ETV Bharat / bharat

દિલ્હી પોલીસે 2000 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું, એક અઠવાડિયામાં બીજું મોટું કન્સાઈનમેન્ટ

દિલ્હી પોલીસે પશ્ચિમ દિલ્હીમાંથી 200 કિલો કોકેન જપ્ત કર્યું છે, જેની કિંમત 2,000 કરોડ રૂપિયા છે.

દિલ્હી પોલીસે 2000 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું
દિલ્હી પોલીસે 2000 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2024, 9:45 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે પશ્ચિમ દિલ્હીમાંથી રૂ. 2000 કરોડની કિંમતનો 200 કિલો કોકેઈન જપ્ત કર્યો છે. એક સ્પતાહ આ બીજું મોટું કન્સાઈનમેન્ટ છે. ગુરુવારે સાંજે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ જપ્તી દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના મહિપાલપુરમાંથી 5,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 562 કિલો ડ્રગ્સની વસૂલાત સાથે સંબંધિત છે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ દિલ્હીના રમેશ નગર વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દવા મીઠાના પેકેટમાં રાખવામાં આવી હતી.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, વેરહાઉસમાં ડ્રગ્સ રાખનાર વ્યક્તિ યુકેનો નાગરિક છે, અને ત્યાં કોકેઈન રાખ્યા બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે અખલાક (રૂ. 5,000 કરોડના ડ્રગ કેસમાં ધરપકડ)ની પૂછપરછ કર્યા પછી જ યુકેના આ નાગરિક વિશે માહિતી મેળવી હતી. આપને જણાવી દઈએ કે, અગાઉના દરોડામાં પોલીસે જિતેન્દ્ર પ્રીત ગિલની પણ અમૃતસરથી ધરપકડ કરી હતી. ગિલ બ્રિટનનો રહેવાસી છે પરંતુ ભારતીય નાગરિક છે.

5000 કરોડના ડ્રગ્સ કેસમાં સાતમા આરોપીની ધરપકડઃ દિલ્હી પોલીસે જણાવ્યું કે આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા સાતમા આરોપી અખલાખની રૂ. 5000 કરોડના ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તે ઉત્તર પ્રદેશના હાપુડનો રહેવાસી છે. સ્પેશિયલ સેલ આ સમગ્ર સિન્ડિકેટ સાથે સંબંધિત તમામ એંગલથી તપાસ કરી રહી છે. કાર્ગો રૂટથી રોડ સુધીની તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ સિન્ડિકેટમાં અખલાખની ભૂમિકા પરિવહન સાથે સંબંધિત છે. ડ્રગ્સ રેકેટના આરોપી તુષાર ગોયલની પ્રોપર્ટીની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી તે પ્રોપર્ટી સામે કાર્યવાહી કરી શકાય.

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો: થોડા દિવસો પહેલા, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. તુષાર ગોયલ, ભરત કુમાર જૈન, ઔરંગઝેબ સિદ્દીકી અને હિમાંશુ કુમાર નામના દાણચોરી સાથે જોડાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

  1. દિલ્હીને LGથી મુક્ત કરાવીશ, પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવીશ, જનતાની અદાલતમાં બોલ્યાં કેજરીવાલ - janta darbar at delhi
  2. સત્યેન્દ્ર જૈનને ન મળ્યા જામીન, મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર ચુકાદો અનામત - Satyendra Jain bail plea

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.