ETV Bharat / bharat

DGCA ના યુ-ટર્ન બાદ FIPએ કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાનને પત્ર લખ્યો, જાણો સમગ્ર મામલો - Federation of Indian Pilots - FEDERATION OF INDIAN PILOTS

પાયલોટ માટે સુધારેલા ફ્લાઇંગ ડ્યુટી નોર્મ્સને મોકૂફ રાખવા પર DGCA એ યુ-ટર્ન લીધો છે. આના પર FIP દ્વારા કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાનને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે, આ પાઇલોટ અને મુસાફરોની સુરક્ષા માટે ખતરો છે.

DGCA ના યુ-ટર્ન બાદ FIPએ કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાનને પત્ર લખ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 29, 2024, 4:35 PM IST

Updated : Apr 2, 2024, 3:45 PM IST

નવી દિલ્હી : ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (DGCA) 1 જૂનથી પાયલોટ માટે સુધારેલા ફ્લાઇંગ ડ્યુટી નોર્મ્સના અમલીકરણને મુલતવી રાખવા પર યુ-ટર્ન લીધો છે. તેના એક દિવસ બાદ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ (FIP) દ્વારા કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ માત્ર પાઇલટની સુરક્ષાને જ જોખમમાં નથી મૂકતું, પરંતુ મુસાફરોની સુરક્ષાને પણ નુકસાન પહોંચાડે છે.

FIP નો ઉડ્ડયન પ્રધાન જોગ પત્ર : 28 માર્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, હિતધારકો સાથે અગાઉથી પરામર્શ કર્યા વિના DGCA દ્વારા 26 માર્ચ, 2024 ના રોજ CAR નું સુધારેલું સંસ્કરણ જાહેર કર્યું છે. જોકે 1 જૂન, 2024 થી ઓપરેટરો માટે સુધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો. તેના બદલે અનુસૂચિત એર ટ્રાફિક સંચાલનમાં રોકાયેલા ઓપરેટરોને હવે નવી CAR અનુસાર તેમની સંબંધિત યોજનાની મંજૂરી સુધી 24 એપ્રિલ, 2019 મુજબ કામગીરી ચાલુ રાખવાની પરવાનગી હશે.

મુસાફરોની સુરક્ષા પર સૂચન : આ પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, DGCA ના યુ-ટર્નથી માત્ર પાયલટ જ નહીં પરંતુ હવાઈ મુસાફરોની સુરક્ષા માટે પણ ખતરો છે. DGCA દ્વારા નવીનતમ સુધારો એટલે કે અમલીકરણ માટેની છેલ્લી તારીખે છોડવાનો છે અને સતત રાત્રીના સંચાલન સંબંધિત નિયમોમાં કરવામાં આવેલ સુધારો મનમાની છે. કારણ કે તેની અસર એ સુનિશ્ચિત કરવા માટે છે કે સુધારેલ CAR સ્થિર છે.

CAR અમલીકરણ : પત્રમાં વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, DGCA ની કાર્યવાહી માત્ર પાયલોટની સુરક્ષા જ નહીં, પરંતુ મુસાફરોની સુરક્ષાને પણ નુકસાન પહોંચાડે છે. આને સુધારેલી CAR ના અમલીકરણ દ્વારા સુરક્ષિત કરી શકાય છે. આ સિવાય ઓપરેટરોના વ્યાવસાયિક લાભ માટે પાયલોટના સ્વાસ્થ્ય અને સલામતી પર પ્રતિકૂળ પ્રભાવ પાડી શકાય નહીં.

FIP દ્વારા અપીલ : DGCA ને નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરતાં FIP એ કહ્યું કે, અમને સંપૂર્ણ આશા છે કે તમે સુનિશ્ચિત કરશો કે DGCA 8 જાન્યુઆરી, 2024 ના પોતાના સંદેશના પવિત્ર હેતુને અક્ષરસહ અનુસરશે. અહીં એ ધ્યાન રાખવું યોગ્ય છે કે જ્યારે સુધારેલી સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ (CAR) 26 માર્ચે મોડેથી અપલોડ કરવામાં આવી હતી. ત્યારે DGCA એ જણાવ્યું હતું કે, એરલાઇન્સ કોઈપણ સમયરેખાનો ઉલ્લેખ કર્યા વિના વર્તમાન ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટ (FDTL) નિયમો સાથે ચાલુ રાખી શકાય છે.

શું છે મામલો ? નોંધનીય છે કે ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસજેટનો સમાવેશ કરતી ફેડરેશન ઓફ ઈન્ડિયન એરલાઈન્સ (FIA) દ્વારા ગયા મહિને DGCA ને 1 જૂનની સમયમર્યાદા મુલતવી રાખવા માટેનો પત્ર લખ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. તેમાં એ વાત પર ધ્યાન દોરવામાં આવ્યું છે કે નવા નિયમોના અમલીકરણ માટે એરલાઇન્સને ભાડામાં 15 ટકાથી વધુ વધારો કરવાની જરૂર પડશે. જો DGCA સમયમર્યાદાને મુલતવી નહીં રાખે તો આગામી ઉનાળાની સિઝનમાં વધુ ફ્લાઈટ કેન્સલ થશે.

  1. તેજસ MK-1Aએ પ્રથમ ઉડાન પૂર્ણ કરી, HAL તેને 'નોંધપાત્ર ઉત્પાદન માઇલસ્ટોન' ગણાવે છે. - Tejas Mk1a
  2. બાઇક રાઇડ ગોતો છો? જાણો ભારતની શ્રેષ્ઠ પાંચ બાઇક રેન્ટલ એપ, રાઈડ રોમાંચની તમામ માહિતી જાણો - Bike Rental Apps In India

Last Updated : Apr 2, 2024, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.