ગીર સોમનાથ: સોમનાથ પોલીસે વેરાવળ બંદરના વાણીયાગોદી પાસેથી 50 કિલો કોકેઈન હેરોઈન અને મોર્ફિનના જથ્થા સાથે ત્રણ ઈસમોને વેરાવળ અને અન્ય છ ઈસમોને ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી રાઉન્ડ અપ કરીને દરિયાઈ માર્ગે માછીમારીની બોટોમાં થતા ડ્રગ્સના કાળા કારોબારનો પડદાફાશ કર્યો છે. ગઈ કાલે વહેલી સવારે પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ડ્રગ્સના હેરાફેરીમાં વેરાવળ બંદરથી આસિફ ક્ષમા અને અરબાજબમાં બંને જામનગર અને ધર્મન કશ્યપ ઉત્તર પ્રદેશની અટકાયત કરીને ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પકડમાં રહેલો આસિફ જામનગરથી રાજકોટ કાર મારફતે ડ્રાઇવિંગ કરીને પેસેન્જરને લેવા અને મુકવાનું કામ કરતો હતો. આ સમય દરમિયાન તેના સંપર્કમાં આવેલા એક અજાણ્યા વ્યક્તિએ બે વર્ષ પહેલા જામનગરથી માળીયા મીયાણા વિસ્તારમાં એક પાર્સલ પહોંચાડવાના બદલામાં આશિફને 20,000 આપ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર ડ્રગ્સ કાંડમાં આ અજાણ્યો વ્યક્તિ મુખ્ય સપ્લાયર હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી.
વેરાવળથી રાજકોટ પાર્સલ પહોંચાડવા દરમિયાન પકડાયા
સમગ્ર મામલામાં આસિફને અજાણ્યા વ્યક્તિએ વેરાવળથી રાજકોટ એક પાર્સલ પહોંચાડવાના બદલામાં 50,000 આપવાની વાત કરીને તેને વેરાવળ કાર સાથે મોકલ્યો હતો. આ દરમિયાન તેમની સાથે તેનો મિત્ર અરબાઝ પણ જોડાયો હતો. વેરાવળ બંદરે કાર પાર્ક કરીને બંને અન્યત્ર જતા રહેતા કારમાં પાર્સલ મુકાઈ ગયાની જાણ whatsapp કોલના માધ્યમથી થતા બંને કાર હંકારીને રાજકોટ તરફ જતા હતા અન્ય માછીમારે સમગ્ર ઘટનામાં કંઈક રંધાઈ રહ્યું છે તેવી શંકા જતા બોટના માલિકને સમગ્ર મામલાની જાણ કરતા તેમણે કારને આંતરીને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો.
માછીમારી દરમિયાન સમગ્ર ડ્રગ્સનું થયું હેરાફેરી
વેરાવળ બંદરની બોટમાં માછીમારી કરી રહેલા ધર્મન કશ્યપનો સંપર્ક 26 જાન્યુઆરીના દિવસે મધ દરિયે ઓમાનના એક વ્યક્તિ સાથે થયો હતો તેમણે ધર્મનને 1500 થી 1700 કિલો માછલી વિનામૂલ્યે આપીને તેમની પાસે રહેલા બે પાર્સલ ગુજરાતના બંદરે ઉતારવાનું કહીને તેને 50 હજાર રૂપિયા આપવાની સાથે માછલી અને પાર્સલના બે બાચકા માછીમારીની બોટમાં મૂકી દીધા હતા. જે ધર્મન કશ્યપ વેરાવળ બંદર સુધી માછલીઓની સાથે લાવ્યો હતો પરંતુ એક પાર્સલના 50000 રૂપિયા તેને નહીં મળતા તે પાર્સલ તેણે તેની પાસે રાખ્યો હતો. જે વહેલી સવારે પોલીસ તપાસમાં બોટમાંથી ધર્મન કશ્યપ પાસેથી મળી આવ્યું હતું જેમાં કિલોના પેકિંગના 24 પડીકાઓ હતા જેમાં કોકેઈન હિરોઈન અને મોરફીન હોવાની શક્યતાઓ વ્યક્ત થાય છે.
સમગ્ર મામલામાં ઓમાન અને જામનગરનો અજાણ્યો વ્યક્તિ મુખ્ય
પોલીસ પકડમાં નવ જેટલા વ્યક્તિઓ ડ્રગ્સ મામલામાં જોવા મળે છે પરંતુ આ તમામ વ્યક્તિઓ ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ જોવા મળ્યા છે અને તેના આકાઓ જામનગર અને ઓમાનના અજાણી વ્યક્તિ હોવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. ડ્રગ્સની હેરાફેરી કરતો ઓમાનની એ અજાણી વ્યક્તિ કોણ છે તેને લઈને પોલીસ ચોક્કસથી તપાસ કરશે પરંતુ જામનગરનો અજાણ્યો વ્યક્તિ કોણ છે તેને લઈને પોલીસ ખૂબ જ ગંભીરતાથી તપાસ કરશે એટલા માટે કે પોલીસ પકડમાં રહેલો આસિફ સમા અને જામનગરનો એ અજાણ્યો વ્યક્તિ પરિચિત છે. આસિફ પાસેથી પોલીસને જે વિગતો મળશે ત્યારબાદ જામનગરના અજાણ્યા વ્યક્તિ કોણ છે તેને લઈને પણ આગામી દિવસોમાં ચોક્કસ ખુલાસો થશે.
9 આરોપીઓની ધરપકડ: SOG અને NDPS(Narcotic Drugs and Psychotropic Substances)ની ટીમ દ્વારા સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. FSL રિપોર્ટમાં આ નશીલો પદાર્થ હેરોઇન હોવાની માહિતી બહાર આવી હતી. હાલ FSL સહિત ગીર સોમનાથ SOG અને LCB સહિતની બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ સમગ્ર ઓપરેશન અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.
માછીમારીની બોટમાં આટલા મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ કઈ રીતે આવ્યો તેને મોકલનાર કોણ અને વેરાવળમાં પહોંચેલો નશા નો કારોબાર કોણ ચલાવી રહ્યું હતું અને શા માટે આટલા મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મંગાવવામાં આવ્યો છે તેને લઈને પણ કોઈ ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે.
અગાઉ પણ પકડાયું હતું ચરસ: ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠામાં અગાઉ પણ નશીલા પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાતા ચરસનો પણ ખૂબ મોટો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે. દરિયાકાંઠામાં ચરસના પેકેટ બિન વારસુ હાલતમાં દરિયામાં તરતા મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસની તપાસમાં વેરાવળના કેટલાક લોકો ચરસનો વેપાર કરતા હોવાનું પણ સામે આવતા તેની અટકાયત કરવામાં આવી છે ત્યારે આજે પકડાયેલો નશાકારક પદાર્થ કયો છે તેને લઈને પોલીસ કોઈ ખુલાસો કરી શકે છે વેરાવળ સીધી રીતે પાકિસ્તાન સાથે જળસીમાંથી જોડાયેલો છે ત્યારે નશાકારક પદાર્થ ક્યાંથી આવ્યો તે કેવા પ્રકારનો નશા નો પદાર્થ છે તેને લઈને પણ પોલીસ કોઈ ચોંકાવનારો ખુલાસો કરે તેવી શક્યતાઓ છે હાલ તો પોલીસે નશાકારક પદાર્થ સાથેની બોટ પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.