નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કેન્દ્રીય બજેટ 2024 રજૂ કર્યું છે. આ સમય દરમિયાન, નાણામંત્રીએ આઈટી એક્ટ 1961ની વ્યાપક સમીક્ષાની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે, "હું આવકવેરા અધિનિયમ 1961ની વ્યાપક સમીક્ષાની જાહેરાત કરું છું. તેનાથી વિવાદો અને મુકદ્દમાઓમાં ઘટાડો થશે. તેને 6 મહિનામાં પૂર્ણ કરવાની દરખાસ્ત છે."
રુ. 3 લાખ પગાર પર ટેક્સ નહી લાગે: નાણામંત્રીએ નવી કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને રૂ. 75,000 કરવાની જાહેરાત કરી હતી. નવી ટેક્સ વ્યવસ્થામાં 3 લાખ રૂપિયાના પગાર પર કોઈ ટેક્સ નહીં લાગે. ઈ-કોમર્સ ઓપરેટરો પર TDS દર 1% થી ઘટાડીને 0.1% કરવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણે અમુક મિલકતો માટે કેપિટલ ગેઈન પર ટેક્સ વધારીને રૂ. 1.5 લાખ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 7 થી 10 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
મધ્યમ વર્ગ માટે 30 ટકા આવકવેરા દર લાગુ: નાણામંત્રીએ કહ્યું કે, "હું આવકવેરા અધિનિયમ 1961ની વ્યાપક સમીક્ષાની જાહેરાત કરું છું. તેનાથી વિવાદો અને મુકદ્દમાઓમાં ઘટાડો થશે. તેને 6 મહિનામાં પૂર્ણ કરવાનો પ્રસ્તાવ છે." નાણામંત્રીએ સખાવતી સંસ્થાઓ માટે બે ટેક્સ મુક્તિ પ્રણાલીને જોડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉપરાંત, ટેક્સ ભરવાની તારીખ સુધી TDSમાં વિલંબને અપરાધ તરીકે ગણવામાં આવશે. બજેટ રજૂ કરતા પહેલા, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે મધ્યમ વર્ગ માટે વર્તમાન રૂ. 15 લાખની જગ્યાએ 20 લાખથી વધુની આવક અને વેતનના સ્તરો માટે 30 ટકા આવકવેરા દર લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત, નવી આવકવેરા પ્રણાલીમાં કપાતની મર્યાદા હાલના રૂ. 50,000થી વધારીને રૂ. 1 લાખ થવાની ધારણા હતી.
સરકાર ઇન્કમ ટેક્સ સેક્શન 80C માં ફેરફાર કરી શકે: બજેટમાં સેક્શન 80C, સેક્શન 80D, સેક્શન 80TTAમાં બચત, રોકાણ, હેલ્થ ઈન્સ્યોરન્સ અને બેંક ડિપોઝિટ પરના વ્યાજમાં પણ ફેરફારની અપેક્ષા હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે સરકાર 10 વર્ષ પછી ઈન્કમ ટેક્સ સેક્શન 80Cમાં ફેરફાર કરી શકે છે. તેને 1.5 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી શકાય છે. હાલમાં, 1.5 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ મૂળભૂત મુક્તિ મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી હતી. ટેક્સ નિષ્ણાતો તેને વધારીને રૂ. 5 લાખ કરવાની અપેક્ષા રાખતા હતા. તે જ સમયે, રૂ. 7 લાખની મુક્તિ મર્યાદામાં સુધારો કરીને રૂ. 8 લાખ કરવાની શક્યતા હતી.