નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોમવારે સવારે દિલ્હીથી ઓખલાના AAP ધારાસભ્ય અમાનતુલ્લાહના ઘરે દરોડા પાડ્યા. કલાકોની પુછપરછ બાદ અંતે ઈડીના અધિકારીઓએ ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી હતી. આ અંગેે એક્સ પર અમાનતુલ્લાહ ખાને જણાવ્યું હતું કહ્યું કે, EDની ટીમ મારી ધરપકડ કરવા માટે મારા ઘરે આવી છે.
#WATCH दिल्ली: AAP विधायक अमानतुल्लाह खान को ED अधिकारियों ने हिरासत में लिया।
— ANI_HindiNews (@AHindinews) September 2, 2024
ED आज सुबह उनके आवास पर छापेमारी करने पहुंची थी। https://t.co/ieN56bepmr pic.twitter.com/ze9JK7WFXS
આ પછી તેણે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે સવારના 7 વાગ્યા છે અને EDની ટીમ મારી ધરપકડ કરવા મારા ઘરે આવી છે. તેમણે કહ્યું ''કે મારી સાસુને કેન્સર છે અને 4 દિવસ પહેલા તેમનું ઓપરેશન થયું હતું. ધારાસભ્યએ કહ્યું કે આ લોકો મને છેલ્લા બે વર્ષથી હેરાન કરી રહ્યા છે અને મેં તેમની દરેક નોટિસનો જવાબ આપ્યો છે. મારી સામે ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. મને અને મારી પાર્ટીને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમે તૂટનારા નથી. ધારાસભ્ય ખાને ઓખલાના લોકોને આશ્વાસન આપ્યું છે કે તેમનું કોઈપણ કામ અટકશે નહીં''.
#WATCH | Delhi: Visuals from outside the residence of Aam Aadmi Party MLA Amanatullah Khan.
— ANI (@ANI) September 2, 2024
He claimed that ED officials have arrived at his residence to arrest him. pic.twitter.com/T4oFDByZQy
મળતી માહિતી મુજબ, સોમવારે સવારે EDના ઘણા અધિકારીઓ અમાનુલ્લાહના ઘરે દરોડા પાડવા પહોંચ્યા અને તપાસમાં વ્યસ્ત છે. ગયા વર્ષે પણ 10 ઓક્ટોબરે EDએ અમાનતુલ્લાહના ઘરે દરોડા પાડ્યા હતા અને કેટલાક કલાકો સુધી પૂછપરછ અને તપાસ કરી હતી. જ્યારે EDએ ફરીથી દરોડા પાડ્યા, ત્યારે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ X પર પોસ્ટ કરીને આ કાર્યવાહીને મોદીની સરમુખત્યારશાહી અને EDની ગુંડાગીરી ગણાવી.
#WATCH | AAP MLA Amanatullah Khan says " it is 7 am right now. ed has come to my residence to arrest me in the name of a search warrant. my mother-in-law has been diagnosed with cancer. she had an operation four days ago. she is also at my house. i have written to them (ed) and i… https://t.co/cbjFYDnRh5 pic.twitter.com/xFrJkN5pol
— ANI (@ANI) September 2, 2024
અમાનતુલ્લાનો વીડિયો સંદેશ: ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાએ X પર પોસ્ટ કર્યું છે કે "હાલમાં EDના લોકો મારી ધરપકડ કરવા માટે મારા ઘરે પહોંચ્યા છે." અધિકારીઓ ધારાસભ્ય અમાનતુલ્લાની પૂછપરછ અને તપાસમાં વ્યસ્ત છે. ગયા વર્ષે પણ 10 ઓક્ટોબરે EDએ ધારાસભ્ય અમાનતુલ્લાના ઘરે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન અમાનતુલ્લાએ ED આવે ત્યારે સ્થાનિક પોલીસ અને તેના વકીલને તપાસમાં સામેલ કરવાનું કહ્યું હતું. બંનેની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. અમાનતુલ્લાએ કહ્યું હતું કે જ્યારે તેમણે અધિકારીઓને પૂછ્યું કે શું તેઓ કોઈ કેસની તપાસ કરી રહ્યા છે, તો તેમને કહેવામાં આવ્યું કે વર્ષ 2016માં સીબીઆઈએ એક કેસ નોંધ્યો હતો જેની તેઓ તપાસ કરવા આવ્યા હતા. અમાનતુલ્લાએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ બોર્ડમાં હતા ત્યારે એક ખરીદ સમિતિની રચના કરવામાં આવી હતી. ખરીદ સમિતિએ 1500 સૂટની ખરીદી કરી હતી. એક સૂટની કિંમત 160 રૂપિયા હતી જે ગરીબોને આપવાના હતા. તે 1400 સૂટ માટે યોગ્ય છે પરંતુ 100 સૂટ માટે નહીં.
#WATCH | AAP विधायक अमानतुल्लाह खान के घर पर ED की तलाशी पर दिल्ली के मंत्री सौरभ भारद्वाज ने कहा, " केंद्र सरकार खुलेआम गुंडागर्दी कर रही है। वक्फ बोर्ड में भर्ती से जुड़ा एक घिनौना मामला, उस मामले में बोर्ड के तत्कालीन चेयरमैन और हमारे विधायक अमानतुल्लाह खान को आरोपी बनाया गया।… pic.twitter.com/EJPJ8lTY3H
— ANI_HindiNews (@AHindinews) September 2, 2024
સંજ્ય સિંહે ED અને મોદી પર સાધ્યું નિશાન
EDના દરોડા પર આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પોસ્ટ કર્તા કહ્યું કે, ઈડીની નિર્દયતા જુઓ અમાનતુલ્લાહ પહેલા ઈડીની તપાસમાં સામેલ થયા અને તેમની પાસેથી આગળનો સમય માગ્યો તેમની સાસુને લૉ કેન્સર છે અને તેમનું ઓપરેશ થયું છે અને આ લોકો સવાર-સાવરમાં હોબાળો કરવા પહોંચી ગયા છે. અમાનતુલ્લા વિરુદ્ધ કોઈ પુરાવા નથી, પરંતુ મોદીની સરમુખત્યારશાહી અને EDના અધિકારીઓની ગુંડાગીરી બંને શરૂ છે.
આ પણ વાંચો: