ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં સાઇબર ક્રાઇમ પોલીસે 29 સાઇબર ગઠિયાઓની ધરપકડ હતી, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ગુનેહગારો સમગ્ર દેશમાં 24 કરોડથી વધારેની છેતરપિંડી કરી હતી.
સાઇબર ક્રાઇમ ટોળકીનો ભાંડાફોડ: ગુરુગ્રામ પોલીસે આરોપીઓ પાસેથી વિવિધ પ્રકારના ઉપકરણો જપ્ત કર્યા છે. આરોપીઓ પાસેથી 7 મોબાઇલ ફોન, 5 સિમ કાર્ડ અને 17 લેપટોપ મળી આવ્યા છે. આ આરોપીઓના લેપટોપની ઇન્ડીયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (14C) માં તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે તેમની સામે દેશભરમાં લગભગ 24 કરોડ 10 લાખ રુપિયાની છેતરપીંડીના કેસો દાખલ છે.
5953 ફરિયાદો અને 256 કેસો દાખલ: આરોપીઓ સામે છેતરપીંડીના સંબંધમાં સમગ્ર દેશમાં કુલ 5953 ફરિયાદો અને 256 કેસો દાખલ છે. આ કેસોમાંથી 17 કેસો હરિયાણાના છે. જેમાંથી થાણા સાઇબર અપરાધ ગુરુગ્રામમાં 2 કેસો, થાણા સાઇબર અપરાધ પશ્ચિમ ગુરુગ્રામમાં 4 કેસો, થાણા સાઇબર અપરાધ માનેસરમાં 1 કેસ અને થાણા સાઇબર અપરાધ દક્ષિણ ગુરુગ્રામમાં 1 કેસ દાખલ છે.
ઇંસ્ટાગ્રામમાં ફેક આઇડીથી છેતરપિંડી: ગુરુગ્રામ પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીએ KYC અપડેટના નામે છેતરપિંડી કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવીને ટેક્નિકલ સપોર્ટના નામે અમેરિકાના લોકો સાથે છેતરપિંડીની ગુન્હાઓને અંજામ આપતા હતા અને મારુતિ કંપનીમાં કોન્ટ્રેક્ટ અપાવવાના બહાને લોકોના પૈસા ટ્રાન્સફર કરવા જેવી વિવિધ પ્રકારની છેતરપિંડી કરીને ઠગાઇની ઘટનાઓને અંજામ આપતા હતા.
17 લેપટોપ જપ્ત: પોલીસની ટીમે આરોપીઓ પાસેથી 40 હજાર 500 રુપિયા, 7 મોબાઇલ ફોન, 5 સિમ કાર્ડ અને 17 લેપટોપ જપ્ત કર્યા હતા. ટેક્નિકલ ડિવાઇસની તપાસ 14Cથી કરવામાં આવી હતી. તપાસ રિપોર્ટના આધારે ગુરુગ્રામ પોલીસે આરોપીઓ દ્વારા કરાયેલ સાઇબર અપરાધોનો ખુલાસો થયો હતો.
આ પણ વાંચો: