશ્યક છે ત્યારબાદ તેનું સમાધાન શોધવું પણ અતિઆવશ્યક છે. આ પ્રશ્ન પર નિષ્ણાંત શું વિચારે છે અને તેમજ મોટી સમસ્યાઓને રોકવા આપણે શું કરી શકીએ છીએ?

આ સચોટ પ્રશ્નોના જવાબમાં લૈંકેસ્ટર અને માન્ચેસ્ટર યુનિવર્સિટીઓની રિસર્ચ ટીમે ભવિષ્યને જોવા માટે વિજ્ઞાન તરફ નજરો માંડી છે. જેને પૂર્વાનુમાન પણ કહે છે. કોઈ પણ ભવિષ્ય વિષયક ભવિષ્યવાણી કરી શકે નહીં. આપણે માત્ર પૂર્વાનુમાન લગાડી શકીએ છીએ. જેનો અર્થ એ છે કે વર્તમાન રુઝાનોના આધારે શું થઈ શકે તેનું વિવરણ કરવું. હકીકતમાં ટેકનોલોજીના રુઝાનોના દીર્ઘકાલીન પૂર્વાનુમાન ઉલ્લેખનીય રીતે સચોટ સાબિત થઈ શકે છે. પૂર્વાનુમાન પ્રાપ્ત કરવા એક ઉત્કૃષ્ટ રીતે અલગ અલગ નિષ્ણાંતોના વિચારોનું સંયોજન કરવાનું છે જેથી એ ખબર પડી શકે કે તેઓ ક્યાં સંમત છે.

અમે એક નવા રિસર્ચ પેપર માટે 12 નિષ્ણાંત ભવિષ્યવાદીઓ સાથે ચર્ચા કરી છે. આ એ લોકો છે જેઓ વર્ષ 2040 સુધી કોમ્પ્યૂટર ટેકનોલોજીમાં થવા વાળા પરિવર્તનોના પ્રભાવ પર દીર્ઘકાલીન પૂર્વાનુમાન લગાડવાની ભૂમિકા ભજવી રહ્યા છે. ડેલ્ફી અધ્યયન નામ ટેકનોલોજીનો ઉપયોગ કરતા અમે ભવિષ્યવાદીઓના પૂર્વાનુમાનોના જોખમોને એક સમૂહમાં જોડી દીધા. તેમજ આ જોખમો સામે લડવા તેમની ભલામણોનો પણ સમાવેશ કર્યો છે.

નિષ્ણાતોએ AI અને કનેક્ટેડ સિસ્ટમમાં ઝડપી પ્રગતિની ભવિષ્યવાણી કરી છે. જેનાથી આજ સુધીની સરખામણીમાં વિશ્વમાં ક્યાંય વધુ કોમ્પ્યૂટર સંચાલિત હશે. આશ્ચર્યની વાત એ છે કે તેમણે 2 બહુપ્રચારિત નવાચારોથી બહુ ઓછા પ્રભાવની આશા હતી. પહેલા બ્લોકચેન જે જાણકારી રેકોર્ડ કરવાની આ એક રીત છે અને સિસ્ટમમાં હેરફેર કરવા અસંભવ અથવા કપરો બનાવે છે. તેમણે સલાહ આપી છે કે આજની સમસ્યાઓ માટે આ બધુ અપ્રાસંગિક છે, વધુ બીજા ક્વોન્ટમ કોમ્પ્યૂટિંગ અત્યારે શરુઆતી તબક્કામાં છે. આવનારા 15 વર્ષોમાં તેનો બહુ ઓછો પ્રભાવ થઈ શકે છે. ભવિષ્યવાદીઓએ કોમ્પ્યૂટર સોફ્ટવેરના વિકાસથી જોડાયેલા પ્રમુખ જોખમો પર પ્રકાશ ફેંક્યો હતો. જે નીચે મુજબ છે.

નિષ્ણાંતોની સલાહ છે કે AI પર એક અનેક દેશો પ્રતિસ્પર્ધા, ટેકનોલોજી વૃદ્ધિ હાંસલ કરવા માંગે છે. સોફ્ટવેર ડેવલોપર્સને AIના ઉપયોગમાં જોખમ લેવા પ્રોત્સાહિત કરશે. આ AIની જટિલતા અને માનવીય ક્ષમતાઓને પાર કરવાની ક્ષમતા સાથે મળીને વિપત્તીઓનું કારણ બની શકે છે.

ઉદાહરણ તરીકે કલ્પના કરો કે પરિક્ષણમાં શોર્ટકટના લીધે 2025 બાદ નિર્મિત કારોમાં નિયંત્રણ પ્રણાલિઓમાં ત્રુટી સર્જાય છે. જે AIની દરેક જટીલ પ્રોગ્રામિંગ વચ્ચે કોઈનું ધ્યાન જતું નથી. આને કોઈ વિશિષ્ટ તિથિ સાથે પણ સાંકળી શકાય છે. જેનાથી એક સમયમાં મોટી સંખ્યામાં કારો ખોટી રીતે ચાલવા લાગશે. જેનાથી સમગ્ર વિશ્વમાં અનેક લોકોના મૃત્યુ થઈ શકે છે.

જનરેટિવ AI સત્યને નિર્ધારિત કરવા અસંભવ બનાવી શકે છે. વર્ષોથી ફોટો અને વીડિયોને નકલી બનાવવું બહુ કપરુ હતું તેથી આપણે તેને વાસ્તવિક સમજતા હતા. જો કે જનરેટિવ AIએ પહેલેથી જ આ સ્થિતિનું મૌલિક સ્વરુપ બદલી કાઢ્યું છે. આપણે આશા રાખીએ છીએ કે નકલી મીડિયા તૈયાર કરવાની તેની ક્ષમતામાં સુધારો આવે, તેથી તે કહેવું ખૂબ મુશ્કેલ છે કે ફોટો અને વીડિયો વાસ્તવિક છે કે નહીં.

માની લો કે, કોઈ સન્માનિત નેતા, એક સેલિબ્રિટી વાસ્તવિક સામગ્રી જોવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પરંતુ ક્યારેક ક્યારેક તેમાં નકલી સામગ્રી પણ જોવા મળે છે. તેનું અનુકરણ કરતા લોકો માટે અસલી અને નકલી વચ્ચે ભેદ કરવો અશક્ય છે. સત્યને જાણવું અસંભવ બની રહેશે.

છેલ્લે જે પ્રણાલિઓનું નિર્માણ કરવામાં આવશે તેની અત્યાધિક જટિલતા, વિવિધ સંગઠનોના સ્વામિત્વવાળી પ્રણાલિઓના નેટવર્ક, જે દરેક એકબીજા પર નિર્ભર છે તેનું અપ્રત્યાશિત પરિણામ હશે. ચીજો ખોટી કેમ થઈ રહી છે તેના મૂળ સુધી પહોંચવાનું અશક્ય નહિ બને પરંતુ મુશ્કેલ તો બની જ રહેશે. તમે કલ્પના કરો કે સાયબર ગઠીયાઓ ઓવન અને ફ્રીજને હેક કરે છે અને બધા ઉપકરણો એક સાથે ચાલુ થઈ જાય છે અને ગ્રીડ પર વીજળીનો પુરવઠો વધી જાય છે. જેનાથી વીજળી પૂરવઠાની અછત સર્જાય છે.

આવા પૂર્વાનુમાનોનો ઉદ્દેશ્ય ચિંતા પેદા કરવી તે નથી, પરંતુ આપણે સમસ્યાઓનો ઉકેલ શોધવાનું શરુ કરી દઈએ તે છે. કદાચ નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા સૂચનો સોફ્ટવેર જિજુત્સુ છે જે પોતાની રક્ષા અને બચાવ કરવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. આપણે વધારાના કોડ બનાવીને કોમ્પ્યૂટર પ્રોગ્રામને પોતાની સુરક્ષા માટે બાધ્ય કરી શકીએ છીએ. જે પ્રોગ્રામના આઉટપુટને માન્ય કરે છે. પ્રભાવી રીતે તે કોડ જે સ્વયં પોતાની તપાસ કરે છે. આ રીતે આપણે આ બાબત પર ભાર મુકી શકીએ કે સુરક્ષિત સોફ્ટવેર સંચાલન સુનિશ્ચિત કરવા માટે પહેલેથી જ ઉપયોગ કરવામાં આવનાર વિધિઓ નવી ટેકનોલોજી પર લાગુ કરવી જરુરી છે. આ પ્રણાલિઓની નવીનતાનો ઉપયોગ યોગ્ય સુરક્ષા અભ્યાસને નજરઅંદાજ કરવાના બહાના તરીકે ન કરવો જોઈએ.

નિષ્ણાંતો એ વાત પર સહમત છે કે માત્ર ટેકનોલોજીકલ આન્સર જ પર્યાપ્ત નથી. તેના બદલે માનવ અને ટેકનોલોજી વચ્ચેનો સંવાદ પણ સમાધાનમાં શોધાવો જોઈએ. આપણે આ માનવ ટેકનોલોજી સમસ્યાઓ અને વિભિન્ન વિષયોમાં શિક્ષાના નવા સ્વરૂપોથી નિપટવા માટે ટેલેન્ટ વિક્સિત કરવાની જરુર છે. સરકારોએ પોતાની AI ખરીદી માટે સુરક્ષા સિદ્ધાંત સ્થાપિત કરવા અને સમગ્ર ક્ષેત્રમાં AI સુરક્ષા માટે કાયદો બનાવવા, જવાબદાર વિકાસ અને તૈનાતીના તરીકાને પ્રોત્સાહિત કરવાની આવશ્યકતા છે. આ પૂર્વાનુમાનો આપણને ભવિષ્યની સંભવિત સમસ્યાઓના સમાધાન માટે અનેક પ્રકારના ઉપકરણ પ્રદાન કરે છે. આવો આપણે આપણા ટેકનિકલ ફ્યુચરના રોમાંચક વચનોને સાકાર કરતા ઉપકરણોને અપનાવીએ.

  1. Vibrant Summit 2024: એઆઈ ટેકનોલોજી વિશે શંકર ત્રિવેદી શું કહે છે? જૂઓ વીડિયો
  2. મનને સ્વસ્થ રાખવું હોય તો સોશિયલ મીડિયાથી દૂર રહો, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.