પટના : આજે જે રીતે નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારમાં ' ખેલા ' થઈ ગયો છે. મહાગઠબંધનના નેતાઓએ પણ શબ્દયુદ્ધ તેજ કરી દીધું છે. ભાજપના નેતાઓ રાહ જોવાની વાત કરી રહ્યા છે. પરંતુ, કહેવાય છે કે રાજકારણમાં બધું શબ્દોમાં છુપાયેલું હોય છે, તો ચાલો તમને જણાવીએ કે કોણે શું કહ્યું જેથી બધું સ્પષ્ટ થઈ જાય.
નીતિશ કુમારે મૂંઝવણ દૂર કરવી જોઈએ- RJD : જે રીતે પટનાથી દિલ્હી સુધી અટકળોનું બજાર ગરમ છે. આ અંગે આરજેડી સાંસદ અને લાલુ-તેજસ્વીના નજીકના નેતા મનોજ ઝાએ કહ્યું, 'નીતિશ કુમારે સાંજ સુધીમાં મૂંઝવણ દૂર કરવી જોઈએ.'
જેમને શંકા છે તેઓએ તેમની શંકા દૂર કરવી જોઈએ - જેડીયુ: આરજેડીએ આંખો ઉંચી કરતા જ જેડીયુનો રંગ બદલાઈ ગયો. પ્રવક્તા નીરજ કુમારે કહ્યું, ' મુખ્યમંત્રી નીતિશ કુમારને કોઈ અલ્ટીમેટમ આપી શકે નહીં. મુખ્યમંત્રી નીતિશ કુમાર હજુ પણ મુખ્યમંત્રી છે. આવતીકાલે પણ મુખ્યમંત્રી બનશે. જેમને શંકા હોય તેણે પોતાની શંકા દૂર કરવી જોઈએ. સુશીલ મોદી ગંભીર નેતા છે. તેમની વાતને ગંભીરતાથી લેવી જોઈએ. તેમણે સ્થિતિને ઘણી હદ સુધી સ્પષ્ટ કરી છે.
2-3 દિવસમાં બધું સ્પષ્ટ થઈ જશે BJP: દિલ્હીથી પરત ફરતા જ ભાજપ એમપી સુશીલ કુમાર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ' રાજનીતિમાં ક્યારેય કોઈ માટે દરવાજા સંપૂર્ણપણે બંધ નથી હોતાં. બિહારને લઈને કેન્દ્રીય નેતૃત્વ જે પણ નિર્ણય લેશે તે રાજ્યના નેતાઓ સ્વીકારશે. બસ, અત્યારે આપણે થોડી રાહ જોવી પડશે. અમારા મતે બે ત્રણ દિવસમાં બધું સ્પષ્ટ થઈ જશે.
તેજસ્વી યાદવે રાજભવન ખાતે હાઈ ટીથી પોતાને દૂર રાખ્યા: જ્યારે તેજસ્વી યાદવે રાજભવન ખાતે આપવામાં આવતી હાઈ ટીથી પોતાને દૂર રાખ્યાં ત્યારે મહાગઠબંધનમાં લાગેલી સેંધ વધુ મજબૂત થઈ. નીતિશ કુમારની ભાજપના નેતાઓ સાથેની નિકટતા અહીં દેખાતી હતી. જોકે, જ્યારે સીએમ નીતિશને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ' જે નથી આવ્યા તેમને પૂછો.'
જીતનરામ માંઝી ખુશ દેખાતા હતાં : વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું, 'અમને ઘણા સમય પહેલા ખ્યાલ આવી ગયો હતો તેથી જ અમે કહ્યું હતું કે, એવું લાગે છે કે ગઠબંધન પત્તાના મહેલની જેમ તૂટી જશે. કોઈપણ વ્યક્તિ સમજી શકે છે કે ખેલા રમાઈ રહ્યો છે કે નહીં.
ભાજપના નેતાઓના સૂરમાં બદલાવ : એકસમયે નીતિશ કુમાર માટે બારીબારણા પણ બંધ રાખવાની વાત કરનારા ભાજપના નેતાઓનો સૂર સાવ બદલાઈ ગયો છે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજયકુમાર સિન્હાએ કહ્યું કે, 'ભાજપ કોઈ એક વ્યક્તિનો પક્ષ નથી, તે સામૂહિક નેતૃત્વનો પક્ષ છે. અમારું નેતૃત્વ એક સક્ષમ નેતૃત્વ છે અને પક્ષ સામૂહિક નેતૃત્વના નિર્ણયને આવકારે છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, ' મને વિશ્વાસ છે કે કેન્દ્રીય નેતૃત્વ જે પણ નિર્ણય લેશે તે રાજ્ય અને પાર્ટીના હિતમાં હશે.'
નિત્યાનંદ રાય સક્રિય થયા : ભાજપના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય એકદમ સક્રિય થઈ ગયા છે. તેઓ જીતનરામ માંઝીથી લઈને ઉપેન્દ્ર કુશવાહ સુધી બધાંને મળ્યા છે. તે જ સમયે, ચિરાગ પાસવાન પણ દિલ્હી ગયા છે અને કહ્યું છે કે તેમનું સંપૂર્ણ ધ્યાન રાજકીય ઘટનાક્રમ પર છે.