ETV Bharat / bharat

LK Advani will get Bharat Ratna: 'ભાજપ રત્ન' અડવાણીને મળશે 'ભારત રત્ન', PM મોદીએ આપી શુભેચ્છા - લાલ કૃષ્ણ અડવાણી

ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન મળશે. વડાપ્રધાન મોદીએ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

LK Advani will get Bharat Ratna
LK Advani will get Bharat Ratna
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 12:33 PM IST

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ આજે ​​સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા એક મોટી જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ લખ્યું કે 'મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા'.

પીએમ મોદીને શુભેચ્છા: વડાપ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે 'આપણા સમયના સૌથી આદરણીય રાજકારણીઓમાંથી એક, ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે'.

પાકિસ્તાનના કરાંચીમાં જન્મ: લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ પાકિસ્તાનના કરાચી શહેરમાં થયો હતો. વર્ષ 2002 અને 2004 દરમિયાન અડવાણી અટલ બિહારી વાજપેયીની સરકારમાં 7મા નાયબ વડાપ્રધાન તરીકે રહ્યા હતા. જ્યારે વર્ષ 1998 થી 2004 વચ્ચે તેઓ એનડીએ સરકારમાં ગૃહપ્રધાન પણ રહ્યા હતા. તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ છે. 2015માં તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યાં હતાં.

અડવાણીની રાજકીય કારકિર્દી: લાલ કૃષ્ણ અડવાણીની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ વર્ષ 1942માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્વયંસેવક તરીકે જોડાયા હતાં. અડવાણી 1970 થી 1972 સુધી જનસંઘના દિલ્હી એકમના અધ્યક્ષ રહ્યા હતા આ ઉપરાંત 1973 થી 1977 સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. એટલું જ નહીં વર્ષ 1970 થી 1989 સુધી, તેઓ ચાર વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. આ દરમિયાન, 1977માં તેઓ જનતા પાર્ટીના મહાસચિવ પણ રહ્યા હતા. ગાંધીનગરથી બેઠક પરથી ચૂંટાઈને તેઓ સાંસદ પદે પણ સેવા આપી ચુક્યાં છે.

  1. Bharat Ratna to Karpoori Thakur: કર્પૂરી ઠાકુરને ભારત રત્ન, PM મોદીએ કહ્યું- સમાજમાં સમરસતાને વધુ પ્રોત્સાહન મળશે
  2. Padma Award 2024: પદ્મ એવોર્ડ 2024ની જાહેરાત, જુઓ કોના નામ છે યાદીમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.