ETV Bharat / bharat

બલૌદાબજાર હિંસા મુદ્દે CM હાઉસમાં ઉચ્ચસ્તરીય બેઠક, 200 લોકોની ધરપકડ, ફોરેન્સિક ટીમ પહોંચી - Balodabazar Violence - BALODABAZAR VIOLENCE

છત્તીસગઢના બલૌદાબજાર હિંસા મામલે સીએમ વિષ્ણુદેવ સાંઈએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. અહીં એક ખાસ સમુદાયના લોકોને શાંતિની અપીલ કરવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય સામાજિક આગેવાનો અને નેતાઓ પણ શાંતિ માટે અપીલ કરી રહ્યા છે. જાણો સમગ્ર ઘટનાક્રમ... Balodabazar Violence Update

બલૌદાબજાર હિંસા મુદ્દે CM હાઉસમાં ઉચ્ચસ્તરીય બેઠક
બલૌદાબજાર હિંસા મુદ્દે CM હાઉસમાં ઉચ્ચસ્તરીય બેઠક (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 7:09 PM IST

છત્તીસગઢ : બલૌદાબજારમાં એક ખાસ સમુદાયના વિરોધ બાદ થયેલી હિંસા પર રાયપુર સીએમ હાઉસમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. અહીં એક ખાસ સમુદાયના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.

બલૌદાબજાર હિંસા અપડેટ : કલેક્ટર કેએલ ચૌહાણ અને SP સદાનંદકુમાર બલૌદાબજાર આગજનીના કેસમાં વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજી રહ્યા છે. કલેક્ટરના સભાખંડમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને આગના કારણે થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર કેએલ ચૌહાણે જણાવ્યું હતું કે, આગની ઘટનાને અંજામ આપનાર 200 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ કરવામાં આવી રહી છે.

પોલીસ તૈનાત, ફોરેન્સિક ટીમ પહોંચી : બલૌદાબજારમાં સ્થિતિ હાલમાં કાબૂમાં છે, પરંતુ સમગ્ર શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. એક તરફ રાયપુરમાં ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે, તો બીજી તરફ ફોરેન્સિક ટીમ તપાસ માટે પહોંચી છે. રાયપુરથી 5 સભ્યોની ફોરેન્સિક ટીમ બલૌદાબજાર પહોંચી છે. આગજનીમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

ખુશવંત સાહેબની પ્રતિક્રિયા : અહીં સમાજના લોકો ખાસ સમાજના લોકોને શાંતિની અપીલ કરી રહ્યા છે. બલૌદાબજાર હિંસામાં એક ચોક્કસ સમુદાયનું નામ સામે આવતા આરંગના ધારાસભ્ય ખુશવંત સાહેબે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, જે સમુદાયનું નામ હિંસામાં આવી રહ્યું છે તે લોકો ગુરુઘાસી દાસના સંદેશને અનુસરે છે. તેમની આડમાં અસામાજિક તત્વોએ વિરોધ પ્રદર્શનમાં ઘૂસીને હિંસા કરી હતી.

અસામાજિક તત્વોનું કૃત્ય : ખુશવંત સાહેબે કહ્યું કે, બલૌદાબજારમાં શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલી રહ્યું હતું, પરંતુ આ વિરોધમાં અસામાજિક તત્વોએ ઘૂસીને તોડફોડ અને આગજનીના બનાવને અંજામ આપ્યો. સતનામી સમુદાય અહિંસાનો ઉપાસક છે, ગુરુઘાસી દાસના સંદેશને અનુસરીને સત્ય અને અહિંસાના રસ્તે ચાલનારા લોકો છે. સમાજ અને વહીવટીતંત્રને બદનામ કરવા માટે અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે.

જનતા જોગ અપીલ : ખુશવંત સાહેબે સમાજના લોકોને અપીલ કરી હતી કે, અસામાજિક તત્વોના પ્રલોભનમાં ન આવે અને કોઈ ખોટું કામ ન કરે. બંધારણ જીવંત છે, બંધારણ દ્વારા લડાઈ લડવામાં આવે છે. દરેકને શાંત રહેવાની અપીલ છે, તમામ માંગણી પૂરી કરવામાં આવશે. ત્રણેય ગુનેગારો અને તેમની પાછળ જે પણ હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. છત્તીસગઢ સરકાર તમારી સાથે છે. ગુનેગારોને વહેલી તકે જેલમાં મોકલવામાં આવશે.

શિવ ડહરિયા દ્વારા જનતાને અપીલ : પૂર્વ મંત્રી શિવ ડહરિયાએ બલૌદાબજારમાં હિંસાની ઘટનાને ચિંતાજનક અને પીડાદાયક ગણાવી હતી. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા સમયસર સમાજના ગુસ્સાને શાંત કરી શકાયો હોત, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી. ઉપરાંત શિવ ડહરિયાએ સમાજના તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

શું હતો મામલો ? ગત 15 મેની રાત્રે ગિરૌદપુરી ધામ પાસે માનાકોની બસ્તીની વાઘણની ગુફામાં સ્થાપિત ધાર્મિક પ્રતીકને નુકસાન કરવામાં આવ્યું હતું. ચોક્કસ સમુદાયના ગુસ્સાને જોઈને પોલીસે 3 લોકોની ધરપકડ કરી હતી. આ ધરપકડથી અસંતુષ્ટ સમાજના લોકોએ સરકાર પાસે તપાસની માંગ કરી છે. જે બાદ ડેપ્યુટી સીએમ વિજય શર્માએ ન્યાયિક તપાસની જાહેરાત કરી હતી. પરંતુ ચોક્કસ સમુદાયનો રોષ શમ્યો ન હતો. CBI તપાસની માંગ સાથે સોમવારે એક ખાસ સમુદાયના લોકોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો.

બલૌદાબજારના દશેરા ગ્રાઉન્ડમાં વિરોધ બાદ ચોક્કસ સમુદાયના લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા આવ્યા હતા. આ રેલી કલેક્ટર કચેરીએ ન પહોંચે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત રેલીને રોકવા માટે બેરિકેડિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પરંતુ રોષે ભરાયેલા ટોળાએ બેરિકેડ તોડીને કલેક્ટર કચેરી પરિસરમાં પહોંચ્યા હતા.

આ દરમિયાન કેટલાક તોફાની લોકોએ કલેક્ટર કચેરીમાં પાર્ક કરેલા વાહનોને પલટાવી દીધા અને મોટર સાયકલને આગ ચાંપી દીધી હતી. 200 જેટલા વાહનો આગમાં ખાક થઈ ગયા હતા. કલેક્ટર કચેરી અને તેની આસપાસની અનેક ઈમારતોને પણ આગ ચાંપવામાં આવી હતી. હિંસાની આ ઘટનામાં 35 થી 40 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેની સારવાર બિલાસપુર અને રાયપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે.

  1. બલોદાબજારમાં પ્રદર્શન બાદ હિંસા ભડકી, કલેક્ટર કચેરીના પરિસરમાં 200થી વધુ વાહનોને આગચંપી
  2. બેમેતરા ગનપાઉડર ફેક્ટરીમાં બ્લાસ્ટમાં SDRFની બચાવ કામગીરી શરુ, કોંગ્રેસની તપાસ ટીમ બોરસી પહોંચી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.