નવી દિલ્હી: એલોન મસ્કની એક્સ કંપનીએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે કેટલાક ભારતમાં એકાઉન્ટ્સ અને પોસ્ટ્સ વિરુદ્ધ પગલાં ભરવા માટે જે 'એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ' પ્રસારીત કર્યા છે તેની સાથે અસંમત છે. જો કે X પરની પોસ્ટમાં કરવામાં આવેલા આરોપોનો સરકારે હજુ સુધી જવાબ આપ્યો નથી.
Xની ટીમે જણાવ્યું હતું કે, તેઓ કાયદાકીય પ્રતિબંધોને કારણે એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરી શકે તેમ નથી. જો કે કંપની પારદર્શિતા માટે તેને જાહેર કરવા જરૂરી છે તેમ માને છે. ભારત સરકારના આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ખેડૂતોના વિરોધ સાથે જોડાયેલા એકાઉન્ટ્સને હંગામી ધોરણે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
ગૃહ મંત્રાલયએ કરેલ વિનંતી અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખેડૂતોના વિરોધ સાથે જોડાયેલા લગભગ 177 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને હંગામી ધોરણે બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારત સરકારે એક્ઝિક્યૂટિવ ઓર્ડર પ્રસારિત કર્યા છે. જેમાં Xને ચોક્કસ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સ પર કાર્યવાહીમાં નોંધપાત્ર દંડ અને જેલવાસ સહિત સંભવિત દંડનો સમાવેશ કર્યો છે. X કંપનીએ જણાવ્યું હતું કે સરકારના આદેશને પડકારતી અરજી હજૂપણ પેન્ડિંગ છે. કંપની વધુમાં જણાવે છે કે, અમે માત્ર ભારતમાં આ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને રોકવાની કાર્યવાહી કરી શકીએ પણ અમે એક્શન સાથે અસંમત છીએ. આ પોસ્ટ્સને પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો લાભ મળવો જોઈએ.
X કંપનીએ પોસ્ટમાં આગળ લખ્યું છે કે, અમારી સ્થિતિ સાથે સુસંગત, ભારત સરકારના બ્લોકિંગ ઓર્ડરને પડકારતી રિટ અપીલ પેન્ડિંગ છે. અમે અસરગ્રસ્ત વપરાશકર્તાઓને અમારી નીતિઓ અનુસાર આ ક્રિયાઓની સૂચના પણ આપી છે. કાનૂની પ્રતિબંધોને લીધે, અમે એક્ઝિકયૂટિવ ઓર્ડરને પ્રકાશિત કરવામાં અસમર્થ છીએ. સાથે સાથે અમે માનીએ છીએ કે તેને સાર્વજનિક બનાવવા પારદર્શિતા માટે જરૂરી છે. આ જાહેરાતનો અભાવ જવાબદારી અને મનસ્વી નિર્ણય લેવાની અભાવ તરફ દોરી શકે છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ દ્વારા કરવામાં આવેલા દાવાઓ સરકાર સાથે ચર્ચા વિચારણાનો ઈશારો કરે છે.
કેન્દ્ર સરકારે એક્ઝિક્યૂટિવ ઓર્ડરમાં જે યૂઝર્સનો સમાવેશ કર્યો છે તેને સોશિયલ મીડિયા ફર્મ દ્વારા કંપનીની નીતિઓ અનુસાર સરકારી પગલાંની સૂચના આપવામાં આવી છે. દેશભરના ખેડૂતો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટેની કાયદેસર ગેરંટી અને કૃષિ દેવા માફી સહિતની તેમની માંગણીઓ માટે દબાણ કરવા માટે વિરોધ કરી રહ્યા છે.