દિલ્હી : ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ અધ્યક્ષ અને હાલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના નિવાસસ્થાને ભાજપ સરકારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ગુજરાતના સાંસદ, ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સીઆર પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન : ગતરોજ બુધવારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ અને એક વિશેષ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળ સહિત રાજ્યના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમારંભમાં PM નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
![સીઆર પાટીલના નિવાસસ્થાને ભાજપનું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-12-2024/23046901_1_aspera.jpg)
સીઆર પાટીલે કરી યજમાની : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પોસ્ટ કરતા લખ્યું કે, આ મારા માટે ખૂબ જ આનંદ અને ગર્વની ક્ષણ છે કે મારા પરિવારના સભ્યો સાથે દિલ્હીમાં મારા નિવાસસ્થાને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મારા સાથી કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને ગુજરાતના ધારાસભ્યોને હોસ્ટ કરવાનો લહાવો મળ્યો.
#WATCH | Prime Minister Narendra Modi attends the " sneh milan" dinner with all the mps, mlas and nda leaders from gujarat at the residence of union minister cr patil, in delhi. union hm amit shah, union ministers ashwini vaishnaw, s jaishankar and jp nadda are also present.… pic.twitter.com/704A7qiLcM
— ANI (@ANI) December 4, 2024
આ તક મારા જીવનનો સૌથી અવિસ્મરણીય અને પ્રેરણાદાયી અનુભવ છે, જે મને હંમેશા નવી ઉર્જા, ઉત્સાહ અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરિત કરશે.
यह मेरे लिए अत्यंत हर्ष और गर्व का क्षण है कि दिल्ली स्थित मेरे निवास पर परिवारजनों के साथ माननीय प्रधानमंत्री श्री @narendramodi सर, केंद्रीय गृहमंत्री श्री @AmitShah सर, भाजपा के राष्ट्रीय अध्यक्ष एवं केंद्रीय स्वास्थ्य मंत्री श्री @JPNadda जी, गुजरात के मुख्यमंत्री श्री… pic.twitter.com/ByOdnJyLfJ
— C R Paatil (@CRPaatil) December 4, 2024
ભાજપ સરકાર એક ફ્રેમમાં : આ પ્રસંગે સૌ લોકોનું પ્રથમ સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં ઉપસ્થિત તમામ મંત્રીમંડળના સભ્યો, લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને ગુજરાતના ધારાસભ્યોએ ભોજન લીધું. પીએમ મોદીએ આજુબાજુ લટાર મારી અને મહેમાનો સાથે વાતચીત કરી હતી. અંતે કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ સાથે ગ્રુપ ફોટો પડાવ્યો હતો.