ETV Bharat / bharat

Land For Job Case : લેન્ડ ફોર જોબ કેસમાં CBI ફેબ્રુઆરી સુધીમાં પુરક ચાર્જશીટ ફાઈલ કરશે

નોકરી બદલ જમીનના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) તરફથી હાજર રહેલા એડવોકેટ ડી.પી. સિંઘે પુરક ચાર્જશીટ દાખલ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે સમય માંગ્યો હતો. ત્યારબાદ કોર્ટે આ કેસની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ કરવાનો આદેશ આપ્યો છે.

લેન્ડ ફોર જોબ કેસ
લેન્ડ ફોર જોબ કેસ
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 3:28 PM IST

નવી દિલ્હી : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં CBI સંબંધિત કેસની સુનાવણી મોકૂફ રાખી છે. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગનેએ આ કેસની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ કરવાનો આદેશ આપ્યો છે. મંગળવારે સુનાવણી દરમિયાન CBI તરફથી હાજર રહેલા વકીલ ડી.પી. સિંહે કોર્ટને પુરક ચાર્જશીટ દાખલ કરવા માટે સમય આપવા જણાવ્યું હતું. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે તે ફેબ્રુઆરીના અંત સુધીમાં આ કેસમાં પુરક ચાર્જશીટ દાખલ કરશે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ કરવાનો આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે, 6 જાન્યુઆરીએ કોર્ટે CBI ને આરોપીઓને ચાર્જશીટ સાથે સંબંધિત દસ્તાવેજો આપવા માટે આજ સુધીનો સમય આપ્યો હતો. 20 ડિસેમ્બર, 2023 ના રોજ કોર્ટે સીબીઆઈને આરોપીઓને ચાર્જશીટ સાથે સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો. 22 ડિસેમ્બર, 2023 ના રોજ કોર્ટે આ કેસના આરોપી અને બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને સત્તાવાર કામ માટે વિદેશ જવાની મંજૂરી આપી હતી. કોર્ટે 4 ઓક્ટોબર 2023 ના રોજ તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીને જામીન આપ્યા હતા. કોર્ટે 22 સપ્ટેમ્બર 2023 ના રોજ CBI દ્વારા દાખલ કરાયેલ બીજી ચાર્જશીટ પર સંજ્ઞાન લીધુ હતું. 3 જુલાઈ 2023 ના રોજ સીબીઆઈએ પુરક ચાર્જશીટ દાખલ કરી હતી.

CBI દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં CBI લાલુ યાદવ અને રાબડી દેવી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. 15 માર્ચ 2023 ના રોજ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતીને પચાસ હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ કોર્ટે આ ત્રણ આરોપીઓ સહિત તમામ આરોપીઓ સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી હતી. 7 ઓક્ટોબર, 2022 ના રોજ સીબીઆઈએ રેલવે ભરતી કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી સહિત 16 આરોપીઓ વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

CBI દ્વારા લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરીની ધરપકડ કરાઈ હતી. ભોલા યાદવ 2004 થી 2009 સુધી લાલુ યાદવના OSD હતા. લેન્ડ ફોર જોબ કૌભાંડ લાલુ યાદવ રેલ્વેપ્રધાન હતા ત્યારે થયું હતું. ભોલા યાદવને આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. આરોપ છે કે જ્યારે લાલુ યાદવ રેલવેપ્રધાન હતા ત્યારે તેમને નોકરીના બદલામાં જમીન આપવાનું કહેવામાં આવ્યું હતું. ભોલા યાદવને નોકરીના બદલામાં જમીન આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ભોલા યાદવ 2015 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં બહાદુરપુર સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. મેના ત્રીજા સપ્તાહમાં સીબીઆઈએ આ મામલામાં લાલુ યાદવના પરિવાર સાથે સંબંધિત 17 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીના પટના, ગોપાલગંજ અને દિલ્હીના સ્થળો પર દરોડા પાડ્યા હતા.

  1. Tejashwi Yadav: તેજસ્વીને ગુજરાતીઓ વિષયક ટિપ્પણી પરત લેવા અને યોગ્ય નિવેદન દાખલ કરવા સુપ્રીમનો આદેશ
  2. Land For Job Case: EDની ચાર્જશીટ પર કોર્ટે રાબડી દેવી સહિત પાંચને સમન્સ મોકલ્યા, કોર્ટમાં હાજર રહેવા સૂચના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.