ETV Bharat / bharat

કેજરીવાલને હાઈકોર્ટનો મોટો ફટકો, ધરપકડને પડકારતી અરજી ફગાવી, દિલ્હી કોર્ટની ટિપ્પણી જાણો - KEJRIWAL BAIL

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 5:25 PM IST

દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી હતી. મંગળવારે ચુકાદો આપતી વખતે કોર્ટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી અને કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

કેજરીવાલને હાઈકોર્ટનો મોટો ફટકો, ધરપકડને પડકારતી અરજી ફગાવી, દિલ્હી કોર્ટની ટિપ્પણી જાણો

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે મંગળવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ ચુકાદો આપતાં કહ્યું કે આ અરજી જામીન અરજી નથી, પરંતુ ધરપકડને પડકારવામાં આવી છે. જ્યારે પણ કોઈ આરોપીને સરકારી સાક્ષી બનાવવામાં આવે છે, તે ન્યાયિક અધિકારીનું કામ છે, તપાસ એજન્સી ઈડીનું હીં.

સાક્ષીઓની ઉલટતપાસ કરી શકે : કોર્ટે કહ્યું કે ચૂંટણી લડવા માટે કોણે પૈસા આપ્યા તે નક્કી કરવાનું કોર્ટનું કામ નથી. ચૂંટણી બોન્ડના રૂપમાં કોણે કઇ પાર્ટીને પૈસા આપ્યા તે ધ્યાનમાં લેવાની જરૂર નથી. જો કેજરીવાલ ઇચ્છે તો સાક્ષીઓની ઉલટતપાસ કરી શકે છે. આ ટ્રાયલ મેટર છે હાઈકોર્ટનો મામલો નથી.

તપાસ કેવી રીતે કરવી તે નક્કી કરવાનું કામ આરોપીનું નથી : કોર્ટે કહ્યું કે તપાસ એજન્સી કોઈની પણ તપાસ કરી શકે છે. અમાનતુલ્લા ખાનના નિર્ણયનું ઉદાહરણ આપતા કોર્ટે કહ્યું કે જાહેર વ્યક્તિઓને પણ બક્ષવામાં ન આવે. અમે ટ્રાયલ કોર્ટને બદલી શકતા નથી. કેજરીવાલની વીસી મારફત પૂછપરછ થઈ શકી હોત તેવી દલીલ ફગાવી દેવામાં આવે છે. તપાસ કેવી રીતે કરવી તે નક્કી કરવાનું કામ આરોપીનું નથી. આ આરોપીની સગવડતા મુજબ ન હોઈ શકે.

કોર્ટ કાયદાથી બંધાયેલી છે : કોર્ટે વધુમાં કહ્યું કે કેજરીવાલ માર્ચથી સમન્સની અવગણના કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધરપકડ કરવામાં આવી હોવાનું કહી શકાય નહીં. અદાલત કાયદાથી બંધાયેલી છે, રાજકારણથી નહીં. ન્યાયાધીશો બંધારણથી બંધાયેલા છે. ન્યાયતંત્રનું કામ કાયદાનું અર્થઘટન કરવાનું છે અને આમાં તે કોઈનો પક્ષ લેતી નથી, રાજકારણમાં પડતી નથી. રાજકીય હસ્તીઓના કેસમાં અદાલતે માત્ર કાયદાને જોવો પડે છે અને તેના માટે રાજકારણ જરૂરી નથી. અદાલતની ચિંતા બંધારણીય નૈતિકતાની છે, રાજકીય નૈતિકતાની નહીં. આ કેસમાં પણ કોર્ટે માત્ર કાયદાકીય તથ્યોને ધ્યાનમાં લીધા હતા.

સીએમ કેજરીવાલ 21 માર્ચથી કસ્ટડીમાં છે : કેજરીવાલે 23 માર્ચે તેમની ધરપકડને પડકારતી અરજી દાખલ કરી હતી. 3 એપ્રિલે આ અંગે સુનાવણી કરતી વખતે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અગાઉ 1 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી અને તેમને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે, તેને 9 દિવસ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલની ઈડીએ 21 માર્ચે દારૂ નીતિ કેસમાં ધરપકડ કરી હતી.

  1. અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર આજે નિર્ણય, 9 દિવસથી તિહાર જેલમાં છે બંધ - DELHI HC VERDICT ON KEJRIWAL BAIL
  2. BRS નેતા કવિતાની જામીન અરજી નામંજૂર, પુત્રની પરીક્ષા માટે માંગ્યા હતા જામીન - K KAVITHA INTERIM BAIL REJECT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.