નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં 85 નવી કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવી નવોદય વિદ્યાલયો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કેબિનેટે એક કેન્દ્રીય વિદ્યાલયના વિસ્તરણને પણ મંજૂરી આપી છે.
85 નવી કેન્દ્રીય વિદ્યાલય ખુલશે : આ અંગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, આ નવી કેન્દ્રીય વિદ્યાલયો શરૂ થવાથી દેશના 82 હજારથી વધુ વિદ્યાર્થીઓ સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવી શકશે. નિવેદન અનુસાર, 2025-26 સુધીના આઠ વર્ષના સમયગાળામાં એક વર્તમાન કેન્દ્રીય વિદ્યાલયના વિસ્તરણ ઉપરાંત 85 નવા કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના માટે અંદાજે રૂ. 5,872.08 કરોડના ભંડોળની જરૂર છે. હાલમાં કેન્દ્રીય વિદ્યાલયની સંખ્યા 1,256 છે, જેમાંથી મોસ્કો, કાઠમંડુ અને તેહરાન એમ ત્રણ વિદેશમાં સ્થિત છે. આ શાળાઓમાં 13.56 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
#WATCH | Delhi | Union Cabinet approves setting up of 85 Central Schools and 28 new Navodaya Vidyalayas in the uncovered districts of the country
— ANI (@ANI) December 6, 2024
Union Minister Ashwini Vaishnaw says, " to implement new education policy, pm shri was brought - all the central schools and navodaya… pic.twitter.com/m8yfWhTfXm
રિથાલા-કુંડલી કોરિડોરને મંજૂરી : કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના પ્રોજેક્ટ હેઠળ 26.463 કિલોમીટર લાંબા રિથાલા-કુંડલી કોરિડોરને મંજૂરી આપી હતી. તેનાથી રાષ્ટ્રીય રાજધાની અને પડોશી રાજ્ય હરિયાણા વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુધરશે. આ વિભાગ પર 21 સ્ટેશન હશે અને તે બધા 'એલિવેટેડ' હશે.
પ્રોજેક્ટની કિંમત રૂ. 6,230 કરોડ : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ પ્રોજેક્ટ મંજૂરીની તારીખથી ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ શહીદ સ્થળ (નવું બસ સ્ટેન્ડ)-રિથાલા (રેડ લાઈન) કોરિડોરનું વિસ્તરણ કરવામાં આવશે અને દિલ્હીના ઉત્તર-પશ્ચિમ ભાગો જેમ કે નરેલા, બવાના અને રોહિણીમાં કનેક્ટિવિટી વધારવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટની સંપૂર્ણ કિંમત 6,230 કરોડ રૂપિયા છે.