ETV Bharat / bharat

આજ રોજ CUET UG 2024 પરિણામ જાહેર થયા, આ રીતે ડાઉનલોડ કરી શકો છો સ્કોર કાર્ડ - CUET UG Result 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 9:58 PM IST

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રવિવારે CUET UG 2024 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો emams.nta.ac.in/CUET-UG અને cuetug.ntaonline.in પર જઈને પરિણામ ચકાસી શકે છે. CUET UG Result 2024

આજ રોજ CUET UG 2024 પરિણામ જાહેર થયા
આજ રોજ CUET UG 2024 પરિણામ જાહેર થયા (Etv Bharat)

નવી દિલ્હી: CUET UG 2024 પરિણામની રાહ હવે પૂરી થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ 2024 (CUET UG 2024) ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, CUET 2024ની પરીક્ષામાં 13 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરિણામ જાહેર થયા બાદ હવે CUET UG 2024ની પરીક્ષામાં ભાગ લેનાર યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

cuetug.ntaonline.in પર પરિણામ ચકાસો: CUET UG 2024 પરીક્ષા NTA દ્વારા હાઇબ્રિડ મોડમાં 15, 16, 17, 18, 21, 22, 24 અને 29 મેના રોજ દેશના 379 શહેરો અને 26 આંતરરાષ્ટ્રીય પરીક્ષા કેન્દ્રોમાં લેવામાં આવી હતી. CUET 2024ની પરીક્ષામાં લગભગ 13.48 ઉમેદવારોએ ભાગ લીધો હતો. આમ પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ emams.nta.ac.in/CUET-UG અને cuetug.ntaonline.in પર જઈને પરિણામ જોઈ શકે છે. પરિણામ ચકાસવા માટે વિધ્યાર્થીઓએ એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને ઉમેદવારનો ઈમેલ અથવા મોબાઈલ નંબર સાથે સિક્યોરિટી પિન દાખલ કરવો પડશે.

CUET UG 2024 પરીક્ષા: આ પરીક્ષા દ્વારા, દિલ્હી યુનિવર્સિટી, જામિયા, JNU સહિત દેશભરની 260 થી વધુ યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવામાં આવશે. 46 કેન્દ્રીય યુનિવર્સિટીઓ, 32 રાજ્ય યુનિવર્સિટીઓ, 20 ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીઓએ CUET UG 2024 પરીક્ષા માટે નોંધણી કરાવી છે.

  1. NTA દ્વારા મોટી જાહેરાત, 19 જુલાઈએ ફરી યોજાશે CUET-UG - NTA CUET UG re test
  2. RE NEET પછી, હવે RE CUET, 19 જુલાઈએ થશે પુનઃ પરીક્ષા, જાણો ક્યારે આવશે પરિણામ - RE CUET EXAM

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.