ETV Bharat / bharat

યુપીની હોટસીટ : મથુરા લોકસભા બેઠક, હેમા માલિની હેટ્રિક લેશે કે પછી કૃષ્ણનગરીને મળશે નવો સાંસદ ? - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

મથુરા લોકસભા સીટ પરથી બે વખત સાંસદ રહી ચૂકેલા ભાજપના ઉમેદવાર હેમા માલિની આ વખતે તે હેટ્રિક ફટકારવાની તૈયારી કરી રહ્યા છે. જોકે હેમા માલિની સામે 14 ઉમેદવાર 2024 લોકસભા ચૂંટણીના મેદાને છે. ત્યારે જુઓ મથુરા બેઠકનું રાજકીય સમીકરણ શું છે અને જનતા કોના શીશ પર તાજ મૂકશે...

હેમા માલિની હેટ્રિક લેશે કે પછી કૃષ્ણનગરીને મળશે નવો સાંસદ ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 5:26 PM IST

ઉત્તરપ્રદેશ : લોકસભા ચૂંટણી 2024 માં મથુરા લોકસભા સીટ માટે બીજા તબક્કામાં એટલે કે 26 એપ્રિલે મતદાન થવાનું છે. ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાની તાકાત બતાવી રહ્યા છે, ત્યારે મતદારોને રીઝવવા માટે અનેક પ્રકારના વચનો પણ આપવામાં આવી રહ્યા છે.

મથુરા લોકસભા બેઠક : મથુરા લોકસભા મતવિસ્તારમાં પાંચ વિધાનસભા બેઠકો છે. 2022માં તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા હતા, જ્યારે ભાજપે ત્રીજી વખત સાંસદ હેમા માલિનીને મેદાનમાં ઉતાર્યા છે.

જાટ સમાજનું પ્રભુત્વ : મથુરામાં સૌથી વધુ જાટ મતદાર હોવાના કારણે ઉમેદવાર પણ જાટ સમાજના છે. મથુરામાં કુલ 19,23, 263 મતદારો છે. જેમાં 10,28,840 પુરુષ મતદાર અને 8,94,362 મહિલા મતદારો છે.

15 ઉમેદવાર મેદાને : ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે બે વખત સાંસદ રહેલા સિને સ્ટાર હેમા માલિનીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ-સપા ગઠબંધન તરફથી મુકેશ ધનગર ચૂંટણી મેદાને છે. જ્યારે બસપાએ સુરેશસિંહ પર દાવ લગાવ્યો છે. મથુરા જિલ્લામાં આ પક્ષના ત્રણ ઉમેદવાર સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

મથુરા લોકસભા બેઠકના મતદારો : મથુરા જાટ વિસ્તાર હોવાથી અહીં તેમના મતદારોની સંખ્યા પણ વધુ છે. જેમાં 4,37,654 જાટ મતદાર, બ્રાહ્મણ મતદાર 3,07,612, ક્ષત્રિય મતદાર 2,27,889, વૈશ્ય મતાદાર 1,54,793 છે. જ્યારે યાદવ મતદાર 45, 287, ગુર્જર મતદાર 45,998, લોધી મતદાર 27,552, બઘેલ મતદાર 49,052, જાટવ મતદાર 2,30,628, ખટિક મતદાર 18,814, કોરી મતદાર 20,519, ધોબી મતદાર 18,777, વાલ્મીકિ મતદાર 55,224 છે. ઉપરાંત લઘુમતી સમાજના 1,56,397 મતદાર, શીખ મતદાર 1,436, ખ્રિસ્તી મતદાર 1,897 અને 2 હજાર પંજાબી મતદાર છે.

કૃષ્ણનગરી મથુરા : કૃષ્ણનગરી મથુરાએ વિશ્વ પટલ પર પોતાની ઓળખ બનાવી છે. મથુરા મંદિરોના શહેરના નામથી પણ પ્રખ્યાત છે. મથુરા, ગોવર્ધન બરસાના, નંદગાંવ, ગોકુલ મહાવન અને વૃંદાવનમાં હજારો મંદિર સ્થાપિત છે. ધાર્મિક સ્થળ હોવા ઉપરાંત મથુરા કૃષ્ણના જન્મસ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. મથુરાનું પ્રાચીન નામ મધુપુરા છે.

યોગી સરકાર દ્વારા ધાર્મિક કાર્ય : 2017માં રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મથુરામાં ઘણા સ્થળોને ધાર્મિક સ્થળ તરીકે જાહેર કર્યા છે. ઉપરાંત મંદિરોની 500 મીટરની અંદર માંસ અને દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

યમુનાના શુદ્ધિકરણના વાયદા : છેલ્લા ઘણા વર્ષોથી યમુના શુદ્ધિકરણને લઈને પાયાના સ્તરે વિરોધ અને પ્રદર્શન કરવામાં આવ્યા હતા, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી, દરેક વખતે યમુનાના શુદ્ધિકરણના વચનો આપવામાં આવે છે.

છાતા સુગર મિલનો મુદ્દો : આગરા દિલ્હી હાઈવે પર સ્થિત છાતા સુગર મિલ 2009માં ખોટને કારણે બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ છાતા મિલ શરૂ કરવાને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મહત્વનો મુદ્દો માનવામાં આવે છે. હાલમાં રાજ્ય સરકારે છાતા સુગર મિલ અંગે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે અને ટૂંક સમયમાં મિલ શરૂ કરવાની ખાતરી આપી છે.

ટ્રાફિકની સમસ્યા : કરોડો શ્રદ્ધાળુઓ અને બ્રિજવાસી ધાર્મિક સ્થળોના મંદિરમાં દર્શન કરવા જાય છે. પરંતુ મથુરા, વૃંદાવન અને વૃંદાવનના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે.

મથુરાનું ઉદ્યોગ ક્ષેત્ર : જનપદમાં ઉદ્યોગોની વાત કરીએ તો દર વખતે રાજકીય પક્ષો રોજગારી આપવાના અનેક વચન આપે છે. મથુરા આગ્રા દિલ્હી હાઈવે પર કોંગ્રેસ નેતા ઈન્દિરા ગાંધી દ્વારા 1980માં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રિફાઈનરી યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. મથુરા જિલ્લામાં નલ ટોટી ઈન્ડસ્ટ્રી, સાડી ફેક્ટરી, પેપ્સીકો કંપની ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગો છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં એક પણ નવા યુનિટની સ્થાપના થઈ નથી. જેના કારણે યુવાનો રોજગારથી વંચિત છે.

26 એપ્રિલે મતદાન : મથુરા બેઠક માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે. રાજકીય પક્ષોના ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે મતદાનના દિવસે મતદારોનું મન કઈ તરફ વળે છે તથા 4 જૂને મતગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ થશે.

  1. 1 કરોડ સરકારી નોકરી આપીશું, તેજસ્વી યાદવે લોકસભા ચૂંટણી માટે જાહેર કર્યો RJD નો ચૂંટણી ઢંઢેરો
  2. શું દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર તૂટશે ? આતિશીનો દાવો, અમારી પાસે છે ગુપ્ત રિપોર્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.