ETV Bharat / bharat

સાસુના પ્રેમમાં સમલૈંગિક પુત્રવધુએ હદ વટાવી, આખરે સાસુએ સામે આવી જણાવી હકીકત, જુઓ શું કહ્યું... - Homosexual Relations - HOMOSEXUAL RELATIONS

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં પુત્રવધૂ અને સાસુ વચ્ચે પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે. સમલૈંગિક પુત્રવધુ પોતાની સાસુના પ્રેમ પડી અને પછી બધી જ હદ વટાવી દીધી, જોકે આખરે મહિલા સામે આવી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, જુઓ સમગ્ર મામલો...

સાસુના પ્રેમમાં સમલૈંગિક પુત્રવધુએ હદ વટાવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 28, 2024, 2:21 PM IST

ઉત્તરપ્રદેશ : બુલંદશહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પુત્રવધૂ પોતાની જ સાસુના પ્રેમમાં પડી ગઈ છે. પુત્રવધુ સાસુ સાથે સજાતીય સંબંધો રાખવા માંગે છે. ઉપરાંત તેની વાત નહીં માને તો તેના પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહી છે. આ આરોપ લગાવતા એક સાસુએ પોલીસને મદદ માટે અપીલ કરી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

સાસુએ સામે આવી જણાવી હકીકત, જુઓ શું કહ્યું...

સમલૈંગિક પુત્રવધુ : આ અંગે મળતી માહિતી અનુસાર દિલ્હીના ભજનપુરાની રહેવાસી એક મહિલા શનિવારના રોજ પોતાના પુત્ર સાથે SSP ઓફિસ પહોંચી હતી. મહિલાએ જણાવ્યું કે તે બુલંદશહરના એક ગામની વતની છે. તે છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં રહે છે. બે વર્ષ પહેલા એકમાત્ર પુત્રના લગ્ન બુલંદશહેરના એક ગામની રહેવાસી છોકરી સાથે થયા હતા.

પીડિત સાસુનો આરોપ : મહિલાનો આરોપ છે કે, લગ્ન બાદ પુત્રવધૂએ તેના પતિથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું હતું. લગ્નના છ મહિના પછી જ્યારે તેને આ વાતની ખબર પડી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પુત્રવધૂએ કહ્યું કે, તે સાસુને પ્રેમ કરે છે અને તેના પતિ સાથે નહીં રહે. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો પુત્રવધૂએ ફોન પર સમલૈંગિક લગ્ન સાથે સંબંધિત સમાચાર બતાવ્યા.

પુત્રવધુ ધમકી આપતી : બીજી તરફ પુત્રવધૂના માતા-પિતાએ પણ હાથ ઊંચા કરી દીધા. સાસુનો આરોપ છે કે, પુત્રવધૂ તેની સાથે સમલૈંગિક સંબંધો રાખવા પર અડગ છે. તે એમ પણ કહે છે કે, તે તેની સાસુને નશાની ગોળીઓ આપીને ખોટું કામ કરશે. જ્યારે તેણે તેની પુત્રવધૂના માતા-પિતાને સંબંધ તોડવાનું કહ્યું તો તેઓએ 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

ખોટા કેસમાં ફસાવવાની ધમકી : પુત્રવધુ ધમકી પણ આપી હતી કે જો તે તેની વાત નહીં માને તો તેના પતિ સામે બળાત્કારનો કેસ દાખલ કરી દેશે. પીડિતાનું કહેવું છે કે, પુત્રવધૂ કહે છે કે જ્યારે તેની સાસુ તેને લગ્ન માટે મળવા આવી ત્યારથી જ તેને પસંદ કરતી હતી. મહિલા સેલના ઇન્ચાર્જ સુનિતા મલિક કહે છે કે, ફરિયાદ આવી જ હશે, તે VIP ડ્યૂટી પર હતી. આ મામલાની તપાસ કરીને ઉકેલ લાવવામાં આવશે.

  1. Same Sex Marriage In Bihar : 'અમને અલગ કર્યા તો મોતને વ્હાલું કરીશું...' બિહારમાં બે છોકરીઓ લગ્નગ્રંથીમાં જોડાઇ
  2. Uttar Pradesh News: મિત્ર સાથે લગ્ન કરવા છોકરો બનવા માંગતી હતી, માતાએ તાંત્રિકને સોપારી આપીને કરાઈ હત્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.