ETV Bharat / bharat

ભરતપુરમાં 500 વર્ષ પ્રાચીન સિદ્ધિ વિનાયક દાતા ગણેશજી, ભક્તો લગાવે છે અરજી - GANESH UTSAV 2024 - GANESH UTSAV 2024

ભરતપુરમાં સિદ્ધિ વિનાયક ગણેશજી મંદિરની સ્થાપના લગભગ 500 વર્ષ પહેલાં નાગા સાધુઓ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરમાં દર બુધવારે ભક્તો આવે છે અને તેમની અરજીઓ રજૂ કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગજાનન મહારાજ તેમના તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. GANESH UTSAV 2024

પ્રાચીન સિદ્ધિ વિનાયક દાતા ગણેશજીની સ્થાપના નાગા સાધુઓએ કરી
પ્રાચીન સિદ્ધિ વિનાયક દાતા ગણેશજીની સ્થાપના નાગા સાધુઓએ કરી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2024, 2:03 PM IST

ભરતપુર: મુંબઇના સિદ્ધિ વિનાયક ગણેશજીની જેમ જ ભરતપુરમાં પણ 500 વર્ષ પ્રાચીન સિદ્ધિ વિનાયક દાતા ગણેશજી મૌજૂદ છે. શહેરના લોહાગઢ કિલ્લામાં સ્થિત આ ગણેશજીની સ્થાપના નાગા સાધુઓએ કરી હતી. ખાસ વાત એ છે કે, આ ગણેશજીની પ્રતિમા પૂર્વ મુખી છે અને એમની સૂંઢ દક્ષિણ દિશામાં વળેલી છે. માન્યતા છે કે, આ ગણેશજીની વિશેષ વિધિથી પૂજા કરવી જોઇએ સાથે જ ભક્તજનો ગણેશજીની સામે દરેક બુધવારે પોતાની માનતાની અરજી લગાવે છે અને ગણેશજી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

પ્રાચીન સિદ્ધિ વિનાયક દાતા ગણેશજીની સ્થાપના નાગા સાધુઓએ કરી
પ્રાચીન સિદ્ધિ વિનાયક દાતા ગણેશજીની સ્થાપના નાગા સાધુઓએ કરી (Etv Bharat gujarat)

મંદિરના પૂજારી નરેશ કટારાએ જણાવ્યું કે, લોહાગઢ કિલ્લામાં બિહારીજીના મંદિરની પાસે આવેલ દાતા ગણેશજીની મૂર્તિનો ઇતિહાસ ઘણો જ પ્રાચીન છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મંદિરમાં વિરાજમાન ગણેશજીની મૂર્તિ 500 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન છે. જેઓની અહી સ્થાપના ભરતપુરની સ્થાપના પહેલા નાગા સાધુઓએ કરી હતી. મૂર્તિની ખાસ વાત એ છે કે, તે પૂર્વ મુખી છે. સાથે જ ગણેશજીની સૂંઢ દક્ષિણ દિશામાં ( ડાબા હાથ) તરફ વળેલી છે. જ્યારે દેશના મોટાભાગની ગણેશજીની મૂર્તિની સૂંઢ જમણા હાથ તરફ વળેલી હોય છે.

અહીં પૂરી થાય છે ભક્તોની અરજી: પુજારી નરેશ કટારાએ જણાવ્યું કે, મુંબઇની સિદ્ધિ વિનાયક પછી ભરતપુરમાં ગણેશજીની આ મૂર્તિ સિદ્ધિ વિનાયક છે. મંદિરમાં શ્રદ્ધાળું પોતાની માનતાને એક પત્રમાં લખીને ગણેશજીની મૂર્તિની સામે રાખે છે. અહીં દર બુધવારના રોજ શ્રધ્ધાળુઓ પોતાની માનતાની અરજી લગાવે છે અને તેઓની માનતા જરુર પૂરી થાય છે. આ મૂર્તિને જાગૃત મૂર્તિ માનવામાં આવે છે.

આવી રીતે કરો પૂજા: પુજારી નરેશ કટારાએ કહ્યું કે, આ ગણેશજીના પૂજનની વિશેષ વિધિ છે.શ્રધ્ધાળુ ગણેશજી પર 3 પાંદડાવાળી 7 દૂર્વા અર્પણ કરીને પૂજન કરીને તો ગણેશજી અવશ્ય પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. ગણેશજીની મૂર્તિને લઇને અને ઘણી માન્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક વાર ગણેશજીને લાડુ ખાતા પણ જોવા મળ્યા હતા. ગણેશ ચતુર્થીના પ્રસંગે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવે છે મંદિરમાં વિશેષ સજાવટ કરીને વિવિધ પ્રકારના મિષ્ઠાન્નનો ગણેશજીને ભોગ લગાવાય છે.

આ પણ વાંચો:

  1. મણિપુરમાં શંકાસ્પદ કુકી આતંકવાદીનો રોકેટ હુમલો : એક વ્યક્તિનું મોત, છ ઘાયલ - Kuki militants attack
  2. અંબાણી પરિવારે 'એન્ટીલિયા ચા રાજા'નું ભવ્ય સ્વાગત કર્યું, અનંત-રાધિકા બાપ્પાની ભક્તિમાં લીન થયા - Ganesh Chaturthi 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.